જ્યોતિષ

વર્ષના આ દિવસોમાં પતિ અને પત્ની વચ્ચે સંબંધ બનાવવો કહેવામાં આવે છે અશુભ, બને છે પાપના ભાગીદાર

એક પતિ અને પત્નીના સંબંધોમાં પ્રેમનું હોવું ખુબ જ જરૂરી છે. અને આ પ્રેમને જાગૃત રાખવાનું કામ એ બંને વચ્ચેના હળવાશના સંબંધો કરે છે. પતિ પત્ની એકબીજાને માનસિક જ નહિ પરંતુ શારીરિક રીતે પણ સંતોષ આપે છે. શારીરિક સંબંધોના કારણે જે તેમનો વંશ-વેલો આગળ ધપે છે. પતિ પત્નીના સંબંધોમાં શારીરિક સંબંધોનું પણ ખુબ જ મહત્વ છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક દિવસો એવા પણ હોય છે જેમાં પતિ પત્ની વચ્ચે શારીરિક સંબંધો બાંધવાને અશુભ માનવામાં આવે છે. ચાલો જોઈએ કયા કયા દિવસે શારીરિક સંબંધો ના બાંધવા.

Image Source

1. પૂનમના દિવસે:
પૂનમનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આ રાત્રે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવામાં પૂનમના દિવસે સંબંધ બનાવવાથી બચવું જોઈએ. કારણ કે તેનાથી લક્ષ્મી મા નારાજ થઇ જાય છે.

Image Source

2. અમાસના દિવસે:
શાસ્ત્રો પ્રમાણે અમાસના દિવસે શારીરિક સંબંધો બનાવવાથી બચવું જોઈએ. આ દિવસે નકારાત્મક શક્તિઓનો જન્મ થાય છે. આ દિવસે સંબંધ બનાવવાથી લગ્ન જીવન ઉપર નકારત્મક પ્રભાવ પડે છે. જો તમે સંબંધ બનાવો છો પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થઇ શકે છે.

Image Source

3. પૂર્વજોની મૃત્યુ તિથિ પર:
પૂર્વજોની મૃત્યુતિથિના દિવસે રાત્રે પતિ પત્નીએ સંબંધ બનાવવાથી બચવું જોઈએ. જો આમ ના કરવામાં આવે તો પિતૃઓ નારાજ થઇ જાય છે અને તમારી ઉપર પિતૃદોષ લાગે છે. જેના કારણે વંશ વૃદ્ધિમાં તકલીફ આવે છે.

Image Source

4. અગિયારસના દિવસે:
અગિયારસનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ કહ્યું છે કે અગિયારસના દિવસે વ્રત અને પૂજા કરવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે. આ દિવસે સંબંધ બનાવવાથી ઉપવાસ પણ તૂટી જાય છે. એકાદશીના દિવસે સંબંધો બાંધવા અશુભ છે. આ દિવસે રોમાન્સ કરવાથી ભગવાનના ક્રોધનો સામનો કરવો પડે છે.

Image Source

5. શિવરાત્રીના દિવસે:
શિવરાત્રીના દિવસે આપણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ દિવસ શાસ્ત્રો અનુસાર શુભ અને પવિત્ર હોય છે. આ દિવસે જો દંપતી સંબંધ બનાવે છે તો તેમને ભયંકર પરિણામ ભોગવવા પડે છે. જેનાથી અશુભ ગૃહ તમારા ઉપર હાવી થઇ જાય છે.

Image Source

6. નવરાત્રીના દિવસોમાં:
નવરાત્રીના નવ દિવસો સુધી શારીરિક સંબંધો બનવાથી દૂર રહેવું જોઈએ. સનાતન ધર્મ અનુસાર નવરાત્રીના નવ દિવસ ખુબ જ પવિત્ર હોય છે. આ દિવસોમાં ઉપવાસ રાખવામાં આવે છે. માટે જો આ નવ દિવસોમાં સંબંધ બનાવવામાં આવે તો તેનું પરિણામ આખા પરિવારને ભોગવવું પડે છે. માટે આ નવ દિવસોમાં સંબંધ ના બનાવવા.