બૉલીવુડ

આ 5 બૉલીવુડ સિતારાઓએ પોતાના પ્રેમને પામવા માટે કર્યા હતા ઘરેથી ભાગીને લગ્ન

કોઈના બાપની શરમ રાખ્યા વગર ઘરેથી ભાગ્યા પછી જે થયું

બોલીવુડના ઘણા સિતારાઓ છે જેમનું જીવન ખરેખર આકર્ષક હોય છે. ખાસ તો તેમના જીવનની પ્રેમ કહાણી પણ ફિલ્મો જેવી હોય છે. આજે અમે તમને એવા જ સિતારાઓની પ્રેમ કહાણી જણાવીશું જેમને પોતાના પ્રેમને પામવા માટે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા.

Image Source

1. આમિર ખાન અને રિના:
અભિનેતા આમિર ખાન આ લિસ્ટમાં ટોપ ઉપર છે. આમિર ખાને રિના સાથે ભાગીને લગ્ન કર્યા હતા. પાડોશમાં રહેવા વાળી રિનાને આમિરે 21 વર્ષની ઉંમરમાં જ પ્રપોઝ કરી દીધો હતો. પરંતુ બંનેના લગ્નમાં તેમની વચ્ચેનો ધર્મ અડચણ પેદા કરી રહ્યો હતો. પછી આ બંનેને પોતાનો પ્રેમ મેળવવા માટે 18 એપ્રિલ 1986ના રોજ ઘરેથી ભાગી જઈને લગ્ન કરી લીધા હતા. તેમના બે બાળકો પણ હતા ઇરા અને જુનૈદ. પરંતુ 16 વર્ષના લગ્ન જીવન વિતાવ્યા બાદ બંને એકબીજાની સહમતીથી અલગ થઇ ગયા અને છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કરી લીધા અને તેને એક દીકરો પણ છે.

Image Source

2. પદ્મિની કોલ્હાપુરી અને પ્રદીપ શર્મા:
અભિનેત્રી પદ્મિનીને પણ ફિલ્મ “એસા પ્યાર કહા” સાઈન કરવા દરમિયાન જ પ્રદીપ શર્મા સાથે પ્રેમ જાગવા લાગ્યો હતો. આ બંને સમાજ અને દુનિયાથી છુપાઈને મળતા હતા. પરંતુ જયારે લગ્નની વાત કરી ત્યારે પદ્મિનીનો પરિવાર લગ્ન માટે રાજી નહોતો. જેનું મૂળ કારણ પ્રદીપ અલગ જ્ઞાતિનો હોવાનું હતું. ત્યારબાદ પદ્મિનીએ પ્રદીપ સાથે ભાગીને 14 ઓગસ્ટ 1986ના રોજ લગ્ન કરી લીધા હતા.

Image Source

3. બિંદિયા ગોસ્વામી અને જેપી દત્તા:
અભિનેત્રી બિંદિયા ગૌસ્વામીનું અંગત જીવન ખુબ જ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. બિંદિયાના પહેલા લગ્ન વિનોદ મહેરા સાથે ભાગીને કર્યા હતા. કારણ કે પરિવાર તે લગ્નની વિરુદ્ધ હતો. પરંતુ આ લગ્ન વધુ સમય સુધી ચાલ્યા નહીં. અને બંને અલગ થઇ ગયા. ત્યારબાદ બિંદિયાને જેપી દત્તા સાથે પ્રેમ થઇ ગયો. પરંતુ આ લગ્ન માટે પણ તેને ઘરેથી ભાગવું પડ્યું હતું. બિંદિયાનું આ લગ્ન જીવન સફળ રહ્યું.

Image Source

4. શશિ કપૂર અને જેનિફર:
પોતાના સમયના ખુબ જ ખ્યાતનામ અભિનેતા શશિ કપૂરે પણ જેનિફર સાથે ભાગીને લગ્ન કર્યા હતા. આ બંનેની મુલાકત ટાયરે થઇ જયારે આ બંને પોત-પોતાના થિયેટર ગ્રુપ્સ, પૃથ્વી થિયેટર અને શેક્સપિયરના ગ્રુપમાં કામ કરી રહ્યા હતા. આ મુલાકાતોમાં જ આ બંને એકબીજાને પોતાનું દિલ આપી બેઠા. પરંતુ જેનીફરના પિતા આ લગ્નની વિરુદ્ધ હતા. અને તેથી જ જેનિફર મુંબઈ ચાલી ગઈ અને પારંપરિક રીતે શશિ સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ કેન્સરના કારણે જેનિફરે દુનિયાને અલવિદા કહી દીધું અને તેના નિધનથી શશિ કપૂર ખરાબ રીતે તૂટી ગયો હતો.

Image Source

5. ભાગ્યશ્રી અને હિમાલય દસાની:
ફિલ્મ મેને પ્યાર કિયાથી અભિનેત્રી ભાગ્યશ્રીને રાતો રાત સફળતા મળી ગઈ હતી. ત એ એક જ ફિલ્મથી મોટી સ્ટાર બની ગઈ. ભાગ્યશ્રીએ માત્ર 21 વર્ષની ઉંમરમાં જ પોતાના પ્રેમી હિમાલય સાથે લગ્ન કરી લીધા. ભાગ્યશ્રીના પિતાને હિમાલય સાથે લગ્ન મંજુર નહોતા. જેથી ભાગ્યશ્રીએ મંદિરમાં કેટલાક ફિલ્મ કલાકારોની ઉપસ્થિતિમાં જ લગ્ન કરી લીધા હતા.