બૉલીવુડ

અંડરવર્લ્ડ ડોનના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી બોલીવુડની આ સુંદર અભિનેત્રી, હોટલની રૂમની અંદરથી પકડાઈ હતી

બાપ રે: રૂપ રૂપના અંબાર કહેવાતી અભિનેત્રીએ ડોન સાથે સંબંધ બાંધ્યો, પછી કરિયરની પથારી ફરી ગઈ જુઓ તસ્વીરો

એક સમય એવો હતો કે બૉલીવુડ અને અંડરવર્લ્ડનો સીધો જ સંબંધ હતો, બોલીવુડની ઘણી અભિનેત્રીઓના નામ અંડરવર્લ્ડના લોકો સાથે જોડાવમાં આવતા હતા. ઘણા અભિનેતાઓને પણ અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ પણ મળતી હતી. આ જ અરસામાં બોલીવુડની એક સુંદર અભિનેત્રી મોનીકા બેદીનું નામ પણ અંડરવર્લ્ડ ડોન અબુ સલેમ સાથે જોડાયું હતું. અબુ સલેમ 1993માં મુંબઈમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટનો આરોપી હતો.

Image Source

અબુ સલેમ અને મોનીકા બેદીની લવ સ્ટોરી પણ એ સમયે ખુબ જ ચર્ચામાં રહી હતી. આજે તમને આ બંનેની લવ સ્ટોરીના કેટલાક રોમાંચક તથ્યો જણાવીશું, જે જાણીને તમને પણ નવાઈ લાગશે.

Image Source

એક ઇન્ટરવ્યૂની અંદર મોનિકાએ પોતે જ અબુ સલેમ અને પોતની લવ સ્ટોરી વિશે ખુલીને વાત કરી હતી. મોનીકા એક અભિનેત્રી હતી જેના કારણે સેટજ શોની ઓફર મળવામાં તેને ઘણો જ રસ હતો. મોનિકાએ જણાવ્યું હતું કે તેને અંડરવર્લ્ડમાં દાઉદ ઇબ્રાહિમ અને છોટા સકીલનું નામ સાંભળ્યું હતું પરંતુ તે હજુ અબુ સાલેમના નામથી પરિચિત નહોતી.

Image Source

1998માં મોનીકા પહેલીવાર ફોન ઉપર અબુ સલેમના સંપર્કમાં આવી હતી. મોનીકા દુબઈમાં હતી ત્યારે તેને એક સ્ટેજ શો કરવાની ઓફર મળી હતી. સ્ટેજ શો દરમિયાન અબુએ પોતાને એક કારોબારી તરીકેની ઓળખ આપી હતી અને તે નામ બદલીને ફોન કરતો હતો. પરંતુ અબુના વાત કરવાનો અંદાઝ જોઈને જ મોનીકા તેને પસંદ કરવા લાગી હતી.

Image Source

મોનિકાએ જણાવ્યું હતું કે તેને ક્યારેય એમ નહોતું વિચાર્યું કે ફોન ઉપર વાત કરતા કરતા જ તે એ વ્યક્તિને પસંદ કરવા લાગી જશે. તેની સાથે વાત કર્યા વિના તે રહી પણ નહોતી શકતી. તે આખો દિવસ તેના ફોનની રાહ જોતી હતી. અને ફોન ના આવે ત્યારે વ્યાકુળ પણ બની જતી હતી.

Image Source

રોજ ફોન ઉપર વાત કરતા મોનિકાને તે પોતાના નજીકના મિત્ર જેવો જ લાગવા લાગ્યો અને અબુને તે દરેક વાત પણ જણાવતી હતી.દુબઇમમાં શો કર્યા બાદ બંને એકબીજાની નજીક આવવા લાગ્યા હતા.  દુબઈમાં બે વાર મળ્યા પછી મોનિકાએ અબુને મુંબઈ આવવા માટે કહ્યું પરંતુ તે કોઈ બહાનું બનાવી લેતો હતો. તે દર અડધા કલાકે મોનિકાને ફોન કરતો હતો. અબુએ મોનિકાને પોતાનું અસલી નામ આર્સલન અલી જણાવ્યું હતું. અબુ દર વખતે આજ નામનો ઉપયોગ કરતો હતો.

Image Source

18 સપ્ટેમ્બર 2002ના રોજ મોનીકા અને અબુ સલમને પોર્ટુગલની એક હોટેલના એક રૂમમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ મોનિકાને જેલની સજા થઇ હતી. ખબરો એવી પણ આવી રહી હતી કે ભોપાલ જેલની અંદર મોનિકાની ખાસ દેખરેખ રાખવામાં આવતી હતી. તેના માટે હોટેલનું જમવાનું અને બ્યુટી પ્રોડેકટ્સ પણ આપવામાં આવતા હતા.

Image Source

મોનિકાની જેલની સજા તો પુરી થઇ ગઈ, પરંતુ અબુ સલમે સાથેના તેના સંબંધોએ તેનું કેરિયર બરબાદ કરી નાખ્યું હતું. ઇન્ડસ્ટ્રીમાં જે તેનું નામ હતું તે આ સંબંધથી માટીમાં મળી ગયું હતું.