ન્યુઝ

સાસુ પોતાના પતિના જ બિઝનેસ પાર્ટનર સાથે માણી રહી હતી કામલીલા, દીકરાની વહુએ જોઈ લીધું, પછી જે બન્યું તે હોશ ઉડાવી દે તેવું છે

વહુરાણી તેની સાસુમાંને સસરાના બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ અને પછી જે થયું

એક જ પરિવારની અંદર અણબનાવો બનવાના ઘણા સમાચારો સોશિયલ મીડિયા અને સમાચાર પત્રોમાં વાયરલ થતા હોય છે આપણે પણ આવા સમાચાર સાંભળીને ઘણીવાર દંગ રહી જતા હોઈએ છીએ, ત્યારે હાલ અમદાવાદમાંથી એક ચોંકવનારા સમાચાર સામે આવ્યા છે.

Image Source

જેમાં અમદાવાદમાં રહેતી એક પરિણત મહિલાને તરસ લગતા તે રૂમની બહાર નીકળી અને પાણી પીવા જતી હતી ત્યારે જ તેને પોતાની સાસુની રૂમની અંદર નજર કરતા તેના સાસુ તેના પતિના બિઝનેસ પાર્ટનર સાથે કામલીલા માણી રહ્યા હતા અને કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા.

Image Source

આ ઘટનાની જાણ તેને પોતાના પતિને કરી ત્યારે પતિએ પણ તેની પત્નીનો પક્ષ લેવાના બદલે તેને જ ધમકાવી હતી. અને તેના પતિએ તેને મોઢું બંધ રાખવા માટે જણાવ્યું હતું. સાથે એમ પણ કહ્યું હતું કે તેના પિતાના બિઝનેસ પાર્ટનરે તેમને 30 લાખ રૂપિયાની મદદ કરી છે તેના બદલામાં જ તેની માતા તે બિઝનેસ પાર્ટનર સાથે આડા સંબંધો રાખી રહી છે. જો તે તેના પિયરમાંથી 30 લાખ લઇ આવે તો તે બિઝનેસ પાર્ટનર ઘરે આવવાનું બંધ કરી દેશે.

Image Source

તો મહિલા પણ જ્યારે તેના સાસુને રૂમની અંદર કઢંગી હાલતમાં જોઈ ગઈ હતી ત્યારે સાસુએ પણ તેને રૂમમાં જોઈ લીધી હતી. ત્યારે તેને મોઢું બંધ રાખવાની ધમકી સાથે મારીને ઠેકાણે પાડી દેવાની વાત પણ જણાવી હતી.

આ પરણિત મહિલાના લગ્ન વર્ષ 2017માં અમદાવાદના જ એક યુવક સાથે થયા હતા. યુવતીના પિતાએ લગ્નમાં 50 લાખનું કરિયાવર પણ આપ્યું હતું. લગ્નના થોડા જ સમય બાદ તેના પતિએ તેની પાસે પિયરમાંથી એક્ટિવા પણ મંગાવ્યું હતું. પુત્રીનું ઘર ન તૂટે એ માટે યુવતીને તેના પિતાએ એક્ટિવા લઈ આપ્યું હતું. એ છતાં તેમણે વધુ માંગણીઓ ચાલુ રહી હતી.

Image Source

સાસરિયાના માનસિક અને શારીરિક ત્રાસ તેમજ દહેજ માટેની વારંવારની મંગણીઓથી યુવતી કંટાળી ગઈ હતી. અને તેના સાસુના આડા સંબંધોની જાણ તેને થયા બાદ વધુ પજવણી કરવામાં આવતી હોય તે પરણિત યુવતીએ પોલીસ સ્ટેશનમાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.