OMG બૉલીવુડ

આ 7 અભિનેત્રીઓની Size ઝીરો નથી તો શું થયું, સુંદરતા અને બોલ્ડનેસના મામલામાં આપે છે દરેકને માત

મોટી મોટી સાઈઝને લીધે 7 અભિનેત્રીઓ ખુબ ફેમસ છે, જુઓ લિસ્ટ

કરીના કપૂરનાં ઝીરો સાઈજ ફિગર જોઇને જાણે કે દરેકમાં સ્લીમ દેખાવાનો જુસ્સો લાગી ગયો છે. એવામાં બોલીવુડમાં ઘણા વર્ષોથી સ્લીમ અભિનેત્રીઓ અને જીરો સાઈજનો દૌર ચાલી રહ્યો પણ છે, જેના ચાલતા ઘણી અભિનેત્રીઓએ પોતાનું વજન ઓછુ તો કર્યું પણ અમુક એક્ટ્રેસેસ આજે પણ તેવી છે, જેઓએ પોતાની પ્લસ સાઈજનાં ચાલતા ઇન્ડસ્ટ્રીમાં પોતાનો કમાલ દેખાડ્યો છે. આ પ્લસ સાઈજ ને તેઓ કોઈ શરમ નહિ પણ તેને ખુબ જ સુંદરતાથી પોતાની સાથે કેરી કરે છે.

તો ચાલો આજે અમે તમને બોલીવુડ ની તે અભિનેત્રીઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેઓએ સ્લીમ ટ્રીમ ફિગરનાં ચાલાતા બોલીવુડ નાં આ ચલણને તોડ્યો છે અને તેઓને પસંદ પણ કરવામાં આવી છે.

હંસિકા મોટવાણી
હંસિકા મોટવાણી પલ્સ સાઈઝ અભિનેત્રી પૈકી એક છે, હંસિકા મોટવાણીનો જન્મ ઓગસ્ટ 1991માં થયો હતો. હંસિકાએ તમિલ અને તેલગુ ફિલ્મમાં કામ કર્યું છે. તો હંસિકાએ બોલીવુડમાં હિમેશ રેશમિયા સાથે આપકા સુરુરમાં કામ કર્યું છે.હંસિકાએ મશહૂર ટીવી સિરિયલ શાકા લાકા બુમ-બુમથી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. હંસિકાએ તેની પહેલી સીરિયલમાં જ આગવી ઓળખ ઉભી કરી લીધી હતી. હંસિકાએ શાકા લાકા બુમ-બુમ બાદ સિરિયલ દેશ મેં નિકલા હોગા ચાંદમાં નજરે આવી હતી. જેમાં તેના કામને વખાણવામાં આવ્યું હતું. ત્યારબાદ હંસિકા ફિલ્મ કોઈ મિલ ગયામાં નજરે આવી હતી. જેમાં ઋતિક રોશન અને પ્રીતિ ઝીંટા લીડ રોલમાં હતા. હંસિકા હિન્દી ફિલ્મ સિવાય તેલેગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. હંસિકાએ 2007માં તેલેગુ Desamuduruથી ડેબ્યુ કર્યું હતું. જેના માટે તેને બેસ્ટ ફિમેલ ડેબ્યુ સાઉથ ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.તે જ વર્ષે હંસિકાએ બૉલીવુડમાં હિમેશ રેશમિયા સાથે ફિલ્મ ફિલ્મ આપ કા સુરુરથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. 2011માં તેને ફિલ્મ Mappillai તમિલ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં તે ધનુષના વિરુદ્ધ નજરમાં આવ્યો હતો. ત્યારબાદ Engeyum Kadhalમાં કામ કર્યું હતું. જે સુપરહિટ સાબિત થઇ હતી.હંસિકા મોટવાણી કોઈ કારણોને કારણે વિવાદમાં રહે છે. થોડા સમય પહેલા તેની બિકીની વળી ફોટો લીક થઇ હતી.બિગબોસમાં હિના ખાન અને હંસિકા મોટવાણી સાઉથની અભિનેત્રીને લઈને વિવવાદ થયો હતો. જેમાં હંસિકા મોટવાણીએ તેને જડબાતોબ જવાબ આપ્યો હતો.

પરિણીતી ચોપરા
પરિણીતી ચોપરા ફેમસ યંગ બી ટાઉન એક્ટર્સ છે. પરિણીતી તેની એક્ટીંગ અને ટેલેન્ટના કારણે લોકોના મગજમાં છવાઈ ગઈ છે. પરિણીતી ચોપરા પણ પ્લસ સાઈઝ એક્ટર્સ છે.બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા આજકાલ તેની ફિલ્મને લઈને બહુજ ચર્ચામાં છે.પરિણીતી બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલની બાયોપિકમાં નજરે આવશે. તેના માટે તનતોડ મહેનત કરે છે. તો બીજી તરફ પરિણીતી બેડમિન્ટન રમવાનું શીખી રહી છે. હાલમાં જ પરિણીતી નેહા ધૂપિયા ના ચેટ શો બીએફએફવિદ વોગમાં પહોંચી ઘણા મુદ્દા પર ખુલીને ચર્ચા કરી હતી.

શો દરમિયાન પરિણીતીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે થયેલા તેની બહેન પ્રિયંકા ચોપડાના લગ્નમાં તેને ઘણા પૈસા મળ્યા હતા.પરિણીતીએ જૂતા ચોરવાની રસમ કરી હતી. આ રસમ માટે તેને 37 કરોડ રૂપિયા માંગ્યા હતા. જવાબમાં પ્રિયંકાના પતિ એટલેકે નિક જોન્સે ડબલ પૈસા આપ્યા હતા. સાથોસાથ નિકે એક ડાયમંડની રિંગ પણ આપી હતી. વધુમાં પરિણીતીએ જણાવ્યું હતું કે,નિક બહુજ દયાળુ છે. જૂતા ચોરવાની રસમમાં તેઓએ ડોલર અને રૂપિયામાં ઘણા લાખ રૂપિયા આપ્યા હતા.અને સાથે એક બેગ પણ આપી હતી.

સોનાક્ષી સિન્હા
દબંગ ગર્લ તરીકે જાણીતી સોનાક્ષી સિન્હાની ગણતરી પણ પ્લસ સાઈઝ અભિનેત્રીમાં થાય છે. સોનાક્ષી સિંહાનો જન્મ 2 જૂન 1987ના રોજ થયો છે. સોનાક્ષી સિંહાએ દબંગ, સન ઓફ સરદાર, રાવડી રાઠોર, હોલીડે અને લુટેરા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.દેશના સૌથી લોકપ્રિય અને સદીના મહાનાયક અમિતાભજી દ્વારા હોસ્ટ કરવામાં આવતો શો ‘કૌન બનેગા કરોડપતિ-11’ ના તાજેતરના જ કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં હોટ સીટ પર રૂમાદેવીની સાથે બૉલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા પણ તેનો સાથ આપવા માટે કન્ટેસ્ટેન્ટના સ્વરૂપે બેઠેલી જોવા મળી હતી. જો કે સોનાક્ષીનો રૂમાદેવીનો આવો સાથ તેને નકારાતમક લાઇમલાઇટમાં લઇ આવ્યો.વાત કંઈક એવી છે કે શો ના દરમિયાન સોનાક્ષી ‘રામાયણ’ સાથે જોડાયેલા એકદમ સહેલા પ્રશ્નનો જવાબ પણ આપી શકી ન હતી. આ સવાલ પર લાઈફલાઈનનો ઉપીયોગ કરવા પર સોનાક્ષીની સોશિયલ મીડિયા પર ખુબ આલોચના થઇ રહી છે.સોનાક્ષીને આ સહેલા પ્રશ્નનો જવાબ પણ આવડતો ન હતો. એવામાં સોનાક્ષીએ લાઈફલાઈન લેવાનું ઉચિત સમજ્યું. જેના માટે સોનાક્ષીએ એક્સપર્ટ એડવાઈઝરની મદદ લીધી અને પ્રશ્નનો સાચો જવાબ B. લક્ષ્મણ આપ્યો.

વિદ્યા બાલન:
વિદ્યા બાલન પ્લસ સાઈઝ અભિનેત્રી માની એક છે. શરૂઆતમાં તેને આ ફિગરને લઈને ઘણી એવી આલોચના પણ જેલવી પડી હતી, પણ તેણે પોતાના અભિનયનાં બલ પર ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી હતી. તેમણે પોતાના બોલ્ડનેસ ને લઈને સ્લીમ હિરોઈનોને પણ પાછળ છોડી દીધી હતી.હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં વિદ્યા બાલને તે સમયનો ખુલાસો કર્યો જયારે તેમને હાથમાંથી એક નહીં બે નહીં પણ 12 પ્રોજેક્ટસ જતા રહ્યા હતા. આ ઉપરાંત વિદ્યાએ એક ડાયરેક્ટર વિશે જણાવતા એક મોટો ખુલાસો કર્યો કે કેમ તે એક સમયે પોતાનો ચહેરો અરીસામાં જોતા પણ ડરતી હતી. તેમને જણાવ્યું કે મને યાદ છે કે એક સમયે હું ચેન્નઈ કામના કારણે એક ડાયરેકટરને મળવા ગઈ હતી. પરંતુ તે ડાયરેક્ટ મારો ફાયદો ઉઠાવવા માંગતો હતો.

તેમને આગળ જણાવતા કહ્યું, “મેં તેમને કહ્યું કે ચાલો કોફી શોપમાં બેસીને વાત કરીએ. તે વારંવાર મને રૂમમાં જવા માટે કહેતો હતો. તેને કહ્યું કે તેને મારી સાથે વાત કરવી છે અને આપણે રૂમમાં જવું જઈએ. ત્યારે હું તેના વિચારો જાણી ગઈ હતી અને હું તેમની સાથે રૂમમાં ગઈ પરંતુ મેં દરવાજો ખુલ્લો રાખ્યો. તે કઈપણ બોલ્યા વગર 5 મિનિટ બેઠો રહ્યો અને ત્યાંથી જતો રહ્યો.” જણાવી દઈએ કે વિદ્યા ખુબ જ લાંબા સમયથી આ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. વિદ્યા બાલને એવી એવી ફિલ્મો કરી છે જેને બોક્સ ઓફિસની પર તો ધમાલ મચાવી જ છે પણ તેની સાથે સાથે લાખો લોકોના દિલ પણ જીતી લીધા હતા. હાલમાં જ વિદ્યા બાલનની ફિલ્મ મિશન મંગલ રિલીઝ થઇ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 170 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મમાં વિદ્યાની સાથે અક્ષય કુમાર, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી અને નિત્ય મેનન છે.

હાલતો વિદ્યા બાલનની ફિલ્મ ‘મિશન મંગલ’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.ફિલ્મમાં વિદ્યા બાલનના અભિનયના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે.લગ્ન પછી વિદ્યા અમુક જ ફિલ્મોમાં જોવા મળી છે.વર્ષ 2012 માં તેના લગ્ન પછીથી જ તેની પ્રેગ્નેન્સીની ખબરો ચર્ચામાં રહેતી હતી.હવે વિદ્યા બાલને આ બાબત પર પોતાની ચુપ્પી તોડી છે અને હકીકત જણાવી છે.
એક ઈન્ટરવ્યુંમાં વિદ્યા બાલને કહ્યું કે લગ્ન પછીથી જ તે આવી અફવાઓનો સામનો કરી રહી છે, તેણે કહ્યું કે તે પ્રેગ્નેન્ટ નથી અને તેને એવું કહેવામાં કોઈ શરમ નથી કે તેનું પેટ અન્ય અભિનેત્રીઓની જેમ ફ્લેટ નથી.વિદ્યાએ કહ્યું કે તેને લીધે જ આવી ખબરો આવતી રહે છે. એક ઇન્ટરવ્યૂમાં જ્યારે વિદ્યાને પૂછવામાં આવ્યું કે આગળના ત્રણ વર્ષથી તેની પ્રેગ્નેન્સીને લઈને ખબરો આવતી રહી છે તો જવાબમાં વિદ્યાએ કહ્યું કે,”ત્રણ વર્ષથી નહિ પણ સાત વર્ષથી,જ્યારથી મારા લગ્ન થયા છે”.વિદ્યાએ કહ્યું કે તેને આગળના સાત વર્ષથી આવી ઘણી અફવાઓનો સામનો કરવો પડ્યો હતો,તેણે કહ્યું કે જ્યારે પહેલી વાર આવી અફવા આવી ત્યારે અમારા લગ્નને માત્ર એક જ મહિનો થયો હતો.

હુમા કુરૈશી:
‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ થી બોલીવુડમાં કદમ રાખનારી હુમા ને આજે કોણ નહિ ઓળખ્યું હોય. તેની ગણતરી પણ પ્લસ સાઈજ માં થાય છે, પણ તે તેમાં પણ ખુબ જ સુંદર લાગે છે. ગયા વર્ષે બૉલીવુડ અભિનેત્રી હુમા કુરેશી ટીવી રિયાલિટી શો ‘ઈંડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ’ને જજ કરી રહી હતી . શોમાં હુમાએ સોનાલી બેન્દ્રેની જગ્યા લીધી હતી. એક્ટિંગ બેઝ્ડ રિયાલિટી શોને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. પરંતુ હાલમાં જ સેટ પર કંઈ એવું થયું કે હુમા કુરેશી સેટ છોડીને જતી રહી હતી. એક્ટર અને ડાન્સર શાંતનુ મહેશ્વરીએ શોમાં હુમા કુરેશીની તારીફના પુલ બાંધ્યા હતા જેના કારણે હુમા સેટ છોડીને જતી રહી. શૂટિંગ દરમિયાન શાંતનુએ હુમાની ફિલ્મ ‘એક થી ડાયન’ વિશે વાત કરી હતી.તમને જણાવી દઈએ કે અભિનેત્રી હુમા કુરૈશી ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાના વર્કઆઉટના ફોટોઝ અને વિડીયોઝ શેર કરતી હોય છે. જેને જોઈને તેના ફેન્સ તેને વધુ પસંદ કરે છે. હુમાના આ વિડીયો જોઈ તેના ચાહકો પણ ઘણી બધી ફિટનેસ ટિપ્સ લેતા રહે છે. હુમાના ફિટનેસ વિડીયોઝ જોઈને તેને ફિટનેસ ફ્રીક કહેવી જરાય ખોટું નથી.

ભૂમિ પેડનેકર:
પ્લસ સાઈઝ  અભિનેત્રીઓ માટે આઇકોન બનેલી ભૂમિ પેડનેકરને આ બોલીવુડ ઇન્ડસ્ટ્રીએ ખુબ પસંદ કરેલી છે. ‘દમ લગા કે હઈશા’ ની વાત કરીએ કે અક્ષય કુમારની સાથે ‘ટોઇલેટ-એક પ્રેમ કથા’ માં તે પ્લસ સાઈજમાં નજરમાં આવી હતી, પણ પોતાના સફળ અભિનયનાં દમ પર તેમણે પોતાની ઓળખાણ બનાવી હતી.પોતાની પહેલી જ ફીલ્મથી ભૂમિએ દરેક કોઈનું દિલ જીતી લીધું હતું. ભૂમિને આ ફિલ્મ માટે ફિલ્મફેરનો એવોર્ડ પણ મળી ચુક્યો છે. આ એવોર્ડને લેવા માટે જ્યારે ભૂમિ સ્ટેજ પર પહોંચી તો તેને જોઈને ત્યાં હાજર દરેક લોકો હેરાન જ રહી ગયા હતા.કેમ કે આ ફિલ્મ પછી ભૂમિએ પોતાનું વજન ખુબ ઓછું કરી નાખ્યું હતું. ફિલ્મમાં એકદમ મોટી દેખાતી ભૂમિને અચાનક જ એકદમ આકર્ષક અને સ્લિમ ફિગર જોઈને દરેક ચોંકી ગયા હતા.

અમુક સમય પહેલા જ ભૂમિ પેડનેકરની રિલીઝ થયેલી ફિલ્મ ‘સોનચીડિયા’માં ભૂમિ પેડનેકરના અભિનયના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. ભૂમિ તેના મજબૂત અભિનય માટે જાણીતી છે,સાથે તેના વજન ઘટાડવાની સફર પણ તમારા માટે પ્રેરણાત્મક સાબિત થશે. તેને તેના ટ્રાન્સફોર્મેશનથી દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા છે અને સરપ્રાઈઝ પણ આપી છે. માત્ર 4 મહિનામાં 21 કિલો વજન ઘટાડયું હતું. તેમણે સોશિયલ મીડિયા પર વજન ઘટાડવા માટેની ટિપ્સ પણ શેર કરી હતી. જાણો કેવી રીતે ભૂમિએ પોતાનું વજન ઘટાડયું. આ ટીપ્સ તમને પણ ઉપયોગી થશે.

બોલિવૂડમાં બોલિવૂડની ખૂબ જ પસંદ કરવામાં આવેલી ફિલ્મોમાંની એક ફિલ્મ દમ લાગે કે હઈસાથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર ભૂમિ પેડનેકર, તેની પહેલી ફિલ્મમાં ખૂબ જ જાડી હતી. પણ જેવી આ ફિલ્મ રિલીઝ થઇ એ પછી તરત જ તેને પોતાની જાતને ફિટ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી અને હવે તે ખૂબ જ ફિટ અને સુંદર દેખાય છે.

પેડનેકરે જલ્દીથી પોતાની અલગ ઓળખાણ બનાવે છે. તેમની જુડવા બહેનની વાત કરી એ તો તે હાલમાં પોતાના ભણતરમાં પૂરું કરે છે. પણ સ્ટાઇલ અને ફેશનની વાત કરીએ તો જેસી પોતાની બહેન કરતા પણ આગળ છે.

આયશા ટાકિયા:
આયશા ટાકિયાને બોલીવુડ માં સૌથી અધિક સફળતાની સાથે વોન્ટેડ જેવી ફિલ્મોની મદદથી મળી હતી. જો કે હાલ આયશા આગળના અમુક વર્ષોથી બોલીવુડ દુનિયાથી દુર રહેવા લાગી છે. પણ પોતાની ક્યુટનેસને લઈને આ અભિનેત્રીએ ઘણા લોકોના દિલ જીતી લીધા હતા.

પહેલા મોડલ્સ જીરો સાઈજ માટે દિવસ-રાત પસીનો વહાવ્યો છે, પણ હાલ આ દૌર બદલાઈ ગઈ છે. પ્લસ સાઇઝનો  ક્રેઝ  હવે ભારતમાં પણ પોતાનો રોપ જમાવી રહ્યો છે.જણાવી દઈએ કે આયશા ટાકિયા ભારતીય ફિલ્મ અભિનેત્રી હોવાની સાથે સાથે એક મૉડલ પણ છે. પુરા દેશમાં તેના લાખો ફૈન છે. આયશાએ પોતાના અભિનયની સાથે સાથે પોતાની સુંદરતાથી પણ બોલીવુડમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે.હાલના સમયે ભલે આયશા બૉલીવુડ ફિલ્મોથી દૂર હોય પણ તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે,અને લગાતાર પોતાના ફેન્સ માટે પોતાના પતિ અને દીકરા સાથેની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.આયશાનો જન્મ 10 એપ્રિલ 1986 ના રોજ મુંબઈમાં મહારાષ્ટ્રમાં થયો હતો. આયેશાએ પોતાના કેરિયરની શરૂઆત અજય દેવગન સાથેની ફિલ્મ ‘ટાર્ઝન-ધ વન્ડર કાર’થી કરી હતી. જેના માટે તેને બેસ્ટ ફિમેલ ડેબ્યુ એવોર્ડ પણ મળી ચુક્યો છે.

બોલીવુડમાં આયશા વોન્ટેડ ગર્લના નામથી પણ ઓળખવામાં આવે છે. આયશાએ 1 માર્ચ 2009 ના રોજ મુંબઈમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ સદસ્ય અબુ આજમીના દીકરા અને પોતાના બોયફ્રેન્ડ ફરહાન આજ઼મી સાથે લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર બનેંના લગ્નની તસવીરો પણ વાઇરલ થઇ હતી. હાલ તેઓનો એક દીકરો મિખાઇલ આજ઼મી છે.

લગ્ન પછી આયેશાએ બોલીવુડમાં કામ કરવાનું છોડી દીધું હતું. લગ્ન પછી આયેશાએ હોંઠની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી જેનાથી તેને ઓળખવી પણ મુશ્કિલ બની ગઈ હતી.

આ દરમિયાન આયેશાની એક તસ્વીર પણ વાઇલર થઇ હતી, જેને લઈને યુઝર્સે તેની ખુબ આલોચના કરી હતી, જો કે તેને લઈને કરારો જવાબ આપતા આયશાએ કહ્યું હતું કે,વાઇરલ થયેલી તસ્વીરમાં છેડછાડ કરવામાં આવેલી છે. બોલીવુડની સાથે સાથે આયશા તેલુગ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

આયશાએ પોતાનું કેરિયર શાહિદ કપૂર સાથે કૉમ્પ્લેનની જાહેરાતમાં કામ કરીને શરૂ કર્યુ હતું. આજે પણ લોકો તેને ‘કૉમ્પ્લેન ગર્લ’ના નામથી ઓળખે છે. આ સિવાય તેમણે ફાલ્ગુની પાઠકના આલબોમમાં પણ કામ કર્યુ હતુ. ડીજે અકીલ ના આલબૉમમા કામ કર્યા પછી તેને બોલિવુડમાં એન્ટ્રી માટે ટિકિટ મળી હતી