બૉલીવુડ

પહેલીવાર સાસરિયા સાથે એક જ ફ્રેમમાં જોવા મળ્યો અમિતાભ બચ્ચન, સાસુ સાથે નજરે આવ્યું ખાસ બોન્ડિંગ

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ કામ કરવા માટે હજુ સક્રિય છે. સોશિયલ મીડિયામાં પણ અમિતાભની ઘણી જ પોસ્ટ લોકો જુએ છે અને તેમને ખુબ જ માં સન્માન પણ આપે છે.

Image Source

હાલમાં જ અમિતાભ બચ્ચન પોતાના સાસુ ઇન્દિરા ભાદુરીનો 90મોં જન્મ દિવસ ઉજવવા માટે ભોપાલ પહોંચ્યા હતા અને આ જન્મ દિવસ ઉજવવા માટે માત્ર અમિતાભ અને જયા બચ્ચન  જ નહિ પરંતુ ઐશ્વર્યા, અભિષેક, આરાધ્યા અને અમિતાભની દિકરી શ્વેતા પણ તેમની સાથે જ આવી પહોંચ્યા હતા.

Image Source

ભોપાલ  એરપોર્ટ ઉપર પહોંચતાની સાથે જ ચાહકો એ અમિતાભ અને પરિવારને ઘેરી લીધા હતા. આ જોઈને અમિતાભની પૌત્રી આરાધ્ય થોડી ગભરાઈ પણ ગઈ હતી. આ રાંધ્યા કયારેક તેની મા ઐશ્વર્યની પાછળ તો કયારેક પિતા અભિષેકની પાછળ છુપાતી પણ જોવા મળી. ભીડને ધીમે ધીમે ઓછી કરતા મુશ્કેલીથી અમિતાભ અને પરિવારજનો ગાડી સુધી પહોંચ્યા હતા.

Image Source

બચ્ચન પરિવાર ભોપાલમાં જહાંનુમા રિટ્રીટમાં રોકાયો હતો, પોતાના સાસુનો જન્મ દિવસ ઉજવી અને અમિતાભ સાંજે જ મુંબઈ પાછા જવા રવાના પણ થઈ ગયા હતા.

Image Source

અમિતાભ બચ્ચનના સાસુ ઇન્દિરા હવે ભોપાલમાં એકલા જ રહે છે. અભિષેક અને ઐશ્વર્યા તેમને અવાર નવાર મળવા માટે પણ આવતા રહે છે. જાય બચ્ચન પણ નવરાત્રીમાં ભોપાલના કાળીવાળી મંદિરી અંદર યોજાતા સિંદૂર ખેલ કાર્યક્રમમાં પણ આવી ચુકી છે.

Image Source

અમિતાભના પરિવાર સાથે ઈન્દીરાના જન્મ દિવસના પ્રસંગમાં ઈન્દીરાની બીજી બે દીકરીઓ રીટા વર્મા તેમના પતિ રાજીવ વર્મા સાથે અને નાની દીકરી નીતા પોતાના પતિ હોવર્ડ રોસ સાથે નજરમાં આવ્યા હતા.

Author: thegujjurocks.in