Bollywood ન્યુઝ

પૂર્વ મિસ ઇન્ડિયાની ફેક અશ્લીલ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ 10 તસ્વીરો

સુપર મૉડલ અને પૂર્વ ફેમિના મિસ ઇનિડયા નતાશા સુરીની ખોટી અશ્લીલ તસ્વીરો કોઈ એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી છે. જેના વિરુદ્ધમાં નતાશાએ પોલીસમાં એફઆરઆઇ પણ દર્જ કરાવી છે.

મળેલી જાણકારીના આધારે આ વ્યક્તિનું નામ ફ્લિન રેમેડીયોજ છે. નતાશાએ આરોપ લગાવ્યો કે ફ્લિનએ સોશિયલ મીડિયા પર તેનું નામ ટેગ કરીને આપત્તિજનક સામગ્રી પોસ્ટ કરી છે. જેના વિરુદ્ધ મામલો દર્જ કરાવીને આગળની કારવાઈ શરૂ કરવામાં આવી છે.

નતાશાએ પોતાના વકીલ માધવ થોરાટની સાથે મુંબઈની દાદર પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ દર્જ કરાવતા આરોપ લગાવ્યો કે તેણે ખોટી તસવીરો અને આપત્તીજનક સામગ્રીને પોતાના નામ પર ટેગ કરીને મીડિયા પર પોસ્ટ કર્યું છે.

Loading...

નતાશાના આધારે ફ્લિનએ પોતાના પોર્ટલ પર તેનું નામ અશ્લીલ પોસ્ટની સાથે ટેગ કર્યું છે અને તેણે આ અશ્લીલ તસ્વીરો બીજી વેબસાઇટ્સને પણ મોકલી છે જેને લીધે નતાશાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

એવામાં પોલીસને પણ લાગ્યું કે આ વ્યક્તિ ખતરનાક છે અને નતાશાનું નામ કારણ વગર જ વિવાદોમાં વચ્ચે લાવી રહ્યો છે. એક મીડિયા સાથેની વાતચીતમાં નતાશાએ જણાવ્યું હતું કે, આ મામલાની શરૂઆત નવેમ્બર 2019માં થઇ હતી. ખોટા આર્ટિકલ્સ અને બાથરૂમમાં ચહેરાને બ્લર કરીને યુવતીઓની તસ્વીર શેર કરી હતી. તેની તસ્વીર પર નતાશા સુરી સિંહનું નામ આપવામાં આવ્યું છે.

નતાશાએ વધુમાં જણાવ્યું હતું કે, ફ્લિનએ નતાશા સુરી સિંહના નામનું ફેક આર્ટિકલ્સ અને તસ્વીર શેર કરવાનું શરૂ કર્યું હતું, નતાશા સુરી માત્ર એક જ હોય, મારાથી લીંક થઇ ગયું હતું. આ મામલાની જાણકારી સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન સેલને 24 ડિસેમ્બરના રોજ આપવામાં આવી હતી. પરંતુ એફઆઈઆર હવે દર્જ થઇ હતી. એવામાં પોલીસે નતાશાને  ભરોસો અપાવ્યો કે જલ્દી જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે.

જણાવી દઈએ કે, નતાશા વર્ષ 2016 માં આવેલી ફિલ્મ ‘કિંગ લાયર’ અને 2018 માં આવેલી ‘બાબા બ્લેકશીપ’ માં નજરે આવી હતી. આ સિવાય નતાશા અત્યાર સુધીમાં 600 થી વધુ ઇવેન્ટ અને ફેશનમાં પણ ભાગ લઇ ચુકી છે.

જણાવી દઈએ કે નતાશાએ વર્ષ 2006 માં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ સિવાય નતાશા ઘણી વેબ સિરીઝમાં પણ કામ કરી ચુકી છે. વેસ્ટ ઇન્ડિઝના ઓલ રાઉન્ડર અને ચેન્નાઇ સુપરકિંગ્સના પ્લેયર બ્રેવો સાથેના રિલેશનશિપને લીધે પણ નતાશા એક સમયે ચર્ચામાં રહી હતી.

Author: TheGujjuRocks.in