Recent Hits

તમારા અનુમાન કરતા પણ ઘણા મોંઘા છે આ 5 ટોઇલેટ્સ, એક તો એ પણ કહી દે છે કે યુવતી પ્રેગ્નેન્ટ છે કે નહિ, જાણો અન્યના ફીચર્સ….

  • Admin Author
  • May 9, 2019
  • Comments Off on તમારા અનુમાન કરતા પણ ઘણા મોંઘા છે આ 5 ટોઇલેટ્સ, એક તો એ પણ કહી દે છે કે યુવતી પ્રેગ્નેન્ટ છે કે નહિ, જાણો અન્યના ફીચર્સ….

ઘર, ઘરેણા, કપડા, ગાડીઓ ખરીદવા માટે અમીર લોકો કરોડો રૂપિયા ખર્ચ કરી નાખતા હોય છે. પણ શું તમે જાણો છો કે જેઓ પર અમીરીનો શોખ ચઢેલો હોય તેવો ઘણીવાર એવી અજીબ હરકત કરતા હોય છે જેમાં કરોડો રૂપિયા ખર્ચાઈ જાતા હોય છે. ઘણીવાર તો તેઓ સોના કે હીરા માંથી પણ પોતાના ટોયલેટ બનાવી લેતા હોય છે. આજે અમે તમને દુનિયાના અમુક એવા અજીબ અને હેરાન કરી દેનારા ટોઇલેટ વિશે જણાવીશું જેને જોઈને તમને પણ નવાઈ લાગશે. તેની સાથે સાથે અમુક એવા ટોઈલેટ પણ છે જેના વિશે તમે ક્યારેય કલ્પના પણ નહિ કરી હોય.

Image Source

1. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ટોઈલેટ:
જેવું કે તેના નામથી જ જાહેર થઇ જાય છે કે તે એક ‘સ્પેસ ટોઈલેટ’ છે. આ દુનિયાનું સૌથી મોંઘુ ટોઈલેટ છે. આ ટોઇલેટ ને ‘નાસા’ ના વૈજ્ઞાનીક યુઝ કરે છે. આ ટોઇલેટની કિંમત 19 મિલિયન ડોલર છે. ટોઇલેટની ખાસિયતની વાત કરીયે તો તે યુરીનને પણ પાણીમાં ફેરવી શકે છે.

Image Source

2. સ્વારોવસ્કી ક્રિસ્ટલ ટોઇલેટ:આ ટોઇલેટ સ્વારોવસ્કી થી બનેલું છે જેની કિંમત 1,28,000 ડોલર છે. આ ટોઇલેટ માં 72,000 ક્રિસ્ટલના ટુકડાઓનો પ્રયોગ કરીને બનાવામાં આવ્યું છે. સ્વારોવસ્કી ઓસ્ટ્રિયાની એક ક્રિસ્ટલ કોતરનારી કંપની છે.

Image Source

3. ટોટો ઇન્ટિલિજેન્સ-2:આ ટોઇલેટની કિંમત 6100 ડોલર છે જે મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર આ ટોઇલેટ રોજ બોડી ચેકઅપ કરે છે, અને સાથે જ આ ટોઇલેટ કોઈ મહિલા ગર્ભવતી છે કે નહિ તે પણ જણાવી દે છે.

Image Source

4. મસાજ ચેયર ટોઈલેટ:આ ટોઈલેટ લગભગ 6.5 કરોડ રૂપિયામાં બનાવામાં આવેલું છે. તેની ખાસિયત એ છે કે તેની પાછળ એક ખાસ પ્રકારની લાઈટ ચાલુ રહેતી હોય છે જેને એક્ટિલાઈટ સિસ્ટમ કહેવામાં આવે છે. આ લાઈટથી ગંદકી તેની જાતે જ સાફ થઇ જાય છે. આ ટોઇલેટ કોઈ મસાજ ચેયરની જેમ લાગે છે.

Image Source

5. ગોલ્ડનું ટોઇલેટ:આ ટોઈલેટ પુરા ગોલ્ડથી બનેલું છે અને આ ટોઇલેટને બનાવમાં માં 5 મિલિયન ડોલર્સ એટલે કે 33 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. આ ટોઇલેટની આસપાસ ના દરેક ચીજો સોનાની બનેલી છે.

Author: thegujjurocks.in

error: Content is protected !!