omg

ફ્લાઈટમાં પાદ છોડવાના કારણે થયો ઝગડો, યાત્રાની વચ્ચે જ પાઇલોટને કરાવવી પડી ઈમરજેંસી લેન્ડિંગ અને

તમારા ગ્રુપમાં પણ એવું કોઈ ચોક્કસ હશે જે ચુપચાપ ખેલ કરી જાતા હોય છે. ચાર મિત્રોની વચ્ચે કોઈ તો હોય જ છે જે વારંવાર ગંધ ફેલાવતું હોય છે. અને પૂછવા પર એજ કહેશે કે-”મેં નથી કર્યું”.  દુબઇથી એમ્સટાર્ડમ જનારી એક ફ્લાઈટમાં એવો જ એક મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિના ગંધ છોડવાને લીધે તે ફ્લાઇટની ઈમરજેંસી લેન્ડિંગ કરાવવી પડી. રિપોર્ટ અનુસાર ટ્રાન્સેવિયા એરલાઇન્સની એચવી 6902 ફ્લાઇટ માં એક યાત્રીએ વધારે પડતી જ ગંધ ફેલાવીને લોકોને પરેશાન કરી દીધા હતા.જ્યારે તેને આ કામ કરવાથી રોકવા માટેનું કહ્યું તો તેણે તેની મનાઈ કરી દીધી.

આ વ્યક્તિના લગાતાર ગેસ પાસ કરવા પર પાસે બેઠેલા યાત્રીને સમસ્યા થાવા લાગી.યાત્રીએ કહ્યું કે આ વ્યક્તિ જે ગેસની સસમયા થી પીડાઈ રહ્યો હતો અને પોતાને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યો ન હતો. પ્લેનના કૃ મેમ્બર્સથી ઘણીવાર ફરિયાદ કરવા છતાં પણ આ વ્યક્તિ લગાતાર ગેસ છોડતો રહ્યો હતો.

અને થઇ ગયો ઝગડો: જ્યારે આ વ્યક્તિ ન રોકાયો તો પાસે બેઠલા એક યાત્રી સાથે તેનો ઝગડો થઇ ગયો. તેના પછી પાઇલોટે વિએના ઇંન્ટરનેશલ એરપોર્ટ પર ફ્લાઇટને ઉતારવાનો નિર્ણય લીધો. પાઇલોટે યાત્રીઓના આ ઝગડાની ફરિયાદ નોંધાવી અને જેવું જ પ્લેન લેન્ડ થયું કે પોલીસ એરક્રાફ્ટની અંદર પહોંચી ગઈ અને 4 લોકોને એરક્રાફ્ટથી બહાર કાઢી મુક્યા.

બે મહિલાઓને પણ કાઢી બહાર: પોલીસના આધારે આ ઘટના એક યાત્રીને લીધે થઇ હતી જે પોતાનો ગેસ છોડી રહ્યો હતો અને ફરિયાદ છતાં પણ તે પોતાને કન્ટ્રોલમાં રાખવાની કોશિશ કરી રહ્યો ન હતો. આ સિવાય તેની જ લાઈનમાં બેઠેલી બે મહિલાઓ અને એક અન્ય પુરુષને પણ ફ્લાઇટ થી બહાર કાઢ્યા હતા.

કો-યાત્રીઓએ કર્યો કેસ: હવા પાસ કરનારા વ્યક્તિને લીધે પોલીસે તે જ લાઈનમાં બેઠેલા અન્ય લોકોને પણ બહાર કાઢ્યા હતા કેમ કે આ બધા એ જ પેલા પેટ ખરાબ થયેલા વ્યક્તિ સાથે ઝગડો કર્યો હતો.  જેના પછી આ લોકોએ માનહાનીનો કેસ ફ્લાઇટ પર ઠોક્યો છે.

Author: TheGujjuRocks.in