જિંદગી

પરણિત મહિલા 18 વર્ષના યુવકને શારીરિક સંબંધો બાંધવા માટે કરતી હતી બ્લેકમેલ, યુવકે કર્યું એવું કે જાણીને હોશ ઉડી જશે

અવાર નવાર સમાચારમાં આપણે લગ્નેત્તર સંબંધો અને આ સંબંધોની જાણ થતા મચતાં ઉહાપોહની વાતો સાંભળીએ છીએ. શરીરની વાસના એવી હોય છે કે આ માટે કોઈ ઉંમર પણ નથી જોતી. ત્યારે હાલ સુરતમાંથી એક એવા સમાચાર આવી રહ્યા છે જેને સાંભળીને કાળજું કંપી ઉઠે.

Image Source

સુરતમાં રહેતી એક 28 વર્ષની પરણિત મહિલા એક 18 વર્ષના યુવકના પ્રેમમાં પડી, આ મહિલાને એક ચાર વર્ષની દીકરી પણ હતી, પરંતુ તેને એ યુવક સાથે એવો મનમેળ સધાઈ ગયો કે શારીરિક સંબંધો બાંધવા માટે તે યુવકને બ્લેકમેલ પણ કરવા લાગી, યુવકના ઘરે પણ આ બાબતની ખબર પડતા બંને પરિવારમાં ઝઘડા થવા લાગ્યા જેના કારણે માનસિક ત્રાસથી કંટાળેલા યુવકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં પોતાની માતા અને મોટાભાઈ સાથે રહેતા એક 18 વર્ષનો યુવક લોકડાઉનના કારણે પોતાના ઘરમાં જ સમય વિતાવી રહ્યો હતો. લોકડાઉનના કારણે બહાર અવર જ્વર ના થઇ શકવાના કારણે ઘરની આસપાસ જ રહ્યા કરતો. આ દરમિયાન પાડોશમાં રહેતી એક પરિણત અને ચાર વર્ષની બાળકીની 28 વર્ષીય મહિલા સાથે તેની મિત્રતા થઇ.

Image Source

આ મહિલાને તે 18 વર્ષના યુવક સાથે એક તરફી લાગણી બંધાઈ ગઈ અને તે યુવકને વારંવાર ફોન કરીને શારીરિક સંબંધો બાંધવા માટે બેલ્કમેલ કરવા લાગી. રોજ રોજના માનસિક ત્રાસથી કંટાળેલા આ યુવક પોતાના ઘરની અંદર જ કેદ રહેવા લાગ્યો અને કોઈ સાથે વાત કરવાનું પણ તેને બંધ કરી દીધું હતું.

આ વાતનો અણસાર તેની માતાને લાગતા જ તેને પોતાના દીકરાને ઉદાસી પાછળનું કારણ પૂછ્યું ત્યારે દીકરાએ પોતાનું દિલ તેની માતા આગળ ખોલ્યું અને તેની મમ્મીને બધી જ હકીકત જણાવી દીધી હતી.

Image Source

ત્યારબાદ તેની માતાએ તે મહિલાના પતિને ફરિયાદ કરી, પરંતુ તે મહિલાનો પતિ તો સામેથી મા દીકરાને જ સાંભળવવા લાગ્યો.  પરંતુ આ દરમિયાન મહિલાએ આવીને જણાવી દીધું હતું કે મારે તે યુવક સાથે જ સંબંધ રાખવો છે. આ વાતથી પતિને પણ શોક લાગ્યો હતો. આજ વાતના કારણે બંને પરિવારો વચ્ચે ઝઘડા ચાલુ હતા.

આસપાસના લોકો અને પરિવારજનો આ બાબતે યુવકને જ સમજાવ્યા કરતા હતા. આ દરમિયાન તે મહિલાએ પણ યુવકને ફોન કરવાનું બંધ નહોતું કર્યું. આખરે માનસિક પીડાથી અને મહિલાના બ્લેકમેલીંગથી કંટાળી ગયેલા યુવકે મહિલાનો ફોન આવ્યા બાદ પહેલા માળે જઈને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

Image Source

આ બાબતે યુવકના પરિવારજનોએ મહિલા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે, પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Exit mobile version