ન્યુઝ

સુષમા સ્વરાજ પોતાની પાછળ અધધધધ કરોડની સંપત્તિ છોડીને ગયા, જાણો આંકડો અને કોણ થશે માલિક

દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું મંગળવારના રોજ નિધન થઇ ગયું, ત્યાર બાદથી જ આખો દેશ શોકમાં ડૂબેલો છે. પહેલા અટલ બિહારી બાજપાઈ અને તેમના પછી નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળ દરમ્યાન કેન્દ્રીય મંત્રી બનેલા સુષમા સ્વરાજ ભાજપ માટે એક આધાર સ્તંભ સમાન હતા.

 

View this post on Instagram

 

My condolences on the passing of HE #SushmaSwaraj #india @india_in_uae

A post shared by Ahmed Alhay Alhameli (@lemaratee) on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન બાદ તેમને શ્રદ્ધાંજલિ આપતા એક ટ્વીટ કરી છે, ‘ભારતીય રાજનીતિમાં એક ગૌરવશાળી અધ્યાયનો અંત થઇ ગયો. ભારત એક અસાધારણ નેતાના નિધનથી શોખમાં છે,

 

View this post on Instagram

 

RIP? #sushmaswaraj#rip#ironlady#parliament#politics

A post shared by ?Panjab University? (@pu_gallery) on

જેઓએ જનસેવા અને નિર્ધનોના જીવનમાં સુધાર લાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સુષમા પોતાનામાં જ એક અનોખું વ્યક્તિત્વ હતા અને કરોડો લોકો માટે પ્રેરણા સ્ત્રોત હતા.’

Image Source

વિદેશ મંત્રી હતા અને સમયે સુષમાજીએ કેટલાય લોકોની મદદ કરી. તેઓએ વિદેશમાં ફસાયેલા લોકોની ઘણીવાર મદદ કરી. ભારતમાં આવવા કે જવા માટે વિઝા ન મળવા જેવી સમસ્યાનું ટ્વીટર પર સમાધાન પણ આપતા હતા. તેઓએ પાકિસ્તાન સહીત ઘણા એવા લોકોને વિઝામાં મદદ કરી કે જેથી એ લોકો ભારત આવીને આરામથી પોતાનાઓ ઈલાજ કરાવી શકે. તેમની ઉપ્લબ્ધીઓને હંમેશા યાદ રાખવામાં આવશે.

ત્યારે આજે વાત કરીએ તેમની સંપત્તિ વિશે. એડીઆર ઇન્ડિયાની વેબસાઈટ પરથી મળેલી માહિતી અનુસાર, તેમની અને તેમના પતિ પાસે કુલ 32 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હતી.

Image Source

19 કરોડ રૂપિયાની સેવિંગ્સ –

માહિતી અનુસાર, સુષમા અને તેમના પતિ સાથે 19 કરોડની સેવિંગ્સ છે, જેમાં 17 કરોડની એફડીઆર સામેલ છે. તેના અને તેમના પતિના સેવિંગ્સ એકાઉન્ટમાં 30 લાખ રૂપિયા છે. સુષમાજી પાસે પોતાની કોઈ અંગત ગાડી ન હતી. તેમના પતિ પાસે 2017 મોડલની મર્સીડીઝ ગાડી છે, જેની કિંમત લગભગ 36 લાખ રૂપિયા છે.

Image Source

આભુષણનો હતો શોખ –

2018માં સુષમા સ્વરાજે રાજ્યસભાની ચૂંટણી માટે એફિડેવિટ આપી હતી, જે અનુસાર, તેમને સોના અને ચાંદીના આભૂષણોનો ઘણો શોખ હતો. તેમની પાસે 29,34,000 રૂપિયાના આભૂષણો હતા.

Image Source

કરોડોના ઘર છે મુંબઈ અને દિલ્હીમાં –

જો સંપત્તિની વાત કરીએ તો સુષમા સ્વરાજ પાસે હરિયાણામાં સારી એવી કહી શકાય એવી જમીન છે, જેની કિંમત 1 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમના નામ પર દિલ્હીના એક પૉશ વિસ્તારમાં 3BHK ફ્લેટ છે, જેની કિંમત લગભગ સવા 2 કરોડ રૂપિયા છે.

 

View this post on Instagram

 

A tribute to Sushma Swaraj Ji ?? #sushmaswaraj #swaraj #bjp #nation #indian #rip #ripsushmaswaraj #chiefminister #ironlady

A post shared by Live in Art (@liveinart90) on

જયારે તેમના પતિના નામ પર મુંબઈ અને દિલ્હીમાં બે ફ્લેટ છે, જેમાંથી મુંબઈના ફ્લેટની કિંમત સવા 6 કરોડ અને દિલ્હીના ફ્લેટની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે.

Image Source

તેમના માથે કોઈ દેવું નથી –

કરોડોની સંપત્તિ હોવા છતાં સુષ્મા સ્વરાજના માથે કોઈ પણ પ્રકારનું દેવું નથી. તેમના અને તેમના પતિ પાસે 32,20,25,000 રૂપિયાની કુલ સંપત્તિ છે. સુષમાજીના નિધન બાદ હવે તેમના પતિ જ આ બધી સંપત્તિના માલિક હશે.

Author: thegujjurocks.in