મોટાભાગે એવુ જોવામાં આવે છે કે પોતાના કાર્યસ્થળ પર કોઈને કોઈ એવું ચોક્કસ હોય છે જેનાથી એક ખાસ લગાવ થાવા લાગે છે અને જોત જોતામાં આ લગાવ પ્રેમમાં બદલાઈ જાય છે. આ જ બાબાતને જો હિન્દી સિનેમા સાથે જોડી દેવામાં આવે તો એવા ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે જેઓ પોતા વર્કપ્લેસ પર જ એકબીજાના પ્રેમમાં ખોવાઈ ગયા.

અહીં અમે તમને એ સાત અભિનેત્રીઓ વિશે જણાવીશું જેને પોતાના જ કો-સ્ટાર સાથે લગાવ થઇ ગયા પછી પ્રેમ થઇ ગયો હતો.
1.સોનાલી બેન્દ્રે:

90 ના દશકની સુંદર અને સફળ અભિનેત્રીઓમાંની એક સોનાલી બેન્દ્રે પણ તે અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે જેને પોતાના શૂટિંગ પ્લેસ પર પોતાના જ કો-સ્ટાર સાથે પ્રેમ થઇ ગયો હતો. હાલતો સોનાલી વિવાહિત છે અને પોતાના પતિ સાથે ખુબ જ ખુશ છે અને તેનો એક દીકરો પણ છે. સોનાલીએ વિક્કી બહલ સાથે લગ્ન કર્યા છે. પણ એક સમય એવો પણ હતો જ્યારે ફિલ્મ ‘ટક્કર’ ના શૂટિંગ દરમિયાન તેને સુનિલ શેટ્ટી સાથે પ્રેમ થઇ ગયો હતો,
પણ તેઓનો પ્રેમ લગ્ન સુધી પહોંચી શક્યો ન હતો. સોનાલી બેન્દ્રે અમુક દિવસો પહેલા જ ન્યૂયોર્કથી કેન્સરનો ઈલાજ કરાવીને ભારત પછી આવી છે. કેન્સર જેવી ગંભીર બીમારીની સામે સોનાલીએ જીત મેળવી છે.
2.રેખા:
કહેવાય છે કે એક જમાનાની ફેમસ અદાકારા રેખાનું જીવન એક રહસ્ય છે. તેના વ્યક્તિગત જીવન વિશે કોઈપણ જાણકારી નથી રહેતી. પણ ફિલ્મી કેરિયરના સમયે તેના ઘણા અફેર રહી ચુક્યા છે જેની ખુબ ચર્ચાઓ પણ થાતી હતી. જાણકારી આધારે રેખા ફિલ્મ ખિલાડીઓ કે ખિલાડી ની શૂટિંગ સમયે પોતાના કો-સ્ટર અક્ષય કુમારને પોતાનું દિલ આપી ચુકી હતી. પણ બંનેએ ક્યારેય પોતાના રિલેશનનો ખુલાસો કર્યો ન હતો.

તેની પહેલા ફિલ્મ ‘સિલસિલા’ના સેટ પર રેખા અને અમિતાભ બચ્ચનની પણ ચર્ચા થઇ હતી. આ ફિલ્મમાં બીગ બી ની પત્ની જયાં બચ્ચન પણ મુખ્ય કિરદારમાં હતી.

3. મનીષા કોઈરાલા:

‘1942 આ લવ સ્ટોરી’ થી મનીષા કોઈરાલા અને અનિલ કપૂરના પ્રેમને ઉડાણ મળી હતી પણ અનિલ કપૂર વિવાહિત હતા માટે પોતાના પ્રેમને અંજામ આપી શક્યા ન હતા. આ ફિલ્મના શૂટિંગ સમયે જ બંને વચ્ચેના પ્રેમ પ્રકરણની ચર્ચાઓ થાવા લાગી હતી. આ કહાની તો ખતમ થઇ ગઈ. જેના પછી મનીષાએ નેપાળના એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા પણ અમુક સમયમાં જ તેના છૂટેછેડા પણ થઇ ગયા હતા.

4. કરિશ્મા કપૂર:

90 ના દશકની કપૂર ખાનદાન ની સૌથી પહેલી અભિનેત્રી કરિશ્મા કપૂરએ પ્રેમ કૈદી ફિલ્મ દ્વારા બૉલીવુડ સફરની શરૂઆત કરી હતી. ફિલ્મ જીગરની શૂટિંગના દરમિયાન કરિશ્મા કપૂર પોતાના કો-સ્ટર અજય દેવગનને પ્રેમ કરવા લાગી હતી, તે સમયે બંનેના લગ્નની ચર્ચા પણ થવા લાગી હતી.
અજયની સાથે કરિશ્મા સંગ્રામ,ધનવાન અને સુહાગમાં પણ કામ કરી ચુકી છે.જો કે અમુક સમય પછી અમુક કારણોને લીધે બંનેનું બ્રેકઅપ થઇ ગયું.

5. રવીના ટંડન:
આજે ભલે રવીના ટંડન ફિલ્મી દુનિયાથી દૂર હોય પણ 90 ના દશકમાં તેણે હિન્દી સિનેમા પર રાજ કર્યુ હતું. કેરિયરના દરમિયાન તેનું ઘણા અભિનેતાઓ સાથે નામ જોડાયું હતું.ફિલ્મ મોહરાના શૂટિંગ સમયે રવીના ટંડન પોતાના કો-સ્ટાર અક્ષય કુમારને પ્રેમ કરી બેઠી હતી. જો કે તે સમયે રવીના અક્ષયને લઈને ખુબ ગંભીર હતી. પણ પછી બંનેનું બ્રેકઅપ થઇ ગયું. બંને એ સાથે મેં ખિલાડી તું અનાડી,
કિંમત, પોલીસ ફોર્સ, આન, દાવા અને બારૂદ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. તે સમયે રવીના અક્ષય પર પોતાનો જીવ પણ કુરબાન કરતી હતી.

6. માધુરી દીક્ષિત:
બૉલીવુડની ધક ધક ગર્લ માધુરીની સ્માઈલ પર આજે પણ લાખો લોકો દીવાના છે. ફિલ્મ સાજનની શૂટિંગના દરમિયાન માધુરી સંજય દત્તને પ્રેમ કરવા લાગી હતી પણ સંજયની ડ્રગ્સની ખરાબ આદતને લીધે તે ખુબ જ ચિંતિત થઇ ગઈ હતી. જો કે એ તો બધા જાણે જ છે કે અભિનેતા સંજય દત્તનું નામ 1993 માં મુંબઈ બૉમ્બ બ્લાસ્ટમાં આવ્યા પછી
માધુરી સંજય થી દૂર રહેવા લાગી હતી. અને સંજયના જેલ ગયા પછી માધુરીએ સંજય સાથેના દરેક રિલેશન તોડી નાખ્યા.

7.નીતુ સિંહ:
આખરે વાત કરીયે તે સફળ જોડીની જેઓનો પ્રેમ કામિયાબ થયો. અભિનેતા ઋષિ કપૂર અને નીતુ સિંહ એક જમાનાની સૌથી સુંદર જોડી માનવામાં આવતી હતી. બંને એ ખેલ ખેલ મેં, રફુ ચક્કર, અમર અકબર એન્થની, કભી કભી વગેરે જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. લાંબા સમયથી એક સાથે કામ કરતા કરતા આ જોડીએ એક બીજાના જીવનસાથી માની લીધા. લાંબા સમયની ડેટ પછી પછી બંને એ એકબીજા સાથે લગ્ન કરી લીધા. હાલ ઋષિ કપૂર ન્યુયોર્ક માં કેન્સરનો ઈલાજ કરાવી રહ્યા છે.

Author: thegujjurocks.in