Bollywood

સેફ અલી ખાને ખોલ્યું રાઝ, કહ્યું કે હિંદુઓની કઈ વાત તેમને સૌથી વધુ પસંદ છે

મંગળવારની સાંજે મુંબઈમાં બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન, આલિયા ફર્નિચરવાલા, પ્રોડ્યુસર જેકી ભગનાનીએ પોતાની રિલીઝ માટે તૈયાર ફિલ્મ ‘જવાની જાનેમન’નું ટ્રેલર લોન્ચ કર્યું. આ સમયે સૈફ એકદમ મસ્તી અને મજાકના મૂડમાં જોવા મળ્યો. સૈફે જણાવ્યું કે તેમની આ ફિલ્મનું ટ્રેલર દીકરી સારાને ખૂબ જ પસંદ આવ્યું છે.

Image Source

જવાની જાણેમાંના ગીત દિલ લુટયાના લોન્ચ પર સૈફને સવાલ કરવામાં આવ્યો કે શું ક્યારેય પોતાની જવાની ઢળવાનો ડર લાગે છે? જવાબમાં સૈફે કહ્યું, ‘ના ક્યારેય નહિ, મને જવાનીના ઢળવાનો ડર કયારેય પણ નથી લાગ્યો અને ન લાગે છે. જવાની તો મારી ક્યારનીય ઢળી ગઈ હતી.

Image Source

મને આ પ્રકારની કોઈ પણ સમસ્યા નથી થઇ, સાચું કહું તો મેં કયારેય વિચાર્યું પણ નથી, મને લાગે છે તમે જો પોતાના દિલથી ખુદને યુવાન મહેસૂસ કરો છો, સારું મહેસૂસ કરો છો, પરંતુ હું ક્યારેય પણ યુવાન હોવું કે રહેવું પણ નથી ઈચ્છતો.’

Loading...
Image Source

સૈફે મસ્તીભર્યા અંદાજમાં વાત કરતા આગળ કહ્યું, ‘મને વૃદ્ધ તો નથી થવું, પણ હું ખુશ છું. પોતાના મગજમાં ક્લિયર છું. લોકો જરૂર મને એમ કહે છે કે આવા કપડાં પહેરો તો તમે યુવાન દેખાશો, આવા વાળ કપાવશો તો તમે યુવાન દેખાશો, મને યુવાન દેખાવાનું કોઈ પ્રેશર નથી. જ્યા સુધી કામ મળે છે, મળતું રહેશે, જયારે રીટાયર કરશે તો રીટાયર થઇ જઈશ અને ચીલ કરીશ.’

Image Source

પોતાની વાત સમાપ્ત કરતા સૈફે કહ્યું ‘તમને ખબર હોવી જોઈએ કે તમારે કેવી રીતે પોતાનું જીવન વિતાવવું છે. મને જીવન પસાર કરવાનો આ હિન્દૂ આઈડિયા પસંદ છે, જેમાં એક સમય હોય છે, જયારે તમને પૈસા કમાવાના છે, એક સમય હોય છે જયારે તમારે રિલેક્ષ કરવાનું હોય છે. જીવનમાં દરેક વસ્તુ કરવાનો એક સમય હોય છે. જયારે જે વસ્તુનો સમય આવશે, અમે એ સમયના હિસાબથી બીજું કામ કરીશું, મને એ વસ્તુમાં જ ખુશી મળશે. મને વૃદ્ધ થવામાં કોઈ સમસ્યા નથી, હું તૈયાર છું એના માટે.’

Image Source

‘જવાની જાનેમન’માં સૈફ અલી ખાન. તબ્બુ અને આલિયા ફર્નિચરવાલા સિવાય ફરીદા જલાલ, કુમુદ મિશ્રા, કીકૂ શારદા અને કુબ્રા સૈત પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 31 જાન્યુઆરીએ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Image Source

ફિલ્મમાં તબ્બુ અને સૈફનો રોમેન્ટિક એન્ગલ છે અને આલિયા સૈફની દીકરીની ભૂમિકામાં છે. સૈફની આ અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ બોક્સ ઓફિસમાં ધમાકો કરી કરી છે, ફિલ્મમાં સૈફના કામના ખૂબ જ વખાણ થઇ રહયા છે.

Author: thegujjurocks.in