omg

OMG ! બહેન વગર નોતું લાગતું મન, પોતાના જ પતિ સાથે કરાવ્યું કાઈક આવું કામ, સાંભળીને સ્તબ્ધ થઇ જાશો….

આપણી સામે ઘણીવાર એવી ખબરો આવી જાતી હોય છે કે જેને જોઇને આપણે પણ આશ્ચર્યમાં પડી જાતા હોઈએ છીએ. એવીજ એક બાબત પાકિસ્તાનના મુલ્તાનથી સામે આવી છે જે ખુબ જ હેરાન કરી દેનારી છે. અહીની એક યુવતીએ પોતાના જ પતિ સાથે પોતાની બહેનના લગ્ન કરાવ્યા છે, અને તેની પાછળનું કારણ એકદમ ચોંકાવનારૂ છે. યુવતીનું કહેવું છે કે પોતાની બહેન વગર તેનું મન લાગતું ન હતું માટે તેમણે પોતાના જ પતિ સાથે પોતાની બહેનનાં લગ્ન કરાવ્યા.

Image Source

પૂરો મામલો આપણા પાડોશી દેશ પાકિસ્તાનનો છે.રિપોર્ટના આધારે ફરાજ નામના વ્યક્તિના લગ્ન દોઢ મહિના પહેલા થયા હતા,પણ ફરાજની પત્ની અલિનાએ પોતાના જ પતિ સાથે પોતાની બહેન અસ્લીમાંના લગ્ન કરાવી દીધા. આ લગ્ન પાછળનું કારણ પણ એકદમ ચોંકાવનારું છે.જેને લીધે સમાજમાં લોકો પણ તેનાથી નારાજ થઇ રહ્યા છે.

Image Source

અલિનાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેને પોતાની બહેન વગર પોતાના પતિના ઘરે મન લાગતું ન હતું,માટે પોતાની બહેનને પોતાની પાસે રાખવા માટે પોતાના પતિ સાથે જ અસ્લીમાંના લગ્ન કરાવી નાખ્યા.અલિનાએ કહ્યું કે પોતે બંને બાળપણથી જ એકસાથે રહી છે, બંને એક જ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી બંને દરેક કામ એકસાથે જ કરતી હતી.માટે બંનેને એકબીજાની આદત પડી ગઈ હતી. માત્ર અલીના ને જ નહિ પણ અસ્લીમાને પણ પોતાની બહેન વગર મન લાગતું ન હતું. લગ્ન પછી જયારે અલીના પોતાના ઘરે આવી તો તેના અમુક અઠવાડિયા માંડ માંડ પસાર થયા.પણ બહેનની યાદને તેને એટલી બેચેન કરી દીધી હતી કે તેણે પોતાના જ પતિ સાથે બહેનના લગ્ન કરાવી દેવાનો નિર્ણય લઇ લીધો.

Image Source

બંનેએ કહ્યું કે તેઓ એકબીજાથી અલગ રહીને જીવિત નહીં રહી શકે.અલીના અને અસ્લીમાં ભલે એક જ વ્યક્તિ સાથે લગ્ન કરીને જીવન વિતાવી રહી છે અને ખુબ જ ખુશ છે પણ તેઓના આવા નિર્ણયથી સમાજ તેનો દુશ્મન બની ગયો છે.ફરાજે કહ્યું કે તેની બંને પત્નીઓના પરિવાર બંન્નેને મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે.

Image Source

એલીના કહે છે કે મારા જ પતિ સાથે અસ્લીમાંના લગ્ન કરાવીને તે મારી સોતેન બની ગઈ છે પણ મને તેનું કોઈ દુઃખ નથી. આ નિર્યનેને લીધે બંને બહેનો એકસાથે ખુશ રહી શકશે. પોતાની બહેનને પોતાની સાથે રાખવાંનો આનાથી વધારે બીજો કોઈ ઉપાય ના હોય શેક,પણ સમાજ તેઓના આવા નિર્ણયને અવગણી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ મામલો સામે આવતા યુઝર્સ પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Image Source

Author: TheGujjuRocks.in