અજબ ગજબ

વૃક્ષ પર અચાનક દેખાઈ સાઈબાબાની આકૃતિ, દર્શન માટે લાગી હતી ભીડ, જાણો શું મામલો- વિડીયો થયેલો હતો વાઇરલ

કૈંન્ટોનમેંન્ટ બોર્ડના વાર્ડ નંબર-5 સ્થિત રેલવે કોલોનીમાં જંગલ જલેબીના એક જુના વૃક્ષના થડમાં સાઈ બાબાની આકૃતિ ઉભરાવાને લોકો તેને ચમત્કાર માની રહ્યા છે. આ આકૃતિ સવારના સમયે બે બાળકોને જોવા મળી હતી અને પછી તરત જ આ જાણકારી બંનેએ પોતાના પરિવારના લોકોને આપી.એવામાં પરિવારના લોકો પણ જયારે વૃક્ષની પાસે પહોંચ્યા તો સાઈ બાબાની હૂબહૂ આકૃતિ જોઈને હેરાન રહી ગયા હતા. એવામાં સાઈ બાબાની આકૃતિના દર્શન  માટે મોડી રાત સુધી લોકોની ભીડ લાગી રહી હતી.

Image Source

ઘટના લોકોની આસ્થા સાથે જોડાયેલી છે માટે રેલવે પ્રશાસન લગાતાર ચોકીદારી કરી રહ્યા છે.વૃક્ષની આસપાસની નિગરાની માટે આરપીએફ કર્મચારીઓની ડ્યુટી લગાવામાં આવી હતી આ સિવાય સાઈ બાબાના ભક્તોએ આ વૃક્ષની આસપાસ ડંડા પણ બાંધી દીધા હતા જેથી કોઈપણ વ્યક્તિ આ આકૃતિની સાથે છેડ-છાડ ના કરી શકે.

Image Source

8 વર્ષના બાળકો સુરજિત અને વરુણે કહ્યું કે તેઓ આ વૃક્ષની આસપાસ રમી રહ્યા હતા આ દરમિયાન અચાનક જ તેઓનું ધ્યાન બાજુના જંગલ જલેબીના વૃક્ષ પર પડ્યું. તેઓએ જોયું કે વૃક્ષમાં એક આકૃતિ ધીમે ધીમે મોટી થઇ રહી છે.સુરજિતે જણાવ્યું કે આ જે આકૃતિ બની રહી હતી તે હૂબહૂ સાઈબાબાના ચેહરા સમાન હતી.એવામાં બાળકોએ આ વાતની જાણ અન્ય લોકો તથા પરિવારના લોકોને કરી જેના પછી અહીં ભક્તોની ભીડ ઉમટી પડી.આ સિવાય અહીં રોજ સાંજે આરતી અને ભજન પણ થાતા રહે છે.

Image Source

જો કે 21 મી સદીમાં આવું થાવું અશક્ય છે. વૃક્ષની બાજુમા આગળના દોઢ મહિનાથી કામ ચાલી રહ્યું હતું,તો તે લોકોને પણ બાબાની આકૃતિ દેખાવી જોઈતી હતી! એવામાં જરૂર પડવા પર વૃક્ષની જાંચ પુરાતત્વ વિભાગથી કરવામાં આવશે. કોઈને પણ રેલવેની જમીન પર પ્રતીકરણ કરવા દેવામાં આવશે નહીં.

Image Source

એવામાં અહીં કાર્યરત લેબર રામદીને જણાવ્યું કે આગળના લગભગ 2 થી 3 દિવસથી અહીં એક વ્યક્તિ આવતો હતો અને વૃક્ષના ખોખલા ભાગમાં કંઈક પ્રવૃત્તિ કરી રહ્યો હતો, એવામાં બની શકે કે તે જ વ્યક્તિએ સાઈ બાબાની મૂર્તિનો આકાર આપ્યો હોય.જો કે શ્રદ્ધા-અંધશ્રધ્ધામાં માનનારા દરેક લોકો આ ઘટના જોવા માટે આવી પહોંચ્યા હતા.

જુઓ સાંઈબાબાની આકૃતિનો વિડીયો-1….

વિડીયો-2…

Author: TheGujjuRocks.in