વિશ્વસુંદરી એશ્વર્યા રાયથી લઈને અક્ષય કુમારે નાની ઉંમરના પાર્ટનર સાથે કર્યો ભરપૂર રોમાન્સ, જુઓ
બોલીવુડની ફિલ્મોમાં રોમાન્ટિક દૃશ્યો ના આવે તો ફિલ્મનું કોઈ મહત્વ રહેતું નથી એવું આજના ફિલ્મ નિર્માતાઓનું માનવું છે. શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરની આવનારી ફિલ્મ “અ સૂટેબલ બ્વોય” 23 ઓક્ટોમ્બરના રોજ ઓટિટિ પ્લેટફોર્મ ઉપર આવી રહી છે. હવે આ ફિલ્મનું ટ્રેલર શુક્રવારના રોજ રિલીઝ કરવામાં આવ્યું જેમાં 24 વર્ષનો ઈશાન પોતાનાથી બે ઘણી મોટી 49 વર્ષની અભિનેત્રી તબુ સાથે રોમાન્સ કરતો નજર આવી રહ્યો છે. જેને લઈને હવે ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ માત્ર ઈશાન જ નહીં બીજા પણ ઘણા અભિનેતાઓ છે જેમને પોતાનાથી મોટી ઉંમરની અભિનેત્રીઓ સાથે રોમાન્સ કર્યો છે.

1. રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય:
રણબીર અને ઐશ્વર્યા રાય વચ્ચે 9 વર્ષનું અંતર છે તે છતાં પણ બંનેએ ફિલ્મ “એ દિલ હે મુશ્કિલ”માં રોમાન્ટિક દૃશ્યો આપ્યા હતા.

2. અર્જુન કપૂર અને કરીના કપૂર:
અર્જુન કપૂર કરતા કરીના કપૂર ઉંમરમાં 4 વર્ષ મોટી છે. પરંતુ આ બંનેએ ફિલ્મ “કી એન્ડ કા”માં બોલ્ડ અને રોમાન્ટિક દૃશ્યો આપ્યા હતા.

3. અક્ષય ખન્ના અને ડિમ્પલ કાપડિયા:
અક્ષય ખન્નાએ પણ પોતાનાથી 18 વર્ષ મોટી અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે રોમાન્ટિક દૃશ્યો આપ્યા હતા. ફિલ્મ “દિલ ચાહતા હે”માં બંનેનો પ્રેમ આજે પણ લોકોને યાદ છે.

4. અક્ષય કુમાર અને રેખા:
બોલીવુડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર અને એક સમયની સુપ્રસિદ્ધ અભિનેત્રી રેખા વચ્ચે પણ ઉંમરનું 13 વર્ષનું અંતર છે. પરંતુ ફિલ્મ “ખેલાડીઓ કે ખેલાડી”માં બંનેના રોમાન્ટિક દૃશ્યો જોવા મળ્યા હતા.

5. અક્ષય ખન્ના અને માધુરી:
બોલીવુડની સૌથી પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રીઓમાં એક માધુરી દીક્ષિત અને અક્ષય ખન્ના કરતા 8 વર્ષ નાની છે. ફિલ્મ “મહોબ્બત”માં બંનેના રોમાન્ટિક દૃશ્યો જોવા મળ્યા હતા.

6. અલી ફજલ અને વિદ્યા બાલન:
ફિલ્મ “બોબી જાસૂસ” બોલીવુડમાં તો કમાલ ના કરી શકી પરંતુ આ ફિલ્મમાં અલી ફજલ અને તેનાથી 9 વર્ષ મોટી વિદ્યા બાલનનો રોમાન્સ ઘણો જ ચર્ચામાં રહ્યો હતો.

7. વરુણ ધવન અને નરગીસ:
અભિનેત્રી નરગીસ પણ વરુણ ધવન કરતા 7 વર્ષ મોટી છે. આ બંનેનો રોમાન્સ પણ ફિલ્મ “મેં તેરા હીરો”માં જોવા મળ્યો હતો.

8. કરણ સિંહ અને બિપાશા:
બોલીવુડની બ્લેક બ્યુટી બિપાશા બાસુએ પણ પોતાનાથી 3 વર્ષ નાના અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે ફિલ્મ “અલોન”માં ખુબ જ રોમાન્સ કર્યો હતો.

9. રણબીર કપૂર અને બિપાશા:
રણબીર કરતા બિપાશા 4 વર્ષ મોટી છે. આ બંનેને પણ ફિલ્મ “બચના એ હસીનો”માં ઘણા જ રોમાન્ટિક દૃશ્યો આપ્યા હતા.

10. સૈફ અલી ખાન અને માધુરી:
સૈફ અલી ખાને પણ ફિલ્મ “આરઝૂ”માં પોતાનાથી 3 વર્ષ મોટી અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે પ્રેમ ભરેલા ગીતો ગાયા હતા.