બૉલીવુડ લાઈફ સ્ટાઈલ

આ 6 ક્રિકેટરોએ કર્યા પૈસાવાળી ઘરની છોકરીઓ સાથે લગ્ન, દેખાવમાં પણ કોઈ અભિનેત્રીઓ કરતા કમ નથી

આ 6 ક્રિકેટરોએ શ્રીમંત પરિવારોની છોકરીઓ સાથે કર્યાં છે લગ્ન, જુઓ

ક્રિકેટરોનું જીવન ખુબ જ વિભાવથી ભરેલું હોય છે. જેમ બોલીવુડના કપલ હંમેશા લાઇમલાઇટમાં છવાયેલા રહેતા હોય છે એમ ક્રિકેટરો પણ લાઇમલાઇટમાં છવાયેલા રહે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં કેટલાક એવા ક્રિકેટરો પણ રહી ચુક્યા છે જેમની પત્નીઓ સુંદરતાના મામલામાં તો કોઈ અભિનેત્રીઓ કરતા જરા પણ કમ નથી, પરંતુ પૈસાની બાબતમાં પણ તે ખુબ જ ધનવાન પરિવારમાંથી આવે છે, ચાલો જોઈએ એવા 6 ક્રિકેટરો વિશે

Image Source

1. રવિન્દ્ર જાડેજા:
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ રીવાબા સોલંકી સાથે લગ્ન કર્યા છે. રીવાબા મેકેનિકલ ઈજનેર છે. તેમનો આખી પરિવાર પણ રાજકારણ સાથે સંકળાયેલો છે ગુજરાતના સૌથી અમીર પરિવારોમાં રિવાબાનો પરિવાર સામેલ છે. રીવાબા પણ રાજકારણ સાથે જોડાયેલા છે.

Image Source

2. રોહિત શર્મા:
માસ્ટર બ્લાસ્ટર રોહિત શર્મા તેની રમતને લઈને ખુબ જ પ્રખ્યાત છે. ચાહકો તેને હિટમેન પણ કહે છે. પરંતુ રોહિતની પત્ની પણ કોઈ અભિનેત્રી કરતા કમ નથી. તેની પત્ની રિતિકા એક સેલેબ્રીટી મેનેજર છે. તે તેના ભાઈ સાથે મળીને આ બિઝનેસ ચલાવે છે. મુંબઈના એક પોશ વિસ્તારમાં તેનો એક પોતાનો બંગલો પણ છે.

Image Source

3. સચિન તેંડુલકર:
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. સચિને પોતાનાથી 6 વર્ષ મોટી અંજલિ સાથે લગ્ન કર્યા છે. અંજલિ એક ડોક્ટર છે અને તેના પિતા એક મોટા બિઝનેસમેન છે.

Image Source

4. હરભજન સિંહ:
ભારતીય ટીમના સ્પિનર બોલર હરભજન સિંહ પણ ઘણો જ લોકપ્રિય ક્રિકેટર છે. તેને ગીતા બસરા સાથે લગ્ન કર્યા છે. ગીતા એક બૉલીવુડ અભિનેત્રી છે.  તેના પિતા રાકેશ બસરા ઇંગ્લેન્ડના એક પ્રખ્યાત બિઝનેસમેન છે.

Image Source

5. ગૌતમ ગંભીર:
ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પણ ટિમ ઇન્ડિયા માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર ખેલાડી છે. ગૌતમે નતાશા જૈન સાથે લગ્ન કર્યા છે. નતાશા બહુ જ મોટા કપડાં કારોબારીની દીકરી છે. તેના પિતાનો વ્યવસાય પણ દુનિયાભરમાં ફેલાયેલો છે.

Image Source

6. વીરેન્દ્ર સહેવાગ:
ભારતીય ટીમના ભૂતપૂર્વ વિસ્ફોટક બલ્લેબાજ વીરેન્દ્ર સહેવાગે આરતી અહલાવત સાથે લગ્ન કર્યા છે. આરતી એક મોટા વકીલની દીકરી છે. વીરેન્દ્રએ આરતીને માત્ર 21 વર્ષની ઉંમરમાં જ લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.