ન્યુઝ

સોનુ ઓનલાઇન ઓર્ડર કર્યું, બોક્સ અંદર ખોલીને જોયું તો ઉડ્યા હોંશ

આજે જમાનો આધુનિકતા તરફ વળ્યો છે અને તેના કારણે ખરીદી પણ હવે ઓનલાઇન થવા લાગી છે. પરંતુ ઓનલાઇન ખરીદી કરતા વખતે પણ ખાસ ધ્યાન રાખવું પડે છે નહીંતર છેતરાવવાના કિસ્સાઓ પણ બનતા હોય છે. આવા જ ઘણા કિસ્સાઓ આપણે પણ ક્યાંયને ક્યાંક સાંભળ્યા જ હશે.

Image Source

ઘણીવાર ઘણા લોકો ઓનલાઇન સમાન મંગાવે છે અને એમાંથી ઘણો સમાન નકલી અથવા તો એ સમાનની જગ્યાએ કોઈ બીજી જ વસ્તુ આવી જતી હોય છે. આવી જ એક ઘટના એક વ્યક્તિ સાથે બની છે જેને ઓનલાઇન સોનાની ઈંટો મંગાવી પરંતુ જયારે પાર્સલ ખોલીને જોયું તો તેના હોશ ઉડી ગયા.

Image Source

આ ઘટના બની છે ઇત્તર પ્રદેશના મથુરા શહેરમાં જ્યાં એક વ્યક્તિ ઓનલાઇન જાણીતી વેબસાઈટ OLX પરથી સોનાની ઈંટોનો ઓર્ડર કર્યો હતો. અને જયારે તેની સોનાની ઈંટોનું પાર્સલ ઘરે આવ્યું અને એ વ્યક્તિએ ખોલીને જોયું તો સોનાના બદલે એ ઈંટો પિત્તળની નીકળી. ત્યારબાદ આ વ્યક્તિએ ઓનલાઇન છેતરામણીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Image Source

ફરિયાદના આધારે પોલીસ સક્રિય બની હતી અને છેતરપિંડી કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુન્હો નોંધી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ OLX ઉપર ઈંટો વેંચતા એ લોકો વિરુદ્ધ ચપટી નજર રાખીને બેસી રહ્યા હતા.

Image Source

પોલીસને આ બાબતે સફળતા પણ મળી અને ઓનલાઇન સોનાની ઈંટો વેંચતા ત્રણ લોકોની ધરપકડ પણ કરી લીધી હતી. આ લોકો નકલી સોનાની ઈંટો ઓનલાઇન વેંચતા હોવાનું સામે આવ્યું હતું.

Image Source

પોલીસને તેમની પાસેથી આઠ લાખ રૂપિયા રોકડ, ત્રણ આધારકાર્ડ, બનાવટી સોનાની ઇંટ, 9 સિમકાર્ડ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી, પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલા ત્રેણય આરોપીઓ મથુરા જિલ્લાના જ છે.