બૉલીવુડ

અક્ષય કુમાર સમેત આ 5 અભિનેતાઓ નથી કરતા ક્યારેય નશો, માલ વાળી પાર્ટીઓથી રહે છે દૂર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ સામે આવેલા ડ્રગ્સ એન્ગલમાં બોલીવુડના ઘણા કલાકારો સંડોવાયેલા જોવા મળ્યા છે. બૉલીવુડ પાર્ટીમાં થતા ડ્રગ્સના ઉપયોગ વિશે પણ ચર્ચાઓ જગ જાહેર બની છે. મોટાભાગના અભિનેતાઓ નશો કરતા હોવાનું સામે આવ્યું છે. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં એવા પણ અભિનેતાઓ છે જે ક્યારેય નશો નથી કરતા. અને માલ વાળી પાર્ટીઓથી હંમેશા તે દૂર રહે છે. ચાલો જોઈએ એવા અભિનેતાઓને.

Image Source

1. અક્ષય કુમાર:
અભિનેતા અક્ષય કુમારને ચાહકો ખેલાડી તરીકે ઓળખે છે. 54 વર્ષની ઉંમરે પણ તે એક્શન ફિલ્મો કરે છે. અક્ષય પોતાની જાતને હંમેશા ફિટ રાખે છે. તે કોઈપણ પ્રકારનો નશો નથી કરતો. ના ક્યારેય જે પાર્ટીમાં નશો થતો હોય ત્યાં જાય છે. અક્ષય તો નશા વાળી વસ્તુઓની જાહેરાત કરવાની પણ ચોખ્ખી ના પાડી દે છે.

Image Source

2. સુનિલ શેટ્ટી:
અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી બંને સારા મિત્રો પણ છે. જેના કારણે અક્ષયની જેમ જ સુનિલ પણ ક્યારેય કોઈ નશો કરતો નથી, તે સિગારેટ પણ પીતો નથી. અને પોતાનું બધું જ ધ્યાન તે પોતાની ફિટનેસ ઉપર જ રાખે છે.

Image Source

3. જોન ઇબ્રાહિમ:
જોન ઇબ્રાહિમ પણ ખુબ જ ફિટ અને સ્ટ્રોંગ છે. તે પણ નશાથી દૂર રહે છે. એ વાત તો તેના કસાયેલા શરીર ઉપરથી જ આપણે જાણી શકીએ છીએ. જોન ઇબ્રાહિમે જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે તમામ પ્રકારના નશાથી દૂર રહે છે.

Image Source

4. અમિતાભ બચ્ચન:
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ભલે ઘણી ફિલ્મોમાં નશો કરતા દૃશ્યો આપ્યા હોય, પરંતુ અસલ જીવનમાં બિગ બી ક્યારેય નશો નથી કરતા. તે નશા વાળી પાર્ટીઓમાં પણ હંમેશા જવાનું ટાળતા હોય છે.

Image Source

5. સની દેઓલ:
અભિનેતા સની દેઓલના ભાઈ બોબી દેઓલ અને પિતા ધર્મેન્દ્ર ઘણો જ નશો કરે છે. પરંતુ તે છતાં પણ સની પોતાને નશાથી હંમેશા દૂર રાખે છે. તે ખુબ જ શાંત સ્વાભાવનો માણસ છે અને તેને આ બધી વસ્તુઓ જરા પણ પસંદ નથી.