Bollywood

આ છે બૉલીવુડના તે 10 ચહેરાઓ, જેની સર્જરી રહી છે ફેલ, ઓળખી નહીં શકો તમે…6 નંબરને જોઈને હોંશ ઉડી જશે

બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓએ પોતાની સુંદરતા વધારવા માટે અલગ અલગ સર્જરી કરાવેલી છે. જેમાંની અમુક સર્જરીએ તેઓની સુંદરતામાં અનેક ગણો વધારો કર્યો છે જયારે અમુકની સર્જરી ફેઈલ રહી હતી અને પહેલા કરતા પણ ચહેરો ખરાબ બની ગયો છે, આજે અમે તમને એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓની સર્જરી કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી.

1. આયેશા ટાકિયા:

Image Source

વર્ષ 2004માં ‘ટાર્ઝન ધ વન્ડર કાર’થી બૉલીવુડમાં ડેબ્યુ કરનારી આયેશા ટાકિયા એક સમયે પોતાના હોઠની સર્જરીને લીધે ચર્ચામાં આવી હતી. તેની પહેલા પણ આયેશા પોતાના બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ, આઈબ્રો અને નાકની સર્જરીને લઈને પણ ચર્ચામાં આવી હતી. આયેશાએ હોઠની સર્જરી કરાવી એ પછી તેનો ચહેરો ખૂબ જ ખરાબ લાગતો હતો. કહેવાય છે કે તેને પોતાના ચહેરાના ઘણા ભાગોની સર્જરી કરાવી છે. એક યુઝરે તેને ટ્રોલ કરતા કહ્યું હતું કે એ એવી દેખાય છે કે જાણે મધમાખીએ તેને હોઠ પર ડંખ મારી દીધો હોય.

2. અનુષ્કા શર્મા:

Image Source

અનુષ્કા શર્માને પોતાના હોઠ કઈ ખાસ પસંદ ન હતા, માટે તેમણે સર્જરીનો સહારો લીધો હતો. એક સમયે અનુષ્કાના હોઠને લઈને તેને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી. કોફી વિથ કરણમાં અનુષ્કાની લિપ સર્જરી કરાવ્યા બાદની તસવીરો સામે આવી હતી. એ સમયે સોશિયલ મીડિયા પર તેમના હોઠને ડક લિપ્સ કહીને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

3. રાખી સાવંત:

Image Source

કોન્ટ્રોવર્સી માટે જાણીતી રાખી સાવંતે તો પોતાના પર બધા જ પ્રયોગ કરી નાખ્યા છે. બ્રેસ્ટ સર્જરીથી લઈને તેણે નાકની સાથે સાથે હોઠની સર્જરી પણ કરાવી હતી. પરંતુ તેની સુંદરતા કોઈ વધારો થવાને બદલે તે વધારે ખરાબ હતી. જો કે રાખી સાવંતની ખાસિયત એ છે કે તે હંમેશાથી જ પ્લાસ્ટિક સર્જરીને લઈને ઓપન રહી છે. તેને બાકી અભિનેત્રીઓની જેમ પોતાની સર્જરીની વાતને છુપાવી નથી. એમની ઘણી સર્જરીઓ ખરાબ પણ થઇ છે.

4. કંગના રનૌત:

Image Source

કંગના રાનૌતે પોતાના હોઠની સર્જરી કરાવેલી છે. પોતાની પહેલી ફિલ્મ ગેન્ગસ્ટરથી લઈને અત્યાર સુધીમાં તેનો લૂક ખૂબ જ બદલાઈ ગયો છે. લોકોએ કંગનાની સર્જરીની મજાક પણ ઉડાવી હતી. એવું કહેવાય છે કે કંગનાએ પોતાના શરીરના ઘણા ભાગોની સર્જરી કરાવી છે. તેને પોતાની પર્સાનાલિટીને વધુ ઇમ્પ્રૂવ કરવા માટે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ પણ કરાવ્યા હતા. જણાવી દઈએ કે કારકિર્દીની શરૂઆતમાં કંગનાના લૂકની ઘણી આલોચના થઇ હતી. પરંતુ બદલાયેલા લૂક સાથે હવે તેની ગણતરી હોટ એક્ટ્રેસમાં થવા લાગી છે.

5. કેટરીના કૈફ:

Image Source

કેટરીના કૈફે પણ પોતાના નાક અને હોઠની સર્જરી કરાવેલી છે. કેટરીનાની કારકિર્દીની શરૂઆતની તસવીરો જુઓ તો  ત્યારથી અત્યાર સુધીમાં તેના ચહેરા પર ઘણો બદલાવ જોવા મળે છે. જેનું કારણ બોટોક્સ છે. જગ્ગા જાસૂસ ફિલ્મના પ્રમોશન વખતે કેટરીનાને આ વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેને કહ્યું હતું કે ડહાપણની દાઢના કારણે તેને એન્ટીબાયેટિક્સ લેવી પડી જેના કારણે તેના ચહેરો સુજી ગયો છે.

6. કોયના મિત્રા:

Image Source

કોયના મિત્રાએ વર્ષ 2011માં નાકની સર્જરી કરાવી હતી. પણ તેનાથી તેનું નાક વધારે ખરાબ બની ગયું હતું. જેને ઠીક કરાવવા માટે તેમણે એકવાર ફરી સર્જરી કરાવવી પડી હતી. જણાવી દઈએ કે ફિલ્મ અપના સપના મની મની, એક ખિલાડી એક હસીના જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી કોયનાએ સુંદરતા વધારવા માટે ટ્રીટમેન્ટ કરાવી હતી, જે તેના માટે ખૂબ જ નુકશાનદાયક સાબિત થઈ હતી. આ સર્જરીને કારણે તેની કારકિર્દી ખતમ થઇ હતી.

7. શિલ્પા શેટ્ટી:

Image Source

શિલ્પા શેટ્ટીને તો બૉલીવુડની પ્લાસ્ટિક ક્વીન કહેવામાં આવે છે. તેમણે પોતાના હિપથી લઈને બ્રેસ્ટ, લિપ્સ અને નાકની સર્જરી પણ કરાવેલી છે. શિલ્પા શેટ્ટી પોતાના ફિગરને લઈને ખૂબ જ સતર્ક રહે છે. શિલ્પાએ મલ્ટીપલ સર્જરીઓ કરાવી છે, પણ તેને આ સરજારીઓ કારગર સાબિત થઇ છે.

8. પ્રીતિ ઝિંટા:

Image Source

આગળના 10 વર્ષોમાં પ્રીતિ ઝિંટાના ચહેરા પર ઘણા બદલાવો આવ્યા છે. જો કે પ્રીતિના ચહેરા પર ડિમ્પલ પડવાને કારણે એ પહેલાથી જ ઘણી આકર્ષક લાગે છે. પરંતુ તેને પણ પોતાના હોઠ પસંદ ન હતા તો તેને પણ સર્જરી દ્વારા હોઠનો આકાર બદલાવ્યો, પણ કોઈ ખાસ ફરક જોવા મળ્યો નહીં. આ પછી તેને પોતાના નાકની પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી જે પછી તેમના ચહેરા પર થોડો બદલાવ આવ્યો.

9. ગૌહર ખાન:

Image Source

ગૌહર ખાને પણ પોતાની લિપ સર્જરી કરાવેલી હતી, પણ તે તેનાથી ખુશ ન હતી. આ સર્જરીથી તે એટલી દુઃખી હતી કે તેમણે રિયાલિટી ટીવી શો ‘ખાન સિસ્ટર્સ’ ની શૂટિંગ પણ રદ્દ કરી નાખી હતી. ગોહર ખાનને બોલિવૂડની ફિલ્મો જેવી કે રોકેટ સિંહ સેલ્સમેન ઓફ ધ યર અને ઇશકઝાદેમાં જોવામાં આવી છે. પોતાની લિપ સર્જરી બાદ તે પોતનાના લૂકથી એટલી દુઃખી હતી કે તે ઘણા સમય સુધી કેમેરાથી દૂર રહી હતી.

10. મિનિષા લાંબા:

Image Source

મિનિષા લાંબા જયારે પોતાના નાકની સર્જરી કરીને આવી હતી ત્યારે તેના ફેન્સ તેને જોઈને હેરાન જ રહી ગયા હતા. જો કે તે સર્જરી પહેલા તે વધુ સુંદર દેખાતી હતી. મિનિષા લાંબા પોતાની ક્યૂટ સ્માઈલ અને સિમ્પલ લૂક માટે જાણીતી હતી, પણ તેને પણ પોતાની સુંદરતા વધારવા માટે સર્જરીનો સહારો લીધો હતો. એવું પણ કહેવાય છે કે ફિલ્મ કિડનેપમાં પોતાના ચહેરાને ભરાવદાર દેખાડવા માટે તેને સિલિકોન રૂટનો સહારો લીધો હતો. જો કે મિનિષા પોતાનાઈ સર્જરીની વાતને હંમેશા નકારતી આવી છે.

Author: theGujjuRocks.in