અજબ ગજબ જાણવા જેવું/ટીપ્સ જ્યોતિષ ટેકનોલોજી ધાર્મિક ન્યુઝ રેસીપી લાઈફ સ્ટાઈલ વિડિઓ સ્ટોરી સ્વાસ્થ્ય

સીતાફળ ના ફાયદા…. બ્લડ પ્રેશર ઓછુ થી લઈને હ્રદય રોગો થી બચાવશે, વાંચો લેખમાં શક્તિશાળી ફાયદાઓ

સીતાફળ એક લોકપ્રીય ફળ છે જે વધારે પડતુ શિયાળા મા જોવા મળે છે. સામાન્ય રીતે આ ફળ નો ઉપયોગ તાજા રસ, શર્બત કે બીજા પીવાના પદાર્થો મા થાય છે. સીતાફળ કેલ્શિયમ, ફોસ્ફરસ અને આર્યન નો ખુબ સારો સ્ત્રોત છે. આના બીજ વિશાત હોય છે પણ એનો ઉપયોગ કીટનાશક બનાવવા માટે થાય છે અને એ સિવાય માથા મા થતી જુઈ ના ઈલાજ માટે પણ થાય છે. આ તાવ, પેચીસ, ગઠીયો વા, ઝાડા અને બીજી અન્ય સ્વાસ્થય સંબધીત બીમારી ના ઈલાજ માટે એક પ્રભાવી ફળ છે. તેના પાન અને છાલ અને જડ ના અર્ક નો પરંપરાગત ચીકિત્સા પધ્ધતી મા ઉપયોગ કરવા મા આવે છે. સીતાફળ વધારે માત્રા મા ઉષ્ણકટીબધ્ધ ક્ષેત્ર મા થાય છે. આ પોતાના રસદાર સુગંધીત અને સ્વાદીષ્ટ સ્વાદ માટે વધારે પડતી ઉગાડવા મા આવે છે. સીતાફળ મા સંતરા ની તુલના મા વિટામીન સી વધારે માત્રા મા મળી આવે છે. તેના ફળ નો આંતરીક ભાગ સફેદ, મિઠો અને સુંગધી હોય છે. અને જેના પ્રત્યેક મા એક કાળુ બીજ અને ચમક દાર બીજ હોય છે.

સીતાફળ ના ફાયદા વાળ અને ત્વચા માટે:

સીતાફળ વાળ અને ત્વચા ના સ્વાસ્થય ને બનાવી રાખવા માટે સહાયતા કરે છે. સીતાફળ મા વીટામીન એ અને એન્ટીઓક્સીડ્ન્ટ ભરપુર માત્રા મા હોય છે. જે ઉત્તકો ના પુન નિર્માણ અને સેલ ની સંરચના ની રક્ષા કરે છે, જે ત્વચા ની
ચમક અને નરમ ને બનાવી રાખે છે. આ ત્વચા ને ઉંમર ના લક્ષણો થી બચાવે છે અને ત્વચા પર થતી કરચલી ઓ થી બચાવે છે તથા તમને યુવા દેખાવા મા મદદ કરે છે. તથા આ મા મોજુદ વિટામીન એ શરીર મા પ્રોટીન ની સાથે
માંસપેશીયો ને મજબુત બનાવે છે. આ ત્વચા ના લચીલાપન ને વધારે સારૂ બનાવે છે અને વાળ ને મજબુત બનાવે છે.

સીતાફળ ના ફાયદા અસ્થમા માટે: અસ્થમા મા શ્વાસનળી મા સોજો આવે છે, જેથી શ્વાસ સંબધીત સમસ્યા ઉભી થાય છે. સુજન થી જોડાયેલી બ્રોંન્કોયલ ટ્યુબ શ્વસન સમસ્યાઓ થી બચવા માટે આહાર મા સીતાફળ નુ સેવન કરવુ જોઈએ. સીતાફળ મા વીટામીન બી6 હોય છે, જે સુજન ને ઓછી કરવા વાળા ગુણ ધરાવે છે. આ શરીર કે બ્રોંન્કોયલ ટ્યુબ આસપાસ સુજન ને ઓછી કરવા મા મદદ કરે છે. આ અસ્થમા ના રોગીઓ કે બ્રોંન્કોયલ સંક્રમણો ને રોકવા મા સહાયક થાય છે. આ ફળ મા
એંન્ટીઓક્સીડ્ન્ટ હોય છે જે વાયુમાર્ગ સંક્રમણો રોકવા માટે પ્રતિરક્ષા પ્રણાલી ની સહાયતા કરે છે.

સીતાફળ ના ફાયદા બ્લડ પ્રેશર ઓછુ કરવા માટે:

ખરાબ આહાર અને ઉચ્ચ તનાવ જેવા વિભીન્ન કારણો થી હાઈ બ્લડ પ્રેશર એક આમ વાત થઈ ગઈ છે. ઉચ્ચ રક્તચાપ એક ધીમા ઝેર ની જેમ કામ કરે છે. સીતાફળ આ સ્વાસ્થય સંબધીત સમસ્યા ના ઉપાય માટે ઉપયોગી સાબીત
થાય છે. આમા કેળા ની તુલના મા વધારે માત્રા મા પોટેશીયમ હોય છે. જે હ્રદય સ્વાસ્થય માટે પોટેશીયમ આવશ્યક હોય છે. પોટેશીયમ થી સમ્રુધ્ધ આહાર સોડીયમ ના સ્તર ને સંતુલીત રાખે છે અને રક્તચાપ ને ઓછુ રાખે છે.

સીતાફળ ના ફાયદા હ્રદય રોગો થી બચવા:

હ્રદય ની માંસપેશીઓ ને આરામ આપવા માટે મૈગ્નીશીયમ આવશ્યક હોય છે. મૈગ્નીશીયમ દબાવ ને સંતુલીત અને વધારે કામ કરવા માટે સહાયક થાય છે. જેથી માંસપેશીઓ ને થોડો આરામ કરવા મા સહાય મળી શકે. આ હાર્ટ એટેક કે અન્ય હ્રદય સંબધીત બિમારીયો ની સંભાવના ઓછી કરે છે. સીતાફળ મૈગ્નીશીયમ ની શરીર ની જરૂરીયાત ના ૧૦% પુરી પાડે છે. જે રક્તચાપ મા એટેક ની સંભાવના ને ઓછી કરી દે છે.

સીતાફળ પાચન કરે સારૂ:

સીતાફળ માં તાંબા અને ફાઈબર નો પ્રચુર સ્ત્રોત હોય છે, જે પાચન તંત્ર ને બહેતર બનાવા માટે ખુબ મદદ કરે છે. આના થી કબજીયાત, અપચો અને બીજી આંતરડા ની સમસ્યા ઓછી થઈ જાય છે. સીતાફળ ના નિયમીત સેવન થી ઝાડા મા રાહત થાય છે તથા મળ ને મજબુત કરવા મા સહાયક થાય છે.

સીતાફળ ના ફાયદા એનીમીયા:

જે લોકો એનીમીયા થી પીડાય છે એ સીતાફળ નુ સેવન કરી શકે છે. કારણ કે શરીર મા આયર્ન ની ઉણપ ને લીધે આ રોગ થાય છે. અને સીતાફળ મા આયર્ન ભરપુર માત્રા મા હોય છે. જો કે આ રોગ ના લક્ષણ જુદા જુદા હોય શકે છે. સીતાફળ એક સારો વિકલ્પ છે, જેનાથી એનીમીયા રોકવા મા મદદ મળી શકે.

માધવી આશરા ‘ખત્રી’

Author: thegujjurocks.in