ન્યુઝ

રાજકોટના માતાની એક ભૂલના લીધે 5 મહિનાનો પુત્રનો જીવ ગયો, રિપોર્ટમાં સામે આવી ખતરનાક સચ્ચાઇ- વાંચો કરુણકથા

માતના દૂધને અમૃત સમાન ગણવામાં આવે છે. પરંતુ એજ દૂધ કોઈક બાળક માટે ઝેર બની જાય તો દોષનો ટોપલો કોના પર ઢોળવો. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલા સામે આવ્યો હતો. રાજકોટમાં રહેતા એક દંપતીના ઘરે આ ઘટના ઘટી હતી. તેના 5 મહિનાના ફૂલ જેવા બાળક માટે માતાનું દૂધ જ મોતનું કારણ બન્યું હતું.

કહેવામાં આવે છે કે, કોઈ પણ દંપતીને બાળકનો જન્મ થાય ઓછી તેની ખુશી બેવડાઈ જાય છે. પછી તે દીકરો હોય કે દીકરી. પરંતુ આ ખુશી એકા-એક જ ચાલી જાય તો તે માતા પિતા ઉપર શું વીતતી હશે.

Image Source

રાજકોટમાં રહેતા એક દંપતીના ઘરે એક બાળકનો જન્મ થયો હતો. આ બાળકનું નામ પ્રિન્સ રાખવામાં આવ્યું હતું. આ બાળક 5 મહિનાનું થાય છે, પરંતુ એક રાત્રી આ બાળક માટે મોત બનીને આવે છે.

સવારે તેની માટે જોયું કે, પ્રીન્સ હલનચલન કરતો ના હતો, જેથી તે દંપતી ગભરાઈ ગયું હતું. દંપતી આ બાળકને લઈને ખાનગી હોસ્પિટલદોડી ગયા હતા. ત્યારબાદ કોઈ કારણસર ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા.

આ દંપતી પોતાના જીગરના ટુકડાને લઈએ સિવિલ હોસ્પિટલ પહોંચ્યું ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. ડોક્ટરોએ પોતાના વહાલસોયા પ્રિન્સને મૃત જાહેર કરતા પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું હતું. માતાને એક જ સવાલ થતો હતો કે,. તેનો લાડકવાયો બીમાર ના હતો કે કોઈ રસી પણ આપી ના હતી. છતાં તેનું કેવી રીતે મોત થયું ? માતાજી આંખમાંથી આંસુ સુકાવવાનું નામ લેતું ના હતું.

Image Source

ત્યારબાદ આ બાળકનું પોસ્ટપોર્ટમ કરવામાં આવ્યું હતું. પરંતુ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ જોઈને પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રિન્સનું મોત માતાના દૂધના કારણે થયું હોવાનો ચોંકવાનરો ખુલાસો થયો હતો. માતાનું પોતાનું દૂધ જ પોતાના લાડકવાયાનાં મોતનું કારણ બન્યું છે તે હકીકતથી બેખબર રખાઈ હોવા છતાં પણ તે હજુ સુધી પુત્રના આઘાતમાંથી બહાર આવી નથી.

આ દુર્ઘટના અંગે રાજકોટ મહાનગર પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, રાતે જયારે માતાબાળકને સ્તનપાન કરાવતી હતી તે સમયે માતા અને બાળક બન્ને ભરઊંઘમાં હતા. માતા ઊંઘમાં જ પુત્ર પર પડખું ફરી ગઈ હતી. માતા જે સમયે પડખું ફરી ત્યારે સ્તનપાન ચાલુ જ હતું. બાળકના મોઢામાં દૂધ આવતું રહેતા બાળક દબાઈ ગયું અને દૂધ શ્વાસનળીમાં જતું રહ્યું હતું. દૂધ શ્વસનળીમાંથી ફેફસામાં ભરાઈ જતા બાળકનું હૃદય અને ફેફસા બન્ને બંધ પડી જતા પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

Image Source

આ માસૂમના અચાનક મોતના કારણે હજુ પણ આઘાતમાં છે. જો માતાને બાળકના મોતનું સાચું કારણ ખબર પડે કે તેનું દૂધ જ તેનું મોતનું કારણ બન્યું છે ત્યારે તેના પર શું વીતશે તેનો અંદાજો કાઢવો પણ મુશ્કેલ છે.

Author: thegujjurocks.in