ધાર્મિક

માતાજીનો ચમત્કાર – મંદિરમાંથી ચોર સોનુ ચોરીને ભાગ્યો તો ખરા પણ મંદિરમાંથી બહાર નીકળ્યા તો …વાંચો સત્ય ઘટના

આપણો દેશ શ્રદ્ધા અને ઉત્સવોનો દેશ માનવામાં આવે છે. આપણા દેશમાં દરેક તહેવાર ધામધૂમથી અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આ તહેવારોમાંનો એક તહેવાર એટલે નવરાત્રી, શક્તિનો તહેવાર જે નવ દિવસો સુધી ચાલે છે. નવરાત્રીના આ પવિત્ર તહેવાર નિમિતે લોકો માતાની ભક્તિમાં લીન હોય છે. નવ દિવસ સુધી માતાજીની પૂજા કરવામાં આવે છે, ગરબાની સ્થાપના કરવામાં આવે છે અને નવરાત્રી પૂર્ણ થતા જ તેને પધરાવી દેવામાં પણ આવે છે.

Image Source

તો જયારે વાત તહેવારોની, ભક્તિની ચાલી રહી છે, ત્યારે વાત કરીએ એવા દેવસ્થાન વિશે જ્યા ભગવતી માતાની પૂજા કરવામાં આવે છે અને જેની અનેરી મહિમા છે. આ દેવસ્થાન બિહારના મેઘપુર જીલ્લામા આવેલું છે, જેનું નામ છે, ચંડી સ્થાન મંદિર. આ મંદિર એટલું ચમત્કારી છે કે જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.

Image Source

આ મંદિરમાં લાખો લોકો દર્શન માટે આવે છે, અને અહીં ભક્તોની ભીડ જામેલી જ રહે છે. નવરાત્રીમાં તો અહીં ભક્તોની સંખ્યા બમણી થઇ જાય છે. આ મંદિરનો મહિમા જુદો જ છે. આ મંદિરનું નિર્માણ ગામના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં દુર્ગા માતા અને તેમના સેવક બે સગા ભાઈ બુધાય અને સુધાયની મૂર્તિઓ પણ બિરાજમાન છે. આ મંદિરમાં સાચા મનથી માંગેલી દરેક ઈચ્છા પૂરી થાય છે, કોઈ પણ ભક્તને માતા નિરાશ નથી કરતા. અહીં સ્ત્રીઓ માતા બનવાનું સુખ પ્રાપ્ત કરવાની કામના લઈને આવે છે, અને અહીં દર્શને આવ્યા બાદ તેમને સંતાન સુખ પણ મળે છે.

Image Source

અહીંના વડીલો કહે છે કે એક વાર લગભગ 70 વર્ષ પહેલા આ મંદિરમાં બે ચોર ઘુસી આવ્યા હતા. તેઓ માતાના ઘરેણા ચોરીને લઇ જતા હતા. પરંતુ જેવા તેઓ ઘરેણા લૂંટીને જઈ રહયા હતા કે બંનેની આંખોનું તેજ ચાલ્યું ગયું. આંખોનું તેજ ગુમાવ્યા બાદ તેઓએ ડરીને માતાના ઘરેણા ત્યાં જ મૂકીને જેમ-તેમ બહાર નીકળ્યા, તો મંદિરની બહાર પગ મુકતા જ બંને ચોર પથ્થર બની ગયા. હાલ પણ આ બંને પથ્થર થઇ ગયેલા ચોર મંદિરની બહાર એ જ સ્થિતિમાં છે.

સ્થાનિકોની માન્યતા છે કે માતા સતીના વિભાજીત થયેલા શરીરનો એક ભાગ અહીં પડ્યો હતો. જેથી આ મંદિર ચંડી સ્થાન તરીકે ઓળખાય છે.

Author: thegujjurocks.in