બૉલીવુડ

80ના દાયકાની એ 9 સુંદર અભિનેત્રીઓ જે આજે એકદમ બદલાઈ ગઈ છે, જુઓ તેને લેટેસ્ટ તસવીરો

એક દાયકો હતો જયારે ફિલ્મી પડદા ઉપર મેકઅપના થપેડા કે એડિટિંગ વગર જ અભિનેત્રીઓની સુંદરતા જોવા મળતી હતી. અને દર્શકોના દિલમાં એ અભિનેત્રીઓ રાજ કરતી હતી. એ સમય હતો 80નો દાયકો, એ સમયે ઘણી અભિનેત્રીઓએ ખ્યાતિ મેળવી. પરંતુ આજે તે ગુમનામ જીવન વિતાવી રહી છે. ચાલો જોઈએ એવી જ 9 અભિનેત્રીઓને તેમની હાલની તસવીરો સાથે.

1. કિમિ કાટકર:
અભિનેત્રી કિમિ કાટકર એકસમયે બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓમાં એક હતી. તેને જુમ્મા ચુમ્મા ગર્લ નામે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તે ટાર્જન ગર્લ નામે પણ ઓળખાય છે. પરંતુ તેને ફિલ્મોમાં કામ કરવાની રીત પસંદ ના આવી અને તે ફિલ્મી દુનિયાથી દૂર થઇ ગઈ. કિમીએ પુણેના ફોટોગ્રાફર અને એડ ફિલ્મ નિર્માતા શાંતનુ શૌરિ સાથે લગ્ન કરી લીધા. કિમિ હવે પોતાના પતિ અને દીકરા સિદ્ધાર્થ સાથે પુણેમાં રહે છે.

2. અનિતા રાજ:
80ના દાયકામાં અનિતા રાજની ચર્ચાઓ પણ હતી. એ સમયે તે બોલીવુડની જાણીતી અભિનેત્રી હતી. ધર્મેન્દ્ર, મિથુન, જીતેન્દ્ર, રાજેશ ખન્ના, અનિલ કપૂર સમેત ઘણા અભિનેતાઓ સાથે તેને કામ કર્યું છે. પરંતુ ધીમે ધીમે અનીતાનું કેરિયર આથમવા લાગ્યું. હાલમાં અનિતા કલર્સ ચેનલની પ્રખ્યાત ધારાવાહિક “છોટી સરદારની”માં સરપંચ કુલવંત કૌરના પાત્રમાં જોવા મળે છે.

3. મંદાકિની:
મંદાકિની ફિલ્મ “રામ તેરી ગંગા મેલી”માં બોલ્ડ સીન આપીને તે રાતો રાત સ્ટાર બની ગઈ હતી. બોલીવુડની અંદર તેનું કેરિયર નાનું પરંતુ ખુબ જ વિવાદોથી ઘેરાયેલું રહ્યું. તેનું નામ દાઉદ ઇબ્રાહિમ સાથે પણ જોડાયું. ફિલ્મોમાંથી અલગ થાય બાદ તેને 1995માં એક બુદ્ધિસ્ટ સંત કાગ્યૂર રિનપોંચે સાથે લગ્ન કરી લીધા. હાલમાં તે મુંબઈની અંદર એક હર્બલ તિબ્બતી સેન્ટર ચલાવે છે. સાથે જ તે લોકોને યોગ પણ શીખવે છે.

4. અમૃતા સિંહ:
સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહ પણ 80ના દાયકામાં સૌથી પ્રખ્યાત અભિનેત્રી હતી. અમૃતાએ ફિલ્મ “બેતાબ” દ્વારા ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. અને જોત જોતામાં તે ટોપ ઉપર પહોંચી ગઈ હતી. સૈફ સાથે લગ્ન કર્યા બાદ તેને બોલીવુડને અલવિદા કહી દીધું. જો કે પછીથી તેને કમબેક પણ કર્યું પરંતુ પહેલા જેવી સફળતા તેને ના મળી. હાલમાં તે સૈફ અલી ખાન સાથે છૂટાછેડા લીધા બાદ પોતાના બાળકો સાથે જીવન વિતાવી રહી છે.

5. જયા પ્રદા:
ફિલ્મ “મવાલી, તોહફા, શરાબી, ઔલાદ, સરગમ અને મા” જેવી યાદગાર ફિલ્મો આપ્યા બાદ બોલીવુડમાં જયા પ્રદાના નામનો ડંકો પણ વાગવા લાગ્યો. પરંતુ હવે જયા પ્રદા ફિલ્મોથી દૂર થઈને રાજનીતિમાં પોતાનો ડંકો વગાડી રહી છે.

6. પૂનમ ઢીલ્લન:
ડાયરેક્ટર યશ ચોપડાની શોધ અભિનેત્રી પૂનમ ઢીલ્લન 80ના દાયકામાં સફળ રહી. પોતાના ફિલ્મી કેરિયરમાં 90થી પણ વધારે ફિલ્મોમાં તેને કામ કર્યું છે. તે સમય સમય ઉપર વ્યસ્તતાના કારણે ફિલ્મોમાંથી બ્રેક લેતી રહી. અને થોડા સમયના અંતરાલ ઉપર પાછી પણ ફરતી રહી. છેલ્લે તે 2018માં એકતા કપૂરની ધારાવાહિક “દિલ હી તો હે”માં નજર આવી. 2020માં પૂનમ ફિલ્મ “જય મમ્મી દી”માં પણ દેખાઈ. 2019માં તેને રાજકારણમાં એન્ટ્રી કરી લીધી. તે હાલમાં મુંબઈમાં ભાજપની વાઇસ પ્રેસિડેન્ટ છે.

7. મીનાક્ષી શેષાદ્રી:
મીનાક્ષીએ લગ્ન બાદ ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું હતું. 1995માં મીનાક્ષીએ ઈન્વેસમેન્ટ બેંકર હરીશ માયસોરે સાથે ન્યુયોર્કમાં લગ્ન કરી લીધા અને હરીશ સાથે ત્યાં જ શિફ્ટ થઇ ગઈ. હાલમાં મીનાક્ષી ટેક્સાસના “પ્લાનો” શહેરમાં રહે છે અને પોતાની ડાન્સ સ્કૂલ પણ ચલાવે છે.

8. પદ્મિની કોલ્હાપુરે:
બાળ કલાકારના રૂપમાં પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેએ પણ 80ના દાયકામાં મુખ્ય ભૂમિકાઓ નિભાવીને ઘણું જ નામ મેળવું. પરંતુ ધીમે ધીમે પદ્મિની પણ ફિલ્મોમાંથી ગાયબ થઇ ગઈ. જોકે હાલમાં તે ફિલ્મોમાં પાછી પણ ફરી ચુકી છે તેને ફિલ્મ પાનીપતમાં ગોપિકા બાઈનો અભિનય કર્યો હતો.

9. ફરાહ નાજ:
બોલીવુડની અભિનેત્રી તબ્બુની મોટી બહેન ફરાહ નાજ 80ના દાયકાની જાણીતી અભિનેત્રીઓમાં એક હતી. 80ના દાયકામાં તેને એ સમયના ઘણા સુપરસ્ટાર સાથે કામ કર્યું. પરંતુ 90ના દાયકાના છેલ્લા સમયમાં તેને કામ મળવાનું બંધ થઇ ગયું અને તે પણ ગુમનામીના અંધારામાં ચાલી ગઈ.