ન્યુઝ

આ છે અમિતાભ બચ્ચનના જીવનની 3 મોટી ભૂલો, આજે પણ પસ્તાવો થતો હશે

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન જેને આપણે બોલીવુડના શહેનશા પણ કહીએ છીએ.અમિતાભ આજે જે મુકામે છે તે મુકામ પર પહોંચવા તેમને ઘણી મહેનત કરી છે અને તેમની મહેનતના સાક્ષી તેના દરેક ફેન છે. અમિતાભના શાનદાર અભિનય પર તો દરેક ઉંમરના લોકો ફિદા છે.

પણ તમને જણાવી દઈએ કે અમિતાભે ફિલ્મમાં અભિનય સાથે સાથે રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. રાજકારણમાં જવું એ અમિતાભની ભૂલોમાંથી એક ભૂલ છે. એ અભિતાભ પણ સ્વીકારે છે. જેટલી ઊંચી અમિતાભની હાઈટ છે એટલી જ ઊંચી તેની પ્રતિષ્ઠા છે.

પણ એ પ્રતિષ્ઠાને મેળવવાની સફરમાં અભિતાભ બચ્ચન તેના જીવનમાં ઘણી એવી ભૂલો કરી ગયા છે જેમના વિશે એ વાત પણ કરવા નથી માંગતા. ચાલો આજે તમને અમિતાભની એવી જ ભૂલો વિશે થોડું જણાવીએ.

અભિતાભ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના કહેવા પર રાજકારણમાં ઘુસ્યા હતા. 1984માં ઇન્દિરા ગાંધીની મૃત્યુ બાદ રાજીવ ગાંધી તેના વફાદારોની એક ટિમ બનાવી રહ્યા હતા. જેમાં એ એવા લોકોને જોડતા હતા જે વિપક્ષના નેતાને ખરાબ રીતે હરાવીને બહુમતીથી જીતી શકે.

એવામાં અભિતાભ ઇલાહબાદથી હેમવંતી નંદન બહુગુણા સામે ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. અમિતાભે હેમવંતી બહેને ભારે પછાળ આપતા બહુમતી થી એ ચૂંટણી જીતી હતી. એ પછી અમિતાભ એક્ટરની સાથે સાથે નેતા પણ બની ગયા હતા.

ફિલ્મોના કામ ની સાથે સાથે અભિતાભ રાજકારણનું કામ પણ સંભાળી રહ્યા હતા. એ સમય દરમિયાન અમિતાભની ઘણી ફિલ્મો રિલીઝ થઇ હતી જેમાંથી એક ફિલ્મ ‘મર્દ’ હિટ પણ ગઈ હતી.ફિલ્મોમાં વ્યસ્ત રહેવાને કારણે અમિતાભ રાજકારણથી દૂર રહેવા લાગ્યા હતા. આ વાતનો વીપક્ષ ખુબ ફાયદો ઉઠાવી રહ્યો હતો.

બોફોર્સ,ફેયરફેક્સ અને પનુંડુબ્બી ઘોટાળામાં અમિતાભનું નામ ઘસેડવામાં આવ્યું હતું.આવો દબાવ અમિતાભ સહન ન કરી શક્યા અને તેમને રાજકારણમાંથી સન્યાસ લઇ લીધો હતો. 1984માં ચૂંટણી જીત્યા બાદ ત્રણ વર્ષની અંદર જ અમિતાભે આત્મસમર્પણ કરી દીધું હતું.

અમિતાભને જયારે આ મુદ્દા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું હતું કે, ‘સરકારી મુદ્દાઓથી ભટકી જવું એ ખોટું હતું, એ સમયે હું સમજી ગયો કે રાજકારણ ક્ષેત્રે પુરી ભાવનાથી કામ કરવું પડે અને એટલા માટે મેં આત્મસમર્પણ કરી દીધું હતું.’

બિગ બી એક વખત મીડિયા સાથે વીવાદ કરી બેઠા હતા અને એ વાતને અમિતાભ તેને તેની ભૂલ માને છે. વર્ષ 1995માં અમિતાભનો કોઈ મીડિયા હાઉસ સાથે વિવાદ થઇ ગયો હતો. ત્યાં સુધી વિવાદ પહોંચ્યો હતો કે

બિગ બી સ્ટારડસ્ટને બંધ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પણ તે અસફળ રહ્યા હતા. મીડિયા સાથે વિવાદ કર્યા બાદ અમિતાભને ઘણી બીજી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

અમિતાભ તેના જીવનની સૌથી મોટી ભૂલ તેને કરેલ અમુક ફિલ્મોને માને છે. એના કરિયરમાં કરેલ બોલ્ડ ફિલ્મોને લઇ અમિતાભ આજે પણ પસ્તાય છે. ફિલ્મ નિઃશબ્દમાં તેનાથી અડધી ઉંમરની છોકરી સાથે ઇશ્ક ફરમાવતા અમિતાભને દર્શકોએ બિલકુલ પસંદ નહતો કર્યો. સાથે જ બૂમ જેવી થર્ડ ગ્રેડ વલ્ગર મુવી કરવા પર અમિતાભ આજે પણ પસ્તાય છે

તો આ છે અમિતાભે કરેલ થોડી ભૂલો જેને ખુદ અભિતાભ બચ્ચન પણ આજે યાદ કરવા નથી માંગતા.