ન્યુઝ

વડોદરામાં એક મહિલાએ 55 મિનિટમાં એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો- જાણો વડોદરાના આ બહેન સાથે થયું

વડોદરામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી એક મહિલાએ 1 કલાકમાં 4 સંતાનને જન્મ આપ્યો હતો.

Image Source

વાત એમ છે કે વાડી મોડી વ્હોરવાડની રહેવાસી ગર્ભવતી રૂકસારબાનુ ગુફરાન માગદખાને પેટમાં દુખાવો થતા તેના પરિજનોએ તેને વડોદરામાં સયાજી હોસ્પિટલમાં રૂકમણી ચૈનાની પ્રસૃતિ ગૃહ ખાતે લાવ્યા હતા જ્યા તેને દાખલ કરવામાં આવી હતી. તેની સારવાર દરમ્યાન તેને 1 કલાકમાં 4બાળકોને જન્મ આપતા હોસ્પિટલમાં હાજર સ્ટાફ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો.

Image Source

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આવો કિસ્સો પાંચ લાખ મહિલામાંથી એક જ વાર બને છે. 24 વર્ષીય રૂકસારબાનુએ રાતે 1 વાગે પહેલા દીકરીને  જન્મ આપ્યો, એ પછી 1.38એ બીજા દીકરાને, 1.39 કલાકે ત્રીજા દીકરાને અને 1.55 કલાકે ચોથા દીકરાને જન્મ આપ્યો હતો.

Image Source

ડોક્ટરોના મતે વડોદરાનો આવો આ પહેલો જ કિસ્સો છે. ડોક્ટર્સ દ્વારા આ ડિલિવરી નોર્મલ કરાવવામાં આવી હતી. આ ડિલિવરી આઠ મહિને થઇ હોવાના કારણે એટલે કે પ્રિમેચ્યોર હોવાના બાળકો ચારેય બાળકોનું વજન ઓછું હતું.

Image Source

આ ચારેય બાળકોને  ICUમાં કાચની પેટીઓમાં રાખવામાં આવ્યા છે. એક બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. બાળકીનું વજન 1 કિલો, બે બાળકોનું વજન 1.2 કિલો અને એક બાળકનું વજન 1.1 કિલો છે.

Image Source

આ મહિલાના ગર્ભમાં ચાર બાળકો હોવાથી ડોકટરોએ વિશેષ કાળજી રાખી હતી. આ મહિલાની તબિયત સારી છે. વડોદરાના જાણીતા ડોક્ટરનું કહેવું છે કે મહિલાએ એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો છે, પણ બાળકોનું વજન ઓછું હોવાના કારણે તેમને NICUમાં રાખવામાં આવ્યા છે.

Author: thegujjurocks.in