ન્યુઝ

આલિયા ભટ્ટથી લઈને કરીના સુધી બોલીવુડની આ 7 અભિનેત્રીઓ પહેલા આવી લાગતી, પછી કર્યું ગજબનું ટ્રાન્ફોર્મેશન

આપણે બોલિવૂડમાં જોયું છે કે જયારે પણ કોઈ અભિનેતા કે અભિનેત્રી ડેબ્યુ કરે અને પછી હિટ થાય એ પછી અમુક જ વર્ષોમાં તેમનો દેખાવ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. તેમના રંગરૂપ સદંતર જ બદલાઈ જાય છે અને પહેલી ફિલ્મ અને એ પછીની ફિલ્મોમાં તેમના દેખાવમાં જમીન આકાશનું અંતર જોવા મળે છે. ત્યારે આજે વાત કરીએ એવા બોલિવૂડ વિશે કે જેમને પોતાનું વજન ઘટાડીને તેમનો દેખાવ બદલ્યો છે. તેઓ પહેલા જાડા હતા અને પછી આજે ખૂબ જ અલગ દેખાય છે.

ભૂમિ પેડનેકર –

Image source

બોલિવૂડની ખૂબ જ પસંદ કરવામાં આવેલી ફિલ્મોમાંની એક ફિલ્મ દમ લાગે કે હઈસાથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર ભૂમિ પેડનેકર, તેની પહેલી ફિલ્મમાં ખૂબ જ જાડી હતી. પણ જેવી આ ફિલ્મ રિલીઝ થઇ એ પછી તરત જ તેને પોતાની જાતને ફિટ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી અને હવે તે ખૂબ જ ફિટ અને સુંદર દેખાય છે.

આલિયા ભટ્ટ –

Image source

બધા જ જાણે છે કે આલિયા ભટ્ટ ફિલ્મોમાં આવી એ પહેલા જાડી હતી. આલિયા ભટ્ટે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં ડેબ્યુ કરતા પહેલા ત્રણ મહિનામાં જ 16 કિલો વજન ઉતાર્યું હતું. એ એટલી ફિટ ન હતી પણ તેને પોતાની જાતને ખૂબ જ સારી રીતે રજૂ કરી હતી. હવે તે ફિટ છે અને તેને હવે જિમ જવાનો કીડો પણ લાગી ગયો છે. તેને પિતા મહેશ ભટ્ટની દેખરેખમાં ચુસ્ત ડાયેટ ફોલો કરી હતી.

સોનાક્ષી સિંહા –

Image source

સોનાક્ષી સિંહા અભિનય ક્ષેત્રમાં આવી એ પહેલા તેનું વજન 90 કિલો હતું. એ પછી જયારે તેને સલમાન ખાનની ફિલ્મ દબંગથી ડેબ્યુ કર્યું ત્યારે તેને 30 કિલો વજન ઘટાડ્યું હતું. હવે તેને વધુ વજન ઘટાડ્યું છે અને હવે તે સુપર ફિટ દેખાય છે. એ જિમ જાય છે સખત વર્કઆઉટ કરે છે જેથી તે ફિટ દેખાઈ શકે.

સોનમ કપૂર –

Image source

બોલિવૂડની સ્ટાઇલ આઇકોન જેને કહેવાય છે એ અભિનેત્રી સોનમ કપૂર પણ એક સમયે ખૂબ જ જાડી હતી. સોનમ કપૂર તેના અભિનય કરતા તેના કપડાઓ માટે વધુ પ્રખ્યાત છે. તે ફિલ્મ સાંવરિયામાં આવી એ પહેલા તેનું વજન 86 કિલો હતું. ફિલ્મમાં તેના લૂક માટે તેને 30 કિલો વજન ઘટાડ્યું હતું.

પરિણીતી ચોપરા –

Image source

એક સમયે પરિણીતી ચોપરા પણ તેના વધારે વજનને કારણે આલોચનાનો ભોગ બની હતી. એ ફક્ત ચબી જ નહિ, જાડી હતી. એ પછી તેને સખત મહેનત કરી, કસરત કરી અને પછી તેના નવા અવતાર સાથે ગીત જાનેમન આહથી બધાને જ ચોંકાવી દીધા હતા.

કરીના કપૂર-

Image source

કરીના કપૂર પણ ફિલ્મમાં આવતા પહેલા બહુ જ જાડી હતી. કરીનાએ ઝીરો ફિગર માટે તનતોડ મહેનત કરી હતી. કરીનાએ વર્કઆઉટ કરીને 20 કિલો વજન ઘટાડ્યું હતું.

સારા અલી ખાન-

Image source

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી સારા અલી ખાન પણ ફિલ્મોમાં આવતા પહેલા જાડી હતી. સારા અલી ખાનની વજન 96 કિલો હતું. સારા અલી ખાને તનતોડ મહેનત અને વર્કઆઉટ કરીને જવન ઘટાડયું છે.

Author: thegujjurocks.in