બૉલીવુડ

બૉલીવુડ માફિયાઓએ બરબાદ કરી નાખી આ 5 અભિનેતાઓની કારકિર્દી, હવે ઈન્ડસ્ટ્રીથી રહે છે દૂર

બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા પ્રકારના કલાકારો રહ્યા છે જેમણે પોતાના અભિનયના દમ પર ખુબ નામના મેળવી અને આજે પણ ક્યાંક ને ક્યાંક તેઓ સક્રિય છે. જેમાના અમુક એવા પણ છે કે જેમણે શરૂઆતમાં તો ઘણી હિટ ફિલ્મો આપી અને લોકોના દિલોમાં રાજ કર્યું પણ પછી ધીમે ધીમે તેઓને ફિલ્મો મળવાનું બંધ થઇ ગયું અને અન્ય કારકિર્દીમાં જોડાઈ ગયા. આવો તો જણાવીએ આવા અભિનેતાઓ વિશે જેમણે ના તો ફિલ્મમા કામ માંગ્યું કે ન તો તેને કોઈ ફિલ્મ મળી રહી છે.

1. બૉબી દેઓલ:
90 ના દશકમાં અભિનેતા બૉબી દેઓલ પણ હિટ અભિનેતાઓમાંના એક હતા. જો કે હવે બૉબી એકપણ ફિલ્મમાં જોવા નથી મળતા અને ન તો પોતાના તરફથી કામની કોઈ માંગ કરી હતી. જો કે બૉબી દેઓલ હાઉસફુલ-4 અને વેબસિરીઝ આશ્રમમાં જોવા મળ્યા હતા.

2. સની દેઓલ:
કરોડોની સંપત્તિના માલિક સની દેઓલ સાધારણ જીવન જીવવામાં માને છે. એક સમયે હિટ ફિલ્મો આપાનારા સની દેઓલ આજે ફિલ્મોથી દૂર છે અને તેણે ઈંડસ્ટ્રીમાં કામ પણ નથી માંગ્યું. ફિલ્મોથી દૂર સની દેઓલ આજે અન્ય સ્ત્રોત દ્વારા કરોડોની કમાણી કરી રહ્યા છે.

3. તુષાર કપૂર:
અભિનેતા જીતેન્દ્રના દીકરા તુષાર કપૂરે શરૂઆતમાં ઘણી ફિલ્મો કરી પણ એક અભિનેતાના સ્વરૂપે તે પોતાની છબી સ્થાપિત ન કરી શક્યા. જો કે તુષાર કપૂર ઘણી કૉમેડી વેબ સિરીઝમાં જોવા મળતા રહે છે. ફિલ્મો ન હોવા છતાં પણ તે કોઈ નિર્માતા સામે કામ માંગવા નથી જતા.

4. સુનિલ શેટ્ટી:
90 ના દશકમાં સુનિલ શેટ્ટીની ખુબ બોલબાલા હતી. તેમણે એક્શનથી લઈને કોમેડી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીની ફિલ્મ ધડકનમાં સુનિલ શેટ્ટીએ વિલેનનો કિરદાર નિભાવ્યો હતો જેમાં તેને ફિલ્મ ફેર ઍવોર્ડ પણ મળ્યો હતો. એક સમયના હિટ અભિનેતા આજે એકપણ ફિલ્મમાં જોવા નથી મળતા. એક ઈન્ટરવ્યુમાં સુનિલે કહ્યું હતું કે જો કોઈ ડાયરેક્ટર કે ફિલ્મ નિર્માતા દ્વારા બોલાવવામાં આવશે તો તે ચોક્કસ ફિલ્મોમાં કામ કરશે.

5. અક્ષય ખન્ના:
જણાવી દઈએ કે અક્ષય ખન્નાએ વિનોદ ખન્ના અને ગીતાંજલિ ખન્નાના દીકરા છે. આ હિસાબે તે ટ્વીન્કલ ખન્નાના સાવકા ભાઈ છે. એક સમયના ફેમસ અભિનેતા અક્ષય ખન્ના આજે ફિલ્મોમાં જોવા નથી મળતા. ફિલ્મ ‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ માં અક્ષય ખન્નાના નભિનયની ખુબ પ્રસંશા કરવામાં આવી હતી. અક્ષય ખન્ના ક્યારેય પણ કામ માટે કોઈપણ ડાયરેક્ટર કે પ્રોડ્યુસર પાસે નથી જતા.