સ્વાસ્થ્ય

કોલેસ્ટ્રોલ વધવાના 5 લક્ષણો, ક્યારેય નજરઅંદાઝ ના કરવા, નહિ તો જીવ પણ મુકાઈ શકે છે જોખમમાં

કોલેસ્ટ્રોલ વધવું શરીર માટે ખુબ જ હાનિકારક છે તેનાથી શરીરની અંદર ઘણા બધા ગંભીર રોગો સર્જાઈ શકે છે અને વધતા કોલેસ્ટ્રોલને કારણે પોતાના જીવથી પણ ક્યારેક હાથ ધોવા પડતા હોય છે, પહેલા એવું માનવામાં આવતું હતું કે આ સમસ્યા માત્ર આધેડ વયના લોકોમાં જ થતી હતી પરંતુ હવે આ સમસ્યા નાની વયના યુવાનોમાં પણ થતી જોવા મળે છે.

Image Source

કોલેસ્ટ્રોલ વધતા શરીરમાંથી પણ કેટલાક સંકેતો આવતા હોય છે પરંતુ યુવાઓ તેને નજરઅંદાઝ કરતા હોય છે, આ વાતને સામાન્ય માની અને ઇગ્નોર પણ કરતા હોય છે, પરંતુ આ સૌથી મોટી ભૂલ છે, સમય જતા આ સમસ્યા ગંભીર બીમારીમાં પરિણામી શકે છે અને હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા હુમલાઓ પણ થઇ શકે છે, માટે આવા પાંચ સંકેતો આજે અમે તમને જણાવીશું જે તમને અનુભવાય તો તરત ડૉક્ટર પાસે ચેકઅપ કરાવી લેવું જોઈએ.

Image Source

ચાલતા કે પગથિયાં ચઢતા શ્વાસ ફૂલવા:
તમને જો એવું લાગે છે કે થોડું ચાલવાથી અથવા તો પગથિયાં ચઢવાના કારણે તમારા શ્વાસ ફૂલી જાય છે અને થોડું કામ કરવાથી પણ તમને થાક લાગે છે તો આ શરીરમાં કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોવાનો સંકેત છે. થોડું મહેનત વાળું કામ કરવાથી શ્વાસ ફૂલવા લાગે, થાક લાગવા લાગે અને હૃદયના ધબકારા પણ વધવા લાગે તો સમજી જજો કે આ આ કોલેસ્ટ્રોલ વધવાની શરૂઆત છે.

Image Source

હાથ-પગમાં કંપન અને કીડી કરડવા જેવો અનુભવ થવો:
જો તમારા હાથ-પગમાં કંપન અનુભવાતી હોય અને તમને પણ એમ લાગતું હોય કે શરીરમાં કીડીઓ કરડી રહી છે તો આ કોલેસ્ટ્રોલનો જ સંકેત છે. શરીરની ધમનીઓમાં પ્લાંક જમા થઇ જાય છે અને જે અંગોએ ઓક્સિજનયુક્ત લોહી પહોંચતું નથી એવા અંગોમાં કંપન પેદા થાય છે. જો તમને પણ આવા લક્ષણો દેખાઈ રહ્યા હોય તો તરત ડોક્ટર પાસે જઈને કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જોઈએ.

Image Source

ગળા, જડબા, પેટ અને કમરમાં દુખાવો થવો: 
આપણા શરીરમાં જયારે આવો કોઈ દુખાવો ઉત્પન્ન થાય છે ત્યારે આપણે તેને ગંભીરતાથી નથી લેતા હોતા, ખાસ કરીને ગળા, કમર અને પેટના ઉપરના ભાગમાં જે દુખાવો થાય છે તેને આપણે એવું માનીએ છીએ કે તે આડી અવળી રીતે બેસવાના કારણે અથવા તો સુવાના કારણે થઇ ગયો હશે, પરંતુ તમે જાણીને હેરાન થઇ જશો કે શરીરના આ ભાગમાં થવા વાળો દુખાવો પણ વધતા જતા કોલેસ્ટ્રોલના કારણે જ થતો હોય છે. જડબા અને છાતીના નીચેના ભાગમાં થવા વાળો દુખાવો હાર્ટ એટેકનું શરૂઆતનું લક્ષણ છે.

Image Source

આંખની ઉપર પીળા ચકરડા:
આંખોની ઉપરની ચામડી ઉપર પીળા રંગના ચકરડા અથવા તો પોપડી જેવી ચામડી દેખાવવી એ પણ કોલેસ્ટ્રોલ વધવાનો સંકેત આપે છે. લોહીમાં વાંસની માત્ર વધવાના કારણે આમ થાય છે. આ પીળા ચકરડા ડાયાબિટીઝનો પણ સંકેત આપે છે.

Image Source

બેચેની અને પરસેવો વળવો:
તમને ક્યારેક ક્યારે બેચેનીનો અનુભવ થવા લાગે છે અને શરીરમાંથી અને ખાસ માથામાંથી પરસેવો નીકળવા લાગે છે તો આ સંકેત પણ કોલેસ્ટ્રોલ વધવાનો સંકેત છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધી જવાના કારણે હૃદય સુધી પ્રયાપ્ત માત્રામાં લોહી નથી પહોંચતું અને લોહીની ખપતના કારણે લોહી પમ્પ કરવા લાગે છે જેના કારણે વ્યક્તિને શ્વાસ લેવાની સમસ્યા સાથે બેચેની અને પરસેવો નીકળવા જેવી સમસ્યાઓ પણ થાય છે.

Author: thegujjurocks.in