omg

પાદને કારણે ફેલાઈ ગંદી વાસ, રોકવી પડી સંસદની કાર્યવાહી અને પછી…

સંસદ અને વિધાનસભાઓમાં પક્ષ-વિપક્ષની વચ્ચે ઘણા મુદ્દાઓ પર હલ્લો મચી જાવા પર કાર્યવાહીઓ કે ચર્ચાઓને રોકી દેવામાં આવતી હોય છે. માત્ર ભારત જ નહિ પણ અન્ય દેશોમાં પણ સંસદમાં આવું થવું સામાન્ય બની ગયું છે, જેમાં અમુક મુદ્દાઓ પર હલ્લો મચી જતો હોય છે અને ચર્ચાને ત્યાંજ સ્થગિત કરી નાખવામાં આવતી હોય છે.

Image Source

પણ કેન્યાની એક અસેમ્બલીએમાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે.બુધવારના રોજ હોમા બે કાઉંટી અસેમ્બલીમાં કોઈ વ્યક્તિના ગેસ છોડવાને લીધે કાર્યવાહીને ત્યાંજ અટકાવી દેવી પડી હતી.

એક તરફ સંસદની અંદર ખુબ જ ગરમી હતી અને દરેક કોઈ પોતાના પર કાગળથી હવા નાખી રહયા હતા એવામાં કોઈ વ્યક્તિના દુર્ગંધ ફેલાવવા પર જાણે કે હલ્લો જ મચી ગયો.
એવામાં દુર્ગંધ ફેલાઈ જાવા પર નાક દબાવીને દરેક સદસ્ય એકબીજા પર આરોપ લગાવવા લાગ્યા અને ઝગડાની સાથે ઉથલ-પુથલ મચી ગઈ.

એવામાં સંસદના એક સદસ્ય જુલિયસ ગાયાએ સ્પીકરને કહ્યું કે,”આપણા માંથી કોઈએ વાયુ પ્રદુષિત કરી નાખ્યું છે”.

Image Source

એવામાં સ્પીકર એડવિન કાકાછએ તરત જ કાર્યવાહીને 10 મિનિટ માટે રોકી દેવાની ઘોષણા કરી દીધી અને દરેક લોકોને બહાર જાવા માટે કહ્યું.સ્પીકરે ઘોષણા કરી કે જે પણ ફ્લેવર મળે વેનીલા, સ્ટ્રોબેરીના રૂમ ફ્રેશનરને મંગાવો અને જલ્દી અહીં છંટકાવ કરો. દુર્ગંધ ઓછી થવા પર ફરીથી સદસ્યો પોત પોતાની જગ્યાઓ પર બેઠા અને ચર્ચા શરૂ કરવામાં આવી.

Author: TheGujjuRocks.in