ટેકનોલોજી

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન? આ બટન થી આ કામ પણ થાય છે, જાણી લો નહીંતર પછતાશો

Image Source

ભારતમાં આજે દરેક કોઈ મોબાઈલ નો ઉપીયોગ કરે છે. ફોન લોકોની સૌથી મહત્વપૂર્ણ જરૂરોયાતોમાંની એક છે.  એવામાં અમુક લોકો તો મોબાઈલ ના એવા આદતી હોય છે કે જો મોબાઈલ ને અમુક સમય માટે પણ તેઓથી દૂર કરી દેવામાં આવે તો તેઓ બેચેન બની જાતા હોય છે. તેઓ પોતાના ફોનથી વધુ સમય સુધી દૂર નથી રહી શકતા. સવારે આંખ ખોલવાની સાથે જ લોકો સૌથી પહેલા પોતાના ફોનને જ શોધે છે અને રાતે પણ ફોન જોયા વગર નીંદર નથી આવતી.

ફોન થી વાત કરવા સિવાય વ્યક્તિએ પોતાના ઘણા એવા કામ ને આસાન બનાવી દીધા છે. મોબાઈલ અને ઇન્ટરનેટ ની મદદથી વ્યક્તિ ઘરે બેઠા જ હજારો કામ કરી શકે છે. પણ જો તમને પૂછવામાં આવે કે તમને મોબાઈલ ફોન ની દરેક જાણકારી છે તો તમે તેનો જવાબ ‘હા’ જ આપવાના છો. પણ આજે અમે તમને મોબાઈલ ફોનથી જોડાયેલા અમુક એવા તથ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ આશ્ચર્ય માં આવી જાશો.
મોબાઈલના આ ત્રણ બટન નું રહસ્ય:

મોબાઈલ ફોનમાં અમુક બટન એવા હોય છે જેના વિશે પુરી જાણકારી તમારી પાસે નથી. જો કે આ બટનો નો તમે રોજિંદા જીવનમાં ઉપીયોગ કરો જ છો પણ તેની અળધી જાણકારી તમારી પાસે નથી. માટે આજે અમે તમારા માટે આ બટનો ને લગતી જ જાણકારી લઈને આવ્યા છીએ.

Image Source

જણાવી દઈએ કે મોબાઈલ ફોન ના ડિસ્પ્લે પર નીચે 3 બટન હોય છે અને આ જ ત્રણ બટન શું-શું કમાલ કરી શકે છે તેની તમને જાણ નહિ હોય. આ ત્રણ બટન્સ ની શક્યતા થી તમે તમારા ફોનને લોક પણ કરી શકો છો. આવું કરવા પર કોઈ અન્ય તમારા ફોનનો ઉપીયોગ નહીં કરી શકે. તેના માટે તમારે પ્લે સ્ટોર માં જઈને એક એપ ‘Touch Lock’ ડાઉનલોડ કરવાની રહેશે જેની મદદ દ્વારા તમે દરેક ફંક્શન પરફોર્મ કરી શકશો. જેના પછી તમે પુરા ફોનને લોક કર્યા વગર જ તમારી મહત્વની એપ્લિકેશન જેવી કે વોટ્સએપ, ગેલેરી, ફેસબુક વગેરે લોક કરી શકો છો.

જોઈ લો વિડીયો

Author: thegujjurocks.in