ન્યુઝ

લોકડાઉનમાં આ સ્ત્રીની જિંદગી નર્ક બની ગઈ, દિવસ-રાત 4-4 સમય કરી કરીને શરીરને ચૂંથી નાખ્યું પછી જે થયું

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું, આ લોકડાઉનની અંદર મોટાભાગના લોકો પોતાનું કામ કાજ બંધ કરી અને પોતાના ઘરમાં જ રહેવા લાગ્યા. આ સમયે શારીરિક અને માનસિક પ્રતાડનના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હાલ એક એવો જ કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જ્યાં લોકડાઉનમાં નવરા પડેલા પતિએ પોતાની પત્ની સાથે દિવસમાં અઢળક વાર સમાગમ કર્યું અને હવે પત્ની શારીરિક યાતાનો ભોગવી રહી છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં રહેતા એક દંપતીને લગ્નના છ વર્ષ વીતી ગયા હતા. આ છ વર્ષની અંદર તેમને એક ત્રણ વર્ષનું બાળક પણ હતું. પરંતુ લોકડાઉનના સમય દરમિયાન પતિ ઘરે જ રહેતો હોવાના કારણે દિવસ અને રાતમાં તેની પત્ની સાથે 4-4 વાર સંબંધો બાંધતો હતો.

Image Source

જો પત્ની સંબંધ બાંધવાનું ના પાડે તો પતિ જબરદસ્તી કરતો અને તેને છોડી દેવાની ધમકી પણ આપતો જેના કારણે પત્નીને પણ મજબૂરીમાં સંબંધો બાંધવા પડતા હતા. અવાર-નવાર સંબંધો બંધાતા હોવાના કારણે પત્નીના ગુપ્તાંગમાં પણ ઘણી ઈજાઓ પહોંચીઓ હતી.

Image Source

એકવાર જ્યારે પતિએ તેની પત્ની સાથે જબરદસ્તી સંબંધો બાંધવાનો પ્રયત્ન કર્યો અને પત્ની દ્વારા ના કહેવામાં આવતા પતિએ પત્નીને ઢોર માર માર્યો હતો. જેની જાણ મકાન માલિકને થતા તેમને 181 અભયમ ઉપર ફોન કરીને જાણ કરી હતી.

Image Source

ત્યારબાદ અભયમની ટિમ તેમના ઘરે આવી હતી અને અભયમ કાઉન્સિલર દ્વારા પીડિત મહિલાની પુછપરછ કરતા આ સમગ્ર ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ત્યારબાદ પતિનું પણ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. પતિને વધુ કાઉન્સિલિંગની જરૂર લાગતા બેઇઝ સપોર્ટ સેન્ટર ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.