બૉલીવુડ

અભિષેક બચ્ચન પહેલા આ 6 લોકોને પણ પોતાનું દિલ આપી ચુકી છે ઐશ્વર્યા રાય, એકને તો બોલીવુડમાં ચાન્સ મળતા જ છોડી દીધો

બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય તેની સુંદરતા માટે જાણીતી છે. આજે તે બચ્ચન પરિવારની સંસ્કારી વહુ તરીકે ઓળખવામાં આવે છે. તેને અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા છે, પરંતુ એ પહેલા પણ બોલીવુડમાં તેના સલમાન અને વિવેક સાથેની અફેરની ખબરો આપણે સાંભળી છે. પરંતુ એ સિવાય પણ ઐશ્વર્યાએ બીજા પણ લોકોને પોતાનું દિલ આપ્યું હતું. ચાલો જોઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ.

Image Source

1. રાજીવ મુલચંદાની:
સલમાન અને વિવેક પહેલા ઐશ્વર્યાના જીવનમાં આવેલા પહેલા વ્યક્તિનું નામ છે રાજીવ મુલચંદાની. આ એ દિવસોની વાત છે જયારે ઐશ્વર્યા અભિનયનમાં નહિ પરંતુ મોડેલિંગ ક્ષેત્રમાં પગ જમાવી રહી હતી. એ દિવસોમાં જ રાજીવ મુલચંદાની અને ઐશ્વર્યા નજીક આવ્યા. પરંતુ જયારે ઐશ્વર્યા મિસ વર્લ્ડ બની ત્યારે તે રાજીવથી દૂર થવા લાગી. અને થોડા જ સમયમાં તેનું રાજીવ સાથે બ્રેકઅપ થઇ ગયું. રાજીવનું અફેર થોડા સમય માટે અભિનેત્રી મનીષા કોઈરાલા સાથે પણ હતું.

Image Source

2. હેમંત ત્રિવેદી:
ફેશન ડિઝાઈનર હેમંત ત્રિવેદી એજ વ્યક્તિ છે જેનું ડિઝાઇન કરેલું ગાઉન પહેરીને ઐશ્વર્યા મિસ વર્લ્ડ બની હતી. જ્યારે ઐશ્વર્યાના માથા ઉપર મિસ વર્લ્ડનો તાજ આવ્યો ત્યારે પણ તેનું નામ હેમંત ત્રિવેદી સાથે જોડાયું હતું.

Image Source

3. અક્ષય ખન્ના:
રૂપ સુંદરી ઐશ્વર્યાનું દિલ અભિનેતા અક્ષય ખન્ના ઉપર પણ આવી ગયું હતું. ફિલ્મ “આ અબ લોટ ચલે” ફિલ્મના શૂટિંગ દરમિયાન તે બંને એકબીજાની નજીક આવ્યા હતા, ત્યારબાદ બંનેએ ફિલ્મ “તાલ”માં પણ સાથે કામ કર્યું હતું. એવું પણ કહેવાય છે કે ઐશ્વર્યાએ સલમાનના કારણે અક્ષય ખન્નાને છોડી દીધો હતો.

Image Source

4. સલમાન ખાન:
ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ”ના સેટ ઉપર જ સલમાન પોતાનું દિલ ઐશ્વર્યાને આપી ચુક્યો હતો. આ બનેંની પ્રેમની ચર્ચાઓ આજે પણ જગ જાહેર છે, ઘણા લોકો તો એ સમય એવું માની રહ્યા હતા કે સલમાન અને ઐશ્વર્યા લગ્નના બંધનમાં બંધાઈ જશે, પરંતુ અચાનક જ સલમાન અને ઐશ્વર્યનું બ્રેકઅપ થઇ ગયું, ઐશ્વર્યાએ સલામનની હરકતોને કારણ જણાવ્યું હતું.

Image Source

5. વિવેક ઓબેરોય:
સલમાન ખાન સાથે થયેલા બ્રેકઅપ બાદ ઐશ્વર્યા તૂટી ગઈ હતી. તેને સહારો આપ્યો વિવેક ઓબેરોયે. ફિલ્મ “કયો હો ગયા ના” સેટ ઉપર વિવેક અને ઐશ્વર્યા એક બીજાની નજીક આવ્યા. દુનિયાને પણ તેમની આ નજીકતા જોવા મળી રહી હતી. પરંતુ જેવી ઐશ્વર્યા અને વિવેકના અફેરની ખબરો ઉડવા લાગી સલમાન ખાને વિવેકને ધમકીઓ આપવાનું શરુ કરી દીધું. ત્યારબાદ વિવેકે એક પ્રેસ કોન્ફરન્સમાં સલમાન વિરુદ્ધ નિવેદન પણ આપ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ બાદ ઐશ્વર્યા વિવેકથી પણ દૂર થઇ ગઈ. અને બંનેનું બ્રેકઅપ થઇ ગયું.

Image Source

6. અભિષકે બચ્ચન:
છેલ્લે ઐશ્વર્યાના જીવનમાં તેનો જીવનસાથી બનીને આવ્યો અભિનેતા અભિષેક બચ્ચન અને બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા અને ઐશ્વર્યા બચ્ચન પરિવારની વહુ બની ગઈ. ફિલ્મ “ગુરુ”ના શૂટિંગ દરમિયાન અભિષેકે ઐશ્વર્યાને લગ્ન માટેનો પ્રસ્તાવ આપ્યો અને ઐશ્વર્યા પણ ના ન કહી શકી. બંને આજે સુખી લગ્ન જીવન વિતાવી રહ્યા છે અને હવે તેમને આરાધ્યા નામની એક દીકરી પણ છે.