બૉલીવુડ

બોલીવુડના એવા 5 કપલ જે ચોરી છુપે કરતા હતા પ્રેમ, થઇ ગયા હતા કેમેરામાં કેદ

ચોરી છુપીને લફરું અને પ્રેમ કરતાં ઝડપાયેલા હતા બોલીવુડનાં આ 5 કપલ, સલમાન અને ઐશ્વર્યા રાય તો ગાડીની અંદર..ઉફ્ફ્ફ

એવું કહેવાય છે કે પ્રેમ સંતાઈને જ કરવામાં મઝા હોય છે. ઘણા લોકો  દુનિયાથી છુપાઈને ચોરી છૂપે પ્રેમ કરતા હોય છે. ત્યારે બોલીવુડમાં પણ ઘણા એવા સિતારાઓ છે જે ચોરી છૂપે પ્રેમ કરતા કેમેરામાં ઝડપાઇ ગયા હતા. અને તેમને ઘણું જ ટ્રોલ પણ થવું પડ્યું હતું. જો કે આ ફિલ્મી દુનિયામાં પ્રેમ અને બ્રેકઅપથી કલાકારોને કોઈ ખાસ ફર્ક પણ નથી પડતો. ચાલો જોઈએ એવા 5 કપલ જે ચોરી છુપી પ્રેમ કરતા અને મળતા પણ હતા.

Image Source

1. સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા:
બોલીવુડમાં ખુબ જ નામના ધરાવનાર અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની લવ સ્ટોરી પણ 80ના દાયકામાં ખુબ જ ચર્ચામાં રહી હતી. થોડા સમય પહેલા જ સની દેઓલ અને ડિમ્પલ કાપડિયાની વિદેશમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન બહાર ફરતા એક તસ્વીર સોશીયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. ઘણા લોકોનું કહેવું હતું કે સની પોતાના જુના પ્રેમને પાછો મળી રહ્યો છે.

Image Source

2. રણબીર કપૂર અને કૈટરીના કેફ:
અભિનેતા રણબીર કપૂરની લવ સ્ટોરી તો ઘણી અભિનેત્રીઓ સાથે ચર્ચામાં રહી છે, પરંતુ એમાં કૈટરીના કેફ સાથેની લવ સ્ટોરી પણ ખુબ જ ચર્ચામાં રહી હતી. કૈટરીના પહેલા રણબીર દીપિકા સાથે પ્રેમમાં હતો પરંતુ કૈટરીનાના લીધે તેને દીપિકાને પણ છોડી દીધી હતી. હાલમાં તો તે આલિયા સાથેની ખબરોને લઈને ચર્ચામાં છે પરંતુ કૈટરીના સાથે જયારે સંબંધોમાં હતો ત્યારે બીચ ઉપર મસ્તી કરતી તસવીરો પણ વાયરલ થઇ હતી.

Image Source

3. શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા:
ફિલ્મ “ડોન”ના શૂટિંગ દરમિયાન શાહરુખ ખાન અને પ્રિયંકા એકબીજાની નજીક આવ્યા હતા. શાહરુખ પરણિત હોવા છતાં પણ પ્રિયંકાના પ્રેમમાં પડ્યો હતો અને એવી પણ અફવાઓ ચાલી હતી કે તે તેની પત્ની ગૌરીને છૂટાછેડા પણ આપવાનો છે. પરંતુ પછીથી આખો મામલો શાંત થયો હતો અને પ્રિયંકા સાથે શાહરૂખે બ્રેકઅપ કર્યું હતું. તે બંનેની ઘણી તસવીરો પણ તેમની અફવાઓને સાચી પાડતી હતી.

Image Source

4. સલમાન ખાન અને ઐશ્વર્યા:
બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવ સ્ટોરી આજે પણ લોકો યાદ કરે છે. ફિલ્મ “હમ દિલ દે ચુકે સમનમ”થી જ સલમાન ઐશ્વર્યાને પોતાનું દિલ આપી ચુક્યો હતો. સલમાન ઐશ્વર્યા સાથે ઘણી વાર જોવા મળ્યો હતો. તે તેને પોતાની કારમાં ઘરે ડ્રોપ કરવા માટે પણ જતો હતો.

Image Source

5. રણબીર કપૂર અને માહિર ખાન:
રણબીર કપૂરના બીજા ઘણા અફેરની અંદર એક નામ પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનનું પણ છે. તે બંનેને કેમેરામાં સિગારેટ પિતા કેદ કરવામાં આવ્યા હતા. ન્યુ યોર્કની ગલીઓમાં લેવામાં આવેલી આ તસ્વીર ખુબ જ વાયરલ પણ થઇ હતી.