OMG

આ છે દુનિયાના 8 સૌથી ખતરનાક ભોજન જે તમારો જીવ પણ લઇ શકે છે

દુનિયાના 8 સૌથી ખતરનાક ભોજન વિશે વાંચો ઉપયોગી માહિતી

જો કે ભોજન શરીરને પોષણ આપવાનું કામ કરે છે પછી તે શાકાહારી હોય કે માંસાહારી. પણ એમાંની અમુક વસ્તુઓ એવી પણ છે જેને ખાવામાં કે રાંધવામાં જો થોડી પણ બેદરકારી કરવામાં આવે તો ખાનાર વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. એવામાં આજે અમે તમને એવી જ ખતરનાક ભોજનમાં લેવાતી વસ્તુઓ વિશે જણાવીશું જેને ખાવાથી બચવું જોઈએ.

1. ફુગૂ માછલી:

Image Source

ફુગુ નામની આ માછલી સૌથી ઝેરીલી માછલી માનવામાં આવે છે. તેનું ઝેર સાઇનાઇડથી પણ 1200 ગણું વધારે ઘાતક હોય છે. જાપાની લોકોનું ફુગુ માછલી પ્રિય ભોજન માનવામાં આવે છે. જાપાનના રસોઈયાઓ કે શૈફ આ માછલીને રાંધતા પહેલા તેનામાંથી ઝેરીલી ગ્રંથિ બહાર કાઢે છે. આ એકદમ બારીક અને સચેત કામ હોય છે માટે એકદમ અનુભવી રસોઈયાઓ કે શૈફને જ આ કામ કરવાની અને માછલીનો ખોરાક બનાવવાની પરવાનગી આપવામાં આવે છે.

2. જંગલી મશરૂમ:

Image Source

સુંદર દેખાતા મશરૂમ ઘણીવાર ઝેરીલા પણ સાબિત થઇ શકે છે. મિજોરમ સહિત ભારતના ઘણા રાજ્યોમાં લોકો જંગલી મશરૂમ ખાય છે. ઘણીવાર તે ખતરનાક સાબિત થઇ શકે છે. આગળના જ વર્ષે જંગલી મશરૂમ ખાવાથી મિજોરમના એક જ પરિવારના 7 લોકોની મૃત્યુ થઇ ગઈ હતી.

3. એકી:

Image Source

ઊંચા પહાડ પર ઉત્પન્ન થતું આ ફળ દેખાવામાં અખૂબ જ સુંદર લાગે છે પણ તેને ખાવું ખતરાથી ભરપૂર છે. જો આ ફળને પકવ્યા વગર જ ખાવામાં આવે તો તે મૌતનું કારણ બની શકે છે. જૈમેકાના લોકો આ ફળને ખાવાનું ખુબ પસંદ કરે છે, તેને પકવ્યા કે રાંધ્યા વગર ખાવાની હિંમત બિલકુલ પણ નથી કરતા.

4. રૉ કાજુ(પાક્યા વગરના કાજુ, કાચા કાજુ):

Image Source

બજારમાથી ખરીદેલા કાજુ ભલે તમને સ્વાદિષ્ટ લાગતા હોય પણ કાચા કાજુ ખતરનાક સાબિત થાય છે. સુંદર લાલ ફૂલની નીચે લટકેલા કાજુના ચોસલા અને ફૂલ બંન્નેમાં ખતરનાક તત્વ રહેલું હોય છે. એવામાં કાચા કે રૉ કાજુને ખાવા લાયક બનાવવા માટે ખુબ લાંબી પ્રક્રિયા કરવામાં આવે છે જેના પછી જ તે બજારમાં ઉપલબ્ધ થાય છે.

5. આફ્રિકન બુલફ્રોગ(દેડકો):

Image Source

આફ્રિકન બુલફ્રોગ ખુબ જ ઝેરીલો દેડકો છે. આ દેડકો આફ્રિકન લોકોમાં પ્રિય ભોજનમાનો એક છે, પણ તેને રાંધતી વખતે ખુબ જ સાવધાની રાખવી પડે છે. કેમ કે જો તેને યોગ્ય રીતે પકવવામાં આવ્યો ન હોય તો તેનું ઝેર માણસને મૌતને ઘાટ પણ ઉતારી શકે છે.

6. જીવિત ઓક્ટોપસ:

Image Source

કોરિયન લોકો ઓકોટપ્સને કાપતા કે પકવતા નથી, પણ તેઓ તેને જીવિત અવસ્થામાં જ ખાઈ જાય છે. જે ઘણીવાર ઘાતક સાબિત થઇ શકે છે.

7. હાકાર્લ(શાર્ક માછલીનું માંસ):

Image Source

હાકાર્લ એક શાર્ક માછલીનું માંસ છે. શાર્કમાં યુરીનરી ટ્રેકટ(યુરિનની નળીઓનો વિસ્તાર) ન હોવાને લીધે તેના શરીરમાં વિષયુક્ત પદાર્થોની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. હાકાર્લ શાર્કના તેલમાં જ પકવવામાં આવે છે, ગ્રીનલેન્ડના લોકો હાકાર્લને ખુબ શોખથી ખાય છે.

8. કસાવા:

Image Source

કસાવાને ખાસ કરીને આફ્રિકા અને દક્ષિણી અમેરિકામાં ખાવામાં આવે છે. તેને ખાવા માટે સાવધાની રાખવી ખુબ જરૂરી છે. તેને પહેલા તો સારી રીતે સાફ કરવામાં આવે છે અને સારી રીતે પકવવામાં આવે છે નહિ તો જે જીવ પણ જોખમમાં મૂકી શકે છે.

Author: TheGujjuRocks.in