જાણવા જેવું/ટીપ્સ

આ 7 આદતોના લીધે પુરુષ નથી બની શકતા પિતા, જો તમનેપણ હોય તો આજે જ છોડી દેજો

પુરુષોએ આ 7 ભુલો ન કરવી જોઈએ, નહિ તો બાપ નહિ બની શકો

પિતા બનવું દરેક પુરુષનું સપનું હોય છે, પરંતુ ઘણા લોકો પિતા બનાવના સુખથી વંચિત રહી જતા હોય છે અને જયારે તે ડોક્ટર પાસે જાય છે ત્યારે લગ્ન પહેલા કરેલી ભૂલો અને કેટલીક આદતો વિષે તેમને જાણવા મળે છે અને એ ભૂલો અને આદતો છોડી દીધી હોત તો આજે તેમને પિતાનું સુખ મળ્યું હોત એનું દુઃખ પણ થાય છે. આજે અમે તમને એવી જ 7 આદતો વિશે જણાવવાના છીએ, જેના કારણે તમે નપુંસક બની શકો છો અને ક્યારેય પિતા નથી બની શકતા.

1. ટાઈટ અંડરવિયર પહેરવું:
જો તમે વધારે પડતા જ ટાઈટ અંદર ગારમેન્ટ પહેરો છો તેના કારણે ટેસ્ટિકલ્સમાં ગરમી વધી જાય છે. જેના કારણે તમારા સ્પર્મ કાઉન્ટ પણ ઘટવા લાગે છે. વધારે ટાઈટ અંડરવિયર પહેરવાના કારણે તમે પોતાને જ સહજ નહિ અનુભવતા હોય, તમે બ્રીફની જગ્યાએ બોક્સર પહેરી શકો છો.

2. દારૂ અને ધુમ્રપાન:
આજના લોકો આધુનિકતા તરફ વળ્યાં છે અને લોકોની દેખાદેખી કરવામાં વધુ રસ રાખે છે જેના કારણે નાની ઉમ્મરથી જ તે દારૂ અને સિગારેટની આદત અપનાવી લેતા હોય છે. પરંતુ આ આદત તમારા ભવિષ્ય માટે ખુબ જ ખતરારૂપ છે. દારૂ અને સિગારેટ તેમજ બીજા નશાકીય વસ્તુઓ લેવાના કારણે પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા અને તેની ગુણવત્તા ઘટવા લાગે છે.

3. અપૂરતી ઊંઘ:
માણસને પોતાન શરીરને સ્વસ્થ રાખવા માટે 8 કલાકની ઊંઘની જરૂર હોય છે. પરંતુ આજે મોબાઈલ અને ભાગદોડ ભરેલા જીવનના કારણે પૂરતી ઊંઘ નથી મળી શકતી. ઊંઘ પુરી ના થવાં આરને તમારે નપુંસકતાનું શિકાર થવું પડી શકે છે. જેમ શરીરની આરામની જરૂર હોય છે તેમ તમારા સ્પર્મને પણ આરામની જરૂર હોય છે. માટે 7થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવી.

4. વધુપડતા લેપટોપનો વપરાશ:
મોટાભાગે આપણે લોકોને જોયા છે કે તે લેપટોપને પોતાના ખોળામાં રાખીને કામ કરતા હોય છે. પરંતુ તેની ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. ખોળામાં લેપટોપ રાખવાના કારણે અંડકોષોને વધારે ગરમી પહોંચે છે અને આ કારણે શુક્રાણુઓ બનવાની પ્રક્રિયા બહુ જ ઓછી થઈજાય છે, કે બંધ થઇ જાય છે. અંડકોષને ગ્રામ વસ્તુઓના સંપર્કમાં ના લાવવી, જેમ કે ગ્રામ પાણીથી નાહવાથી કે લેપટોપ ખોળામાં રાખીને કામ કરવું, વગેરે.

5. વધુ પડતી કોફી પીવી:
જો તમને વધુ પડતી કોફી કે કેફેન યુક્ત પીણાં પીવાનું પસંદ છે તો આજે જ તમારી આ આદતને બદલી નાખો કારણ કે તેના દ્વારા પણ તમે નપુંસક બની શકો છો. વધુ પડતી કોફી પીવાથી કેફીન સ્ટ્રેસ હોર્મોન્સ વધી જાય છે. જે શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો કરે છે.

6. માનસિક તાણ:
માનસિક તાણ કે ડિપ્રેશન પુરુષોની સેક્સ લાઈફ માટે ખુબ જ ખતરનાક માનવામાં આવે છે. આ ધીરે ધીરે બીમારી ફેલાવે છે, એટલા માટે તણાવ કે ડિપ્રેશનથી પોતાને જેમ બને તેમ દૂર રાખવાનો પ્રયત્ન કરો.

7. સોયા પ્રોડક્ટ્સનો ઉપયોગ:
પુરુષો માટે સોયાબીનની બનેલી કોઈપણ વસ્તુઓ યુગ નથી. તેની અંદર ઇસોફ્લેવોન્સ હોય છે જે સ્પર્મની ગુણવત્તાને ખરાબ કરે છે. એટલા માટે તમારે સોયાબિનની ઓઈપાન વસુઓનો ઉપયોગ ના કરવો જોઈએ.