ઘણીવાર લોકો કોઈનો અહેસાન લઈને ભૂલી જાય છે, જયારે આ કિસ્સામાં તો આ યુવતીએ જેનું હૃદય લીધું એના માતાપિતાને યુક્રેન બોલાવ્યા હતા. આ ઘટના ખૂબ જ ભાવુક કરી દેનાર છે.

વાત એમ છે કે સુરતના રહેવાસી યુવક રવિ દેવાણીનું વર્ષ 2017માં એપ્રિલ મહિનામાં અકસ્માત થયા બાદ બ્રેન્ડેડ જાહેર થયો હતો. જેથી તેના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. એ જ સમયે મુંબઈની હોસ્પિટલમાં યુક્રેનની નતાલીયા ઓમેલચુક સારવાર લઇ રહી હતી. ત્યારે 87 મિનિટમાં જ રવિનું હૃદય મુંબઈ પહોંચાડવામાં આવ્યું હતું અને નતાલીયામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

ત્યારે હાલ રવિના હૃદય સાથે જીવતી નતાલીયાએ રવિના માતા-પિતાને યુક્રેન બોલાવ્યા હતા. આ પ્રસંગે પોતાના દીકરાના હૃદય સાથે જીવતી યુવતીને મળીને રવિના માતાપિતાને ગર્વનો અનુભવ થયો હતો અને તેમની આંખો ખુશીના આંસુ સાથે ભીની થઇ ગઈ હતી.

નતાલિયાએ રવિના માતાપિતા ઠાકરશીભાઈ લીલાબેનનો આદર સત્કાર કર્યો હતો અને યુક્રેનનો પ્રવાસ પણ કરાવ્યો હતો. ત્યારે નતાલિયામાં પોતાના દીકરાને જોઈને તેમને દીકરાનું હૃદય દાન કરીને બીજાને જીવનદાન કર્યાનો અહેસાસ થયો હતો અને તેઓનું હૃદય ગદગદિત થઇ ગયા હતા.

જયારે રવિનો અકસ્માત ગાય સાથે થયો અને તેની સારવાર ચાલી રહી એ દરમ્યાન તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે તેનું હૃદય સહીત કિડની, લીવર, પેન્ક્રીયાસ અને આંખો સહિતના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
Author: thegujjurocks.in