omg અજબ ગજબ

બ્રા ન પહેરવા માટે કેમ મહિલાઓ કરી રહી છે આંદોલન? કારણ જાણીને વિશ્વાસ નહિ આવે- જાણો #NoBra વિશે

બાળકીઓને વધતી ઉંમરની સાથે સાથે જ એ અહેસાસ કરવામાં આવે છે કે પોતે એક છોકરી છે, પુરુષોની નજરોથી બચવા માટે છોકરીઓએ પોતાનું શરીર ઢાંકીને રાખવું જોઈએ. આજે પણ દરેક સમાજ એક પુરુષ પ્રધાન છે, એવામાં તેઓએ મહિલા વિરોધી જ કાનૂન બનાવ્યા છે. એવામાં હવે મહિલાઓ પોતાની આઝાદી માટે અવાજ ઉઠાવી રહી છે. એવામાં મહિલાઓએ એક નવું અભિયાન શરૂ કર્યું છે,’નો બ્રા મુવમેન્ટ’.

Image Source

દક્ષિણ કોરિયામા મહિલાઓ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવેલું છે જેનું નામ નો બ્રા આપવામાં આવ્યું છે, આ સિવાય સોશિયલ મીડિયા પર #NoBra ચર્ચામાં આવી ગયું છે અને મહિલાઓ બ્રા પહેર્યા વગરની જ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે, અને તેઓએ આ અભિયાનને એક આઝાદીનું નામ આપ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by 설리가진리 (Sulli) (@jelly_jilli) on

આ અભિયાનમાં હવે ઘણા દેશોની મહિલાઓ શામિલ થઇ ગઈ છે અને અભિયાનને ખુબ સારો એવો અભિપ્રાય અને સપોર્ટ મળી રહ્યો છે.

Image Source

કેવી રીતે થઇ આ અભિયાનની શરૂઆત:

આ અભિયાનની શરૂઆત દક્ષિણ કોરિયાની ગાયિકા અને અભિનેત્રી સુલી દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ પર બ્રા પહેર્યા વગરતની તસ્વીર શેર કરવાની સાથે થઇ હતી. સુલીના ફોલોઅર્સે આ તસ્વીરને શેર કરવાનું શરૂ કરી દીધું, જેના પછી આ તસ્વીર એટલી વાયરલ થઇ ગઈ કે તેણે એક અભિયાનનું સ્વરૂપ લઇ લીધું.

Image Source

આ અભિયાનના દ્વારા હવે એક અલગ પ્રકારની ચર્ચા શરૂ થઇ ગઈ છે જ્યા અમુક લોકો તેના સપોર્ટમાં ઉભેલા છે જ્યારે અમુક દ્વારા તેને સસ્તી લોકપ્રિયતાનો કરાર આપવામાં આવ્યો છે. ઘણી મહિલાઓનું માનવું છે કે બ્રા પહેરવી કે ન પહેરવી તે અમારા પર આધાર રાખે છે.
તેને કોઈપણ પ્રકારનો વિવાદિત મુદ્દો બનાવવાનો ન જોઈએ, બીજી તરફ સોશિયલ મીડિયા પર અમુક લોકોએ કહ્યું કે આ માત્ર એક પબ્લિસિટી સ્ટંટ છે બીજું કઈ નથી.

ઓસ્ટ્રેલિયાની વોલોનગોંગ યુનિવર્સીટીની ડોક્ટરનું કહેવું છે કે મહિલાઓને એ વાતનો પુરો અધિકાર છે કે તે જાતે જ નક્કી કરે કે તે બ્રા પહેરે કે નહિ. પણ જો તમારા સ્તન ભારે છે તો તેને એક સપોર્ટની જરૂર પડે છે. આવું થવા પર તમારા શરીરની બનાવટ વિચિત્ર થઇ જાય છે, જેની સીધી જ અસર ગરદન અને પીઠ પર પણ પડે છે.

Image Source

ડોકટરે આગળ કહ્યું કે જેમ જેમ ઉંમર વધવા લાગે છે તેમ તેમ શરીરીની રચના પર પણ અસર પડે છે અને ત્વચા ઢીલી પડી જાય છે અને સ્તનને પ્રાકૃતિક રૂપે મળનારો સપોર્ટ પણ કમજોર થઇ જાય છે.

Image Source

ડિસેમ્બર 2014 માં નેટફ્લિક્સ પર ‘ફ્રી દ નીપલ’ નામની એક ડોક્યુમેન્સ્ટ્રી આવી હતી. જેમાં ન્યુયોર્ક શહેરમાં મહિલાઓના સ્તન પર સેન્સરશીપ લગાવવવા અને અપરાધિકારણના વિરુદ્ધ આંદોલન ચલાવનારી મહિલાઓના એક સમૂહની કહાની જણાવવામાં આવેલી છે.

Image Source

જેના પછી 13 ઓક્ટોબરના દિવસે દુનિયાભરમાં નો બ્રા ડે ઉજવવામાં આવા લાગ્યો. આ દિવસે મહિલાઓને બ્રા ન પહેરવા માટે પ્રેરિત કરવામાં આવે છે, આ દિવસનો ઉદ્દેશ્ય બ્રેસ્ટ કેન્સરના પ્રતિ લોકોને જાગરૂક કરવાનો અને મહિલાઓને વધારેમાં વધારે પ્રોત્સાહિત કરવાનો છે.

Author: TheGujjuRocks.in