OMG

OMG અડધી રાતે બાબા વિશ્વનાથની નગરમાં નંદીને દૂધ પીવડાવા લોકોની લાગી લાંબી લાઈનો, વાંચો સમગ્ર અહેવાલ

અંધવિશ્વાસ કહો કે પછી આસ્થા પણ શનિવારની સાંજથી સ્થાનીય પટેલ ચોક સ્થિત કાળી મંદિરમાં નંદી બાબાને દૂધ અને પાણી પીવડાવવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી.કહેવામાં આવી રહ્યું છે કે શનિવારની સાંજથી નંદી ભગવાન દ્વારા પાણી અને દૂધ પીવાની ખબર જેવી જ ચર્ચામાં આવી કે આસ્થાવાન મહિલાઓ તેમજ પુરુષોની ભીડ કાળી મંદિરના પરિસરમાં ઉમટી પડી હતી.આ દરમિયાન વારા ફરતી વારા લોકોએ નંદી ભગવાનને પાણી અને દૂધ પીવડાવવાનું કામ કર્યુ હતું.

Image Source

આ ઘટના મોડી રાત સુધી ચર્ચાનો વિષય બની રહી હતી અને લોકો દૂધ પીવડાવવા માટે આવતા રહ્યા હતા.જાણકારી મળ્યા પછી લોકો મોટી સંખ્યામાં લોકો નંદીને દૂધ અને પાણીં પીવડાવવા માટે આવી પહોંચ્યા હતા.

Image Source

ખાસ વાત એ છે કે જ્યારે-જ્યારે નંદી ભગવાન દ્વારા ચમચી અથવા વાટકીથી દૂધ કે પાણી પીવામાં આવ્યું ત્યારે ત્યારે લોકોએ જોરદાર તાળીઓથી આ ઘટનાનું સ્વાગત કર્યુ હતું. મહિલાઓનો દાવો છે કે તેઓ ઘણીવાર નંદી ભગવાનને પોતાના હાથોથી દૂધ અને પાણી પીવડાવ્યું હતું. દરેક વખતે નંદી બાબાએ તેની પ્રાર્થના સ્વીકાર કરીને દૂધ કે પાણી પીધું હતું.

Loading...
Image Source

એવી જ એક અન્ય ઘટના ચૌબેપુર બજાર સ્થિત રામજાનકી મંદિરની પાસે આવેલા શિવાલયની સામે નંદિની મૂર્તિ સાથે જોવામાં આવી હતી.મોડી રાતે અફવા ફેલાઈ ગઈ કે નંદી ભગવાન દૂધ પી રહ્યા છે અને જોત જોતામાં લોકોની ભીડ લાગી ગઈ.જો કે અમુક લોકોએ તેને અફવા જણાવતા કહ્યું હતું કે દૂધ નીચે પડી રહ્યું હતું.જાણકારી મળ્યા પછી લોકો રામનગર ક્ષેત્રમાં પણ નંદીને દૂધ પીવડાવવા માટે પહોંચી ગયા હતા.

Image Source

એવામાં સોનુ શેઠ નામની યુવતી પોતાના પરિવારની સાથે દૂધ પીવડાવવા માટે પહોંચી હતી.લોકોએ જણાવ્યું કે પહેલા તો એવું લાગ્યું કે નંદી દૂધ પી રહ્યા છે પણ તેના પછી બધુજ દૂધ ચમચી માંથી નીચે પડી રહ્યું હતું.એવામાં લોકોએ જણાવ્યું કે અહીં ઘણા વર્ષોથી નંદીના દૂધ પીવાની અફવા ફેલાતી રહી છે.છતાં પણ મંદિરમાં મોડા સુધી ભક્તોની ભીડ લાગી રહી હતી.

સૂચના: TheGujjuRocks.in પોતાના તરફથી નંદી ભગવાનના દૂધ પીવા પર કોઈ પુષ્ટિ નથી કરતા.કેમ કે આ લોકોની આસ્થા સાથે જોડાયેલી ખબર છે માટે TheGujjuRocks.in
આ ખબર તમારા સુધી પહોંચાડી રહ્યા છે.

Author: TheGujjuRocks.in