લાઈફ સ્ટાઈલ

કર્જમાં ડૂબેલા અનિલ અંબાણી પાસે છે આ ગાડીઓ, સ્પીડ તો એટલી કે પલક ઝપકતા જ આંખોથી થઇ જાય ગાયબ

કરોડોનો કર્જ હોવા છતાંય જાહોજલાલી વાળી ગાડીઓ રાખે છે, જુઓ તસ્વીરો

ક્યારેક દુનિયાના ટોપ-10 ધનવાનોની લિસ્ટમાં શામિલ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ગૃપના મુખ્યાલય પર યસ બેંકે પોતાનો અધિકાર જવાવી લીધો. યસ બેંકે આ કારવાઈ 2,892 કરોડ રૂપિયાનો કર્જ પાછો ન આપવા પર કરી છે. બેંકે રિલાયન્સના નાગિન મહલ સ્થિત ઓફિસના બે ફ્લોર પણ પોતાના અધિકારમાં લઇ લીધા છે.

જો કે કર્જમાં ડૂબેલા અનિલ અંબાણીની લાઇફસ્ટાઇલ હજી પણ લગ્ઝરિયસ જ છે. તેની પાસે દેશનું બીજા નંબરનું મોંઘુ ઘર છે તો અનેક આલીશાન ગાડીઓ પણ છે. અનિલ અંબાણી પાસે એવી એવી શાનદાર ગાડીઓ છે કે જોઈને જ ચકિત થઇ જઈએ.

અનિલ અંબાણી પાસે લેમ્બોર્ગીની ગૈલારડો છે. જે 3.9 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તાર પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાકની છે.

ભારતમાં અમુક જ લોકો પાસે રોલ્સ રોય્સ ગાડી છે. અનિલ અંબાણી પાસે રોલ રૉયસનું એક્સક્લુસિવ ફેન્ટમ વર્જન છે.

અનિલ અંબાણી પાસે S-Class મર્સીડીઝ બેન્ઝ પણ છે. તે ભારતના એ બિલિનીયર્સમાંના એક છે, જે પોતાની ગાડી જાતેજ ચલાવે છે.

અનિલ અંબાણીના કાર કલેક્શન કાફલામાં રેન્જ રૉવર વૉગ પણ છે.

અનિલ અંબાણીને મોટાભાગે તેની ટોયોટા ફોર્ચ્યુનર કારની સાથે સ્પોટ કરવામાં આવે છે.

Author: TheGujjuRocks.in