બૉલીવુડ

5 બૉલીવુડ અભિનેત્રીઓ જેમના ચહેરા એકબીજા સાથે એકદમ મળતા આવે છે

4 અને 5 નંબર તો એકદમ સરખા દેખાય છે

આપણે નાનપણથી એવું સાંભળતા આવ્યા છે કે એક જ ચહેરા જેવા 7 લોકો આ દુનિયામાં રહેલા છે. આપણા જેવા પણ આપણા સિવાય બીજા 6 લોકો હશે, પરંતુ ભાગ્યે જ એક સરખા ચહેરાવાળા લોકો મળી શકે છે. હા ઘણા લોકોના ચહેરા થોડા ઘણા મળતા આવે છે અને એમની સાથે આપણે ક્યારેક ભેટો પણ થઇ જાય તો બોલીવુડના ઘણા કલાકારો અને બીજા સેલેબ્રિટીઓના ચહેરાને મળતા સામાન્ય લોકો પણ આપણે જોઈએ છીએ, પરંતુ બોલીવુડમાં જ કેટલીક એવી અભિનેત્રીઓ છે જેમના ચહેરા એકબીજા સાથે મળતા આવે છે. ચાલો જોઈએ આજે એવી પાંચ અભિનેત્રીઓ.

Image Source

1. ટ્વીન્કલ ખન્ના- રવીના ટંડન:
અભિનેત્રી ટ્વીન્કલ ખન્ના અને રવીના ટંડનના ચહેરા પણ મળતા આવે છે. આ બનેંના ચહેરામાં પણ થોડી સમાનતા તમને જોવા મળી જશે. જોકે આ બનેંમાં એક વસ્તુ કોમન છે. અભિનતા અક્ષય કુમારે રવીના ટંડન અને ટ્વીન્કલ ખન્ના બંનેને ડેટ કર્યા હતા. પરંતુ લગ્ન ટ્વીન્કલ ખન્ના સાથે કર્યા. વાત અભિનયની કરીએ તો ટ્વીન્કલ ખન્ના કરતા પણ રવીના ટંડન વધારે સફળ અભિનેત્રી રહી છે.

Image Source

2. કૈટરીના કૈફ-જરીન ખાન:
અભિનેત્રી જરીન ખાન જયારે ફિલ્મ વીરમાં જોવા મળી હતી ત્યારે દર્શકોને પણ એમ જ હતું કે આ કેટરીના કૈફની બહેન હશે. કૈટરીના બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તો જરીન સાથે પણ તેનો ચહેરો હૂબહૂ મળતો આવે છે. આ બનેંમાં પણ એક સમાનતા છે. બંનેને સલમાન ખાન દ્વારા જ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ મળ્યું હતું.

Image Source

3. ઐશ્વર્યા રાય- સ્નેહા ઉલ્લાસ:
અભિનેત્રી ઐશ્વર્યા રાય અને સ્નેહા ઉલ્લાસ ખાન બનેં સગી બહેનો જેવી લાગે છે. જયારે અભિનેતા સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનું બ્રેકઅપ થઇ ગયું ત્યારે સલમાન જ સ્નેહાને લઈને આવ્યો હતો, અને સ્નેહાને જોઈને દર્શકો જાણે ઐશ્વર્યાની કાર્બન કોપી જ આવી ગઈ હોય તેમ માનવા લાગ્યા.

Image Source

4. સોનાક્ષી સિંહા- રિના રોય:
વીતેલા સમયની અભિનેત્રી રિના રોય અને હાલની અભિનેત્રી સોનાક્ષી સિંહાનો ચહેરો પણ ખુબ જ મળતો આવે છે, અને તેના કારણે જ ઘણી ચર્ચાઓ પણ જન્મી હતી, કારણ કે સોનાક્ષીના પિતા શત્રુજ્ઞ સિંહા અને રિના રોય વચ્ચે લગ્નેત્તર સંબંધોની વાતો ચર્ચાતી હતી. શત્રુજ્ઞએ પણ ઘણીવાર આ સંબંધોનો સ્વીકર કર્યો હતો, એવામાં એક ખબર એવી પણ આવી હતી કે સોનાક્ષી રિના રોયની જ દીકરી છે.

Image Source

5. શ્રીદેવી- દિવ્યા ભારતી:
અભિનેત્રી દિવ્યા ભારતી બોલીવુડની ખુબ જ પ્રખ્યાત અભિનેત્રી હતી. તેને ખુબ જ નાની ઉંમરમાં ઘણી જ મોટી પ્રસિદ્ધિ મેળવી લીધી હતી. તેને ઘણી જ હિટ ફિલ્મો આપી પરંતુ એક દુર્ઘટનામાં તેનું અવસાન થઇ ગયું. એવામાં અભિનેત્રી શ્રીદેવીનો ચહેરો પણ દિવ્યા ભારતી સાથે મળતો આવતો હતો.શ્રીદેવીનું પણ રહસ્યમય રીતે મૃત્યુ થઇ ગયું હતું.