ન્યુઝ

બરોડામાં પતિએ કહ્યું “તારા ગર્ભમાં રહેલું બાળક મારું નથી”, પત્ની બોલી- DNA ટેસ્ટ કરાવી લો અને પછી જે થયું

પત્નીના ગર્ભમાં રહેલા બાળકને જયારે તેનો પતિ એમ કહે કે “આ બાળક મારું નથી, બીજા કોઈનું પાપ છે” ત્યારે એક પત્ની ઉપર શું વીતતી હશે તેની કલ્પના પણ ના થઇ શકે.

Image Source

દરેક સ્ત્રી માટે માતા બનવાની ખુશી જ કંઈક અલૌકિક હોય છે. પોતાના બાળકમાં દરેક મા પોતાના બાળપણને જોતી હોય છે. પરંતુ જયારે પોતાના પતિ દ્વારા જે એ બાળક પોતાનું નથી એવું કહેવામાં આવે ત્યારે એ સ્ત્રી ઉપર જાણે દુઃખોનો પહાડ તૂટી પડતો હશે.

કોઈ ફિલ્મમાં કે ટીવી સ્ક્રીન ઉપર આપણે ઘણીવાર આવું બનતું જોયું હશે પરંતુ અસલ જીવનમાં પણ હવે આવા કિસ્સા બહાર આવવા લાગ્યા છે.

Loading...
Image Source

પોલીસ સ્ટેશનમાં 27 વર્ષીય એક મહિલાએ ફરિયાદ કરી જણાવ્યું હતું કે “બે વર્ષ પહેલાં મારા લગ્ન એક યુવક સાથે થયા હતા. પરંતુ અમારો ઘરસંસાર બરાબર ચાલતો ન હોવાથી છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ 2020માં બીજા એક યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા. મારા બીજા પતિ થકી જ  હું ગર્ભવતી બની હતી. પરંતુ મારા સાસુ અને નણંદ ગર્ભાપત કરાવવા માટે સતત દબાણ કરી તું ગમે ત્યાંથી લઈને આવી છે, તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.”

Image Source

આ સ્ત્રીનો પતિ સાચા ખોટાની તપાસ કરવા માટે એક હોસ્પિટલમાં પત્નીને લઈને ગયો પરંતુ ત્યાં પહોંચતા જ એ સ્ત્રીના મોટા સાસૂનો ફોન આવ્યો અને તેમને મને કહ્યું કે : “તમે બંને તો ભાઈ બહેન છો, મારા છોકરાના પૈસા બરબાદ ના કર” મહિલાના મોટા સાસુનો ફોન આવ્યા બાદ તેનો પતિ પણ રિપોર્ટ કરાવ્યા વિના જ હોસ્પિટલથી પાછો વાળ્યો હતો. તેની નણંદ દ્વારા પણ આ ગર્ભ બીજા કોઈનો હોય ગર્ભપાત કરાવવા માટે પતિની ઉશ્કેરણી કરવામાં આવતી હતી. પતિએ તેની ચઢામણીમાં આવી અને તે સ્ત્રીને ગર્ભપાત માટેની ગોળીઓ પણ આપી દીધી. પરંતુ એ સ્ત્રી બાળકને જન્મ આપવા ઇચ્છતી હતી જેના કારણે તેને ગોળીઓ ખાવાની ચોખ્ખી ના પાડી દીધી. ગોળીઓ ખાવાની ના પડતા દારૂના નશામાં રહેલા તે મહિલાના પતિએ તેની સાથે મારઝૂડ પણ કરી.

Image Source

તે મહિલાનો પતિ અવાર નવાર તેને ધમકી આપ્યા કરતો, સાથે તેને પોતાના ઘરમાં રાખવાની પણ મનાઈ કરી દીધી હતી. તેને પોતાના પિયર પણ કાઢી મુકવામાં આવી. એ મહિલાને હજુ પણ તેના પતિ પાસે આશા હતી કે તે હજુ પણ તેને સ્વીકારશે.તેને પોતાના પતિને બે વખત મેસેજ કરી DNA ટેસ્ટ કરાવવા માટે જણાવ્યું. પરંતુ પતિનો કોઈ જવાબ ના આવતા કંટાળેલી પત્નીએ વકીલ દ્વારા નોટિસ મોકલી હતી તેમજ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે તે મહિલાના પતિ, સાસુ, મોટા સાસુ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

Image Source

એકે પત્ની માટે આ સહન કરવું ખુબ જ મુશ્કેલ હોય છે તે છતાં એ મહિલાએ પોતાના પતિની આશા રાખી, તેને એમ હતું કે ભલે આખી દુનિયા આ બાળકનો સ્વીકાર નહિ કરે, પરંતુ પોતાના પતિને તો ખબર જ હશે આ બાળકનો સાચો પિતા કોણ હશે, છતાં પણ ઘરના લોકોના કહેવામાં આવી જઈ તેનો પતિ પણ તેમની જેમ જ વિચારતો થઈ ગયો. અંતે કોઈ રસ્તો ના બચતા એ મહિલાએ કોર્ટના આશરે જવું પડ્યું.

Image Source

દરેક પત્નીને પોતાના પતિ ઉપર વિશ્વાસ હોય છે, છતાં પણ જયારે એક પતિ પોતાની સાથે આ રીતે વિશ્વાસઘાત કરે ત્યારે એક પત્ની માટે જીવવું વસમું થઇ જાય છે. એકલા હાથે લડવું પણ ખુબ જ કપરું છે, છતાં આ દુનિયામાં ઘણી એવી સ્ત્રીઓ છે જે કોઈના સાથે વિના એકલી લડે છે, જીવે છે અને એ મુકામ ઉપર પહોંચીને બતાવે છે જ્યાં તેને તો ગર્વ થાય જ છે સાથે તેની સાથે રહેલા બાળકને પણ પોતાની માતા પાર ગર્વ થાય છે.
Author: thegujjurocks.in