OMG

અનોખી ટોયલેટ સીટ જેના પર 7 મિનિટથી વધુ સમય સુધી બેસવું છે મુશ્કેલ, જાણો કેમ બનાવ્યું આ ટોયલેટ

આપણે નાંનપણરથી જોતા આવીએ છીએ કે, ટોયલેટ બ્રેક કંઈક કંઈક અલગ જ છે. સ્કૂલ હોય કે પીછો કોલેજ હોય કે પછી ઓફિસ ટોયલેટ બ્રેકમ રિલેક્સિંગ થાય છે. ઘણા વિધાર્થીઓ અને વર્કર્સ ટોયલેટમાં વધુ સમય વિતાવે છે. પરંતુ હવે આ લોકો માટે કદાચ આ લેખ બની શકે છે મુશ્કેલી. મુશ્કેલી એટલા માટે વધી શકે છે કારણેકે એક એવી ટોયલેટ સીટ તૈયાર કરવામાં આવી કે જેના પર તમે 7 મિનિટથી વધુ નહિ બેસી શકો. મતલબ કે તમને આ સીટ પર શાંતિથી બેસવાનો કોઈ મોકો નહીં મળે.

Image Source

બ્રિટીશ કન્સ્ટલન્ટ એન્જીનીયરે મહાવીર ગીલે આ સીટની ડિઝાઈન તૈયાર કરી છે. આ ટોયલેટ સીટને સ્ટાન્ડર્ડ ટોયલેટ નામ આપવામાં આવ્યું છે. આ સ્ટાન્ડર્ડ ટોયલેટની સીટ સીધી સપાટની બદલે નીચેની બાજુ 13 ડિગ્રી ઝુકેલી છે એટલે કે તમારે આ સીટ પર બેસ્ટ સમયે પગને જમીનનો સહારો આપવો પડશે . નહીં તો ઢાળને કારણે તમે ટોયલેટ સીટ પરથી પડવાની શક્યતા પણ રહેલી છે.

આ સીટની ડિઝાઇન કરનાર કંપનીનું કહેવું છે કે, આ સીટનો ઉપયોગ કરવા માટે તમારે લગાતાર પગ પર દબાણ આવે છે. આ માટે આ સીટ પર 7 મિનિટથી વધુ બેસવું મુશ્કેલ છે. ડિઝાઈનરનું કહેવું છે કે, આ ટોયલેટ સીટ તેના અંગત અનુભવને લઈને બનાવવામાં આવી છે. આ કંપનીનું માનવું છે કે, આ ટોયલેટ સીટ કંપનીઓ માટે ફાયદેમંદ સાબિત થઇ શકે છે કારણકે, કર્મચારીઓ આ સીટને કારણે ટોયલેટમાં વધુ સમય નહીં વિતાવી શકે જેના કારણે તે કામ પર વધુ ધ્યાન આપશે.

Image Source

સ્ટાન્ડર્ડ ટોયલેટ સીટ બનાવવાર એન્જીનીયર મહાવીર ગેલનું કહેવું છે કે, એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, કામ દરમિયાન કર્મચારીઓ બ્રેક લેવાને કારણે ફક્ત બ્રિટન ઇન્ડસ્ટ્રીઝમાં દર વર્ષે 4 બિલિયન પાઉન્ડનું નુકસાન થયું છે. આ પરથી સમજી શકાય કે સ્ટાન્ડર્ડ ટોયલેટકંપનીઓ માટે કેટલું ફાયદેમંદ છે.

આ સ્ટાન્ડર્ડ ટોયલેટ સીટને ‘બ્રિટિશ ટોયલેટ એસોશિએશન’નું સમર્થન પણ મળી ચૂક્યું છે. આ એક નોટ ફોર પ્રોફિટ એસોશિએશન છે જે ટોયલેટ ફેસેલીટીના ક્ષેત્રમાં કામ કરે છે. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં આ સ્ટાન્ડર્ડ ટોયલેટનો વિરોધ કરી રહ્યા છે. આ સ્ટાન્ડર્ડ ટોયલેટમને માનવતાની વિરુદ્ધમાં દર્શાવ્યું છે.

Image Source

મહાવીર ગિલનું કહેવું છે કે, કોઈ પણ લોકોટોયલેટ સિટ પર વધુ બેસવા નથી માંગતા. એવું નથી કે, ટોયલેટ સીટની ડિઝાઈન બેસવામાં અસુવિધા કરે છે, પરંતુ વાત બસ એટલી જ છે કે, જે લોકો ટોયલેટ સીટ પર બેસીને લાંબો સમય વિતાવે છે તેના માટે છે. મહાવીરનું કહેવું છે કે, આ સ્ટાન્ડર્ડ ટોયલેટનું સીધું કારણ કંપનીઓને ફાયદો પહોંચાડવાનું છે, આ રીતે કંપનીના પૈસા બચે છે.

Author: thegujjurocks.in