ન્યુઝ

અમેરિકામાં મૃત્યુઆંકમાં થઇ રહ્યો છે વિશ્વાસ ના આવે એટલો વધારો, આંકડો જોઈને આંખો પહોળી થઇ જશે

વિશ્વના 200 થી વધુ દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાના સૌથી વધુ કે અમેરિકામાં નોંધાયા છે. અમેરિકામાં કોરોનનો કહેર યથાવત છે. અમેરિકામાં કોરોનાના કહેરને કારણે સંક્રમિત લોકોની સંખ્યા અને મોતમાં દિવસે-દિવસે વધારો થતો જાય છે.

Image Source

અમેરિકામાં કાલની સરખામણીએ ઓછા થતા 24 કલાકમાં 2517ના મોત નિપજ્યા છે. તો 24 કલાકમાં 31 811 કેસ નોંધાયા છે. અમેરિકામાં હાલ કુલ કેસની સંખ્યા 710,021 થઈ. જ્યારે મોતનો આંકડો 37,158 થઈ ગયો છે. 60,510 લોકો સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 612,353 થઈ છે.

Image source

કોરોનના વધતા જતા કેસે અમેરિકાની પોલ ખોલી નાખી છે. અમેરિકામાં ડોકટરોપાસે પૂરતી પીપીઈ કીટ ના હતી. જેથી ડોકટરોએ એક જ કીટનો વારંવાર ઉપયોગ કરતા સંક્ર્મણ વધુ ફેલાયું હતું. અમેરિકી રાષ્ટ્ર્પતિ ટ્રમ્પએ તૈયારી કરતા અને મેડિકલ ઈમરજન્સી જાહેર કરતા ત્યાં સુધીમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ થઇ ગઈ હતી.

અમેરિકામાં ન્યૂ યોર્કમાંવધતા જતા કેસને કારણે જાહેર જગ્યાઓ પર લોકોને પોતાનો ચહેરો ઢાંકવાનો નિયમ શુક્રવારથી લાગુ કરવામાં આવ્યો છે.  2 વર્ષના બાળકોને મેડિકલ કારણોસર મોઢું ઢાકવા કે માસ્ક પહેરાવામાંથી છુટ આપી છે.

Image source

અમેરિકામાં એક સમાચાર એજન્સીના જણાવ્યાનુંસાર ડોનાલ્ડ ટ્રમ્પે ખેડૂતોને 19 અબજ ડોલરની મદદ કરી છે. જ્યારે અમેરિકાએ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસને રોકવા માટે પાકિસ્તાનને 84 લાખ ડૉલરની મદદ કરવાની જાહેરાત કરી છે.

મેક્સિકોમાં ઈલેક્ટ્રિક મોટર બનાવતી એક ફેક્ટરીમાં કામ કરનારા એમ્પલોય્સએ લૉકડાઉનને સમર્થન જાહેર કરતા કહ્યું કે તે કોરોનાના જોખમને કારણે ફેક્ટરીમાં કામ નહીં કરે. તેમને ક્વૉરન્ટાઈન કરવામાં આવે.

Author: thegujjurocks.in