Bollywood

આદિત્ય અને નેહાના લગ્નને પરિવારની પણ મળી મંજૂરી, આ દિવસે બંધાઈ શકે છે લગ્નગ્રંથિથી

નેહા કક્ક્ડ આજકાલ ઇન્ડિયન આઇડલ સીઝન 11ને જજ કરી રહી છે. આ શોમાં નેહા કયારેક રડતી નજરે આવે છે તો ક્યારેક્ કોઈ સ્પર્ધકની આર્થિક મદદ કરતી નજરે ચડે છે, નેહા આ સાથે આ શોને વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા જજ કરી રહ્યા છે. ઇન્ડિયન આઇડલ -11 ટીવીનો સૌથી સરસ અને એન્ટરટેનિંગ રિયાલિટી શો પૈકી એક છે. આ શો તેની શાનદાર સિંગર અને શો દરમિયાન થનારી મસ્તીને કારણે ચર્ચામાં છે. ઇન્ડિયન આઇડલની જજ નેહા કક્કડ અને હોસ્ટ આદિત્ય નારાયણ સાથે મળીને ખુબ જ મસ્તી કરે છે. છેલ્લા ઘણા દિવસથી આદિત્ય નેહાને લગ્ન કરવા માટે મનાવવાની કોશિશ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Indian Idol (@indian_idol2019) on

આદિત્ય શોમાં ઘણી વાર નેહાને પ્રેમનો ઈઝહાર કરી ચુક્યો છે. કયારેક નેહા માટે તેન રોમેન્ટિક ગીત ગાતો નજરે ચડે છે તો કયારેક તેની સાથે ડાન્સ કરતો નજરે ચડે છે, નેહા પણ આદિત્યના દીવાનપણથી ખુશ થઇ જાય છે. રવિવારે નેહા અને આદિત્યના પરિવારજનો શોમાં મહેમાન બનીને પહોંચ્યા હતા, બંનેના પરિવારજનોએ તેના આ સંબંધને મંજૂરી આપી છે. અહીં બંનેના પરિવારજનોએ શગુન આપીને નેહા અને આદિત્યના લગ્ન પાક્કા કર્યા હતા.

Loading...

 

View this post on Instagram

 

A post shared by UDIT NARAYAN (@uditnarayan_official) on

રવિવારે સાંજે નેહા કક્ક્ડના શો ઇન્ડિયન આઇડલમાં બૉલીવુડ ટોપ સિંગર્સ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક આવ્યા હતા. બંનેએ સ્પર્ધકના પરફોર્મન્સ જોયા હતા એન સાથે મસ્તી પણ કરી હતી. આટલું જ નહીં અને ઉદિત નારાયણની પત્ની દીપ નારાયણ પણ પહોંચી હતી. અહીં તેને કહ્યું હતું કે, તે અહીં એટલે આવ્યા છે કે, તે નેહાને તેની વહુ બનાવવા માંગે છે. અહીં બધા એકબીજાને ગળે મળે છે. આ દરમિયાન બધા જજ અને સ્પર્ધકો નેહાના લગ્નની વાત સાંભળીને બેહદ ખુશ થયા છે. તો આદિત્ય કપૂર પણ નાચતો નજરે આવે છે. બંનેના પરિવારજનોએ મળીને સેટ પર લગ્નની તારીખ નક્કી કરી લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Aditya Narayan (@adityanarayanofficial) on

નહી કક્ક્ડને આદિત્યના માતા પિતા ઉદિત નારાયણ અને દીપા નારાયણને બહુજ પસંદ કરે છે. બંનેએ નેહાને આશીર્વાદ આપ્યા હતા. આટલું જ નહીં નેહા કક્ક્ડને માતા-પિતાએ પણ આ સંબંધ પર મહોર મારી હતી. નેહાના માતા-પિતાએ આદિત્યને આશીર્વાદ આપ્યા હતા કે, હવે તો એ આ સંબંધને પાકો કરીને જ જશે. આ વચ્ચે આદિત્ય અને નેહાના લગ્નની ડેટનું એલાન કરીને કહ્યું હતું કે, 14 ફેબ્રુઆરી 2020 અમે બંને લગ્ન કરી લેશું. લગ્નનીતારીખ નક્કી થતા જ વિશાલે કહ્યું હતું કે, જો લગ્ન 14 ફેબ્રુઆરીએ હોય તો તે 1 ફેબ્રુઆરીએ મહેંદીની રસમ થશે. આ બાદ નેહા કક્કડે કહે છે કે, લગાવી દેશું મહેંદી યાર.

 

View this post on Instagram

 

A post shared by Neha kakkar (@nehakakkar_the_rockstar) on

નેહા કક્ક્ડ તેના માતા-પિતાને આ શોમાં જોઈને આશ્ચર્યચકિત થઇ ગઈ હતી. આ બાદ બાદમાં એ ખુલાસો થયો હતો કે, આ શોમાં રોમાન્ચ લઇ આવવા માટે પ્લાન કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Neha Aditya (@neha_aditya_11) on

જણાવી દઈએ કે, ઇન્ડિયન આઇડલના હોસ્ટ આદિત્ય નારાયણ અને જજ નેહા કક્ક્ડ સારા મિત્રો છે. બંનેની મસ્તી શો દરમિયાન જોવા મળે છે. બંનેની કહાનીને રોમેંટિક ટ્વીસ્ટ લઇ શોને મજેદાર બનાવવા માટે આપવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by @teamindianidol on

મળેલી માહિતી પ્રમાણે માત્ર ઉદિત નારાયણે જ નહિ પરંતુ તેમની પત્ની દીપા નારાયણે પણ નેહા કક્કડને પોતાની પુત્રવધુ બનાવવાની વાત કરી છે. આ શોમાં નેહાના માતા પિતા પણ હાજર હતા. તે પણ આ વાતમાં સહમત થયા છે. આદિત્ય નારાયણ પણ ખુશ દેખાય છે. જ્યારે નેહા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા મળી એવી ખબરો કે પૃષ્ટિ સામે આવી નથી.

Author: thegujjurocks.in