જાણવા જેવું/ટીપ્સ

આ 4 પ્રકારની આદત વાળી છોકરીઓ લગ્ન બાદ બની જાય છે બેકાર પત્નીઓ, આખા પરિવારને બરબાદ કરી નાખે છે

કહેવાય છે કે સ્ત્રી ઘરની લક્ષ્મી છે, અને સ્ત્રી ધારે તો કોઈનું જીવન આબાદ કરી શકે અને ઈચ્છે તો કોઈનું જીવન બરબાદ પણ કરી શકે છે. એટલે લગ્ન પહેલા દરેક પુરુષ સ્ત્રીની સુંદરતા સાથે તેના ગુણોને પણ જોતો હોય છે, સ્ત્રીમાં રહેલા કેટલાક ખાસ ગુણોના કારણે પુરુષ તેને પસંદ કરે છે અને બંને સાથે મળીને પોતાનું જીવન આબાદ કરતા હોય છે.

પરંતુ સ્ત્રીઓમાં લગ્ન પહેલા રહેલા કેટલીક આદતો ના કારણે તે લગ્ન બાદ પણ પોતાના સસરાને સમૃદ્ધ નથી રાખી શકતી, અને પોતાની સાથે પોતાના પરીનું પણ જીવન બરબાદ કરી નાખે છે, સાથે સાથે પોતાના સાસરી પક્ષમાં પણ સુખ નથી આપી શકતી, આવી ચાર આદતો આજે અમે તમને જણાવીશું જે જો તમારામાં હોય તો આજે જ બદલી નખજો.

1. પોતાના ભૂતકાળને ના ભૂલવું:
આજનો જમાનો આધુનિક યુગનો છે અને પ્રેમ અને આકર્ષણ લગ્ન પહેલા પણ થવું સ્વાભાવિક છે. આજે મોટાભાગની છોકરીઓ કોઈના પ્રેમમાં હોય છે, પરંતુ સંજોગોવશાત એ જ છોકરા સાથે એના લગ્ન થઇ શકતા નથી અને કોઈ બીજા છોકરા સાથે તેના લગ્ન થઇ જાય છે. આવા સમયે ઘણી છોકરીઓ પોતાના ભૂતકાળને ભૂલી શકતી નથી, પોતાના જુના પ્રેમીને યાદ કરે છે, અને ઘણી છોકરીઓ તો લગ્ન બાદ પણ પોતાના જુના પ્રેમી સાથેના સંબંધોને ચાલુ જ રાખે છે, આવા સમયમાં તે પોતાના પતિ પ્રત્યે વફાદાર નથી રહી શકતી અને જ્યારે આ બાબત તેના સાસરે ખબર પડે છે ત્યારે પરિણામ ખુબ ખરાબ આવે છે માટે પોતાનો ભૂતકાળ ભૂલીને જીવનની નવેસરથી જ શરૂઆત કરવી.

2. ઝઘડો કરનારી સ્ત્રીઓ:
આધુનિક યુગમાં સ્ત્રીની સ્વતંત્રતાની વાતો કરવામાં આવે છે, ઘણી સ્ત્રીઓ આ સ્વતંત્રતાની હોડમાં અભિમાની બની જાય છે અને પોતાની મરજી મુજબ જ થાય એમ ઈચ્છે છે અને તેના કારણે જ તે નાની નાની વાતોમાં પણ ઝગડા કરવા લાગી જતી હોય છે.

આપણા ઋષિમુનિઓએ પણ કહ્યું છે કે જે ઘરમાં ઝગડા થાય એ ઘરની ઉન્નતિ ક્યારેય થતી નથી, માટે જો ઝગડાળું સ્વભાવ વળી સ્ત્રી સાથે કોઈ પુરુષ લગ્ન કરે છે તો પણ તે ક્યારેય સુખી રહી શકતો નથી.

3. પોતાના જ પતિને પ્રેમ ના કરી શકનારી સ્ત્રીઓ:
અત્યારે પણ સમાજમાં એવી પ્રથા ચાલે છે કે લગ્ન કરવા માટે એકબીજાની પસંદ ના પસંદ જોવામાં નથી આવતી, અને ઘણી છોકરીઓ પોતાના પરિવારના દબાણમાં આવીને લગ્ન કરી લેતી હોય છે,
જેના કારણે તે લગ્ન બાદ પોતાના પતિને પ્રેમ નથી કરી શકતી, એ છોકરીના મનમાં એમ જ ચાલતું હોય છે કે તેને પરિવારની મરજીથી લગ્ન કર્યા છે પોતાની મરજીથી નહીં જેના કારણે પણ લગ્ન જીવન સુખી નથી બનતું. પરંતુ જો જે મળ્યું છે તેનો આનંદ માણીને જીવી લેનારી સ્ત્રીઓ હંમેશા સુખી રહે છે અને પોતાના પતિ અને પરિવારને પણ સુખી રાખે છે.

4. સ્વાર્થી સ્ત્રીઓ:
આધુનિક સમયમાં સ્ત્રીઓને સ્વતંત્ર રહેવું છે, તે લગ્ન બાદ પણ સ્વતંત્રતા ભોગવવા માગે છે અને અને તેના કારણે જ તે પોતાના પરિવારનું નથી વિચારતી પણ પોતાના સ્વાર્થનું જ વિચારતી હોય છે, એક તરફ પતિ પોતાના પરિવારને સાથે લઈને ચાલવાનું વિચારે છે તો બીજી તરફ પત્ની પરિવારને બાજુપર રાખીને જીવવાનું વિચારે છે આવા સમયે મતભેદો થતા હોય છે અને લગ્ન જીવન દુઃખી બનતું હોય છે.

Author: thegujjurocks.in