બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ જાળવી રાખવા માટે સખત મહેનતની જરૂર પડતી હોય છે. સારા દેખાવથી જ ટકી નથી રહેવાતું. બોલીવુડમાં ઘણા એવા કલાકારો પણ આવ્યા જે દેખાવમાં તો સારા હતા પરંતુ ટેલેન્ટના અભાવના કારણે તેમને પ્રસિદ્ધિ મળી નહીં.

ઘણા કલાકારો શરૂઆતની ફિલ્મોમાં ખુબ જ સફળ રહ્યા પરંતુ ધીમે ધીમે તેમની કારકિર્દી પણ ઓછી થતી ગઈ. તો બોલિવુડની અંદર કોમેડી અભિનેતાઓ તો ઘણા મળી જશે, પરંતુ કોમેડી કરી શકે એવી અભિનેત્રીઓ ખુબ જ ઓછી એવી જ એક ગુજરાતી મૂળની અભિનેત્રી છે જેને ગુજરાતી ફિલ્મો ઉપરાંત બોલીવુડની ઘણી ફિલ્મોમાં પણ પોતાની વાક્છટાથી દર્શકોને ખુબ જ હસાવ્યા છે.

આ અભિનેત્રી છે કેતકી દવે જેને ફિલ્મ “આમદની અઠન્ની, ખર્ચા રૂપૈયા”ની અંદર જોની લીવરની પત્નીનો અભિનય કર્યો હતો અને પોતાની હાસ્ય કળાથી દર્શકોને ખુબ હસાવ્યા હતા. આ અભિનેત્રી ભલે ફિલ્મોમાં ખુબ જ સાદી અને સરળ દેખાય પરંતુ અસલ જીવનમાં તે ખુબ જ ગ્લમેરેસ છે.

કેતકીનો જન્મ 13 ઓગસ્ટ 1960ના રોજ મુંબઈની અંદર થયો હતો. તેને 75થી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. બોલીવુડની ફિલ્મોની જો વાત કરવામાં આવે તો તેને “આમદની અઠન્ની, ખર્ચા રૂપૈયા”, “કલ હો ના હો” “હેલ્લો” જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

આ ઉપરાંત કેતકી ઘણી ધારાવાહિકોમાં માતાના અભિનય તરીકે પણ નજર આવે છે. દર્શકો તેની કોમેડી અને તેના અભિનયના દીવાના છે. કેતકીનો સૌથી પ્રખ્યાત ડાયલોગ “અરરરર…” છે. જેને સાંભળીને દર્શકો ખુબ જ ખુશ થાય છે.

થોડા સમય પહેલા જ કેતકીની કેટલીક ગ્લેમરએસ તસવીરો સામે આવી હતી જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. તે સુંદર દેખાવની સાથે ખુબ જ સ્ટાઈલિશ પણ છે. અસલ જીવનમાં કેતકી ફિલ્મો અને ધારાવાહિકની દુનિયા કરતા સાવ અલગ દેખાય છે.

કેતકીના લગ્ન અભિનેતા રસિક દવે સાથે થયા છે. તેમની દીકરીનું નામ રિદ્ધિ દવે છે. રિદ્ધિ પણ તેની માતાની જેમ જ એક અભિનેત્રી છે. કેતકી દવેએ પોતાના અભિનય દ્વારા જ ઇન્ડસ્ટ્રીમાં ખુબ મોટું નામ મેળવ્યું છે.