Bollywood

આખું ગામ ઈચ્છે જ છે કે હું કેમેરા સામે કપડાં ઉતારુ, આ અભિનેત્રીએ સનસનાટીભર્યા કર્યો ખુલાસો

માહી ગિલની ગણતરી બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થાય છે. દેવ ડી, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર જેવી ફિલ્મોમાં તેના અભિનયના લોકોએ કહૂં જ વખાણ કર્યા હતા. નાની ઉંમરમાં લગ્ન થઇ ગયા બાદ, તેના લગ્ન વધુ ન ટક્યા અને છૂટાછેડા થઇ ગયા. આ પછી તેને પોતાના સંબંધો વિશે કોઈ ખાસ નિવેદનો આપ્યા ન હતા.

પરંતુ હાલમાં જ તેના લિવ ઈન રિલેશનશિપ અને 3 વર્ષની બાળકી હોવાનો ખુલાસો કરીને તે ફરીથી ચર્ચાઓમાં આવી ગઈ છે. એક ઇન્ટરવ્યૂમાં તેને ખુલાસો કરતા કહ્યું હતું કે તે છેલ્લા 10 વર્ષથી લિવ ઈન રિલેશનમાં છે અને તેની 3 વર્ષની એક દીકરી વેરોનિકા પણ છે. એના જન્મ પછી જ સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર 3 સાઈન કરી હતી.

પોતાની આગામી ફિલ્મ ફેમિલી ઓફ ઠાકુર અને આ ફિલ્મમાં તેના અપાત્ર વિશે વાત કરતા માહીએ કહ્યું કે હવે તે બોલ્ડ અને સેક્સી ભૂમિકાઓ ભજવીને થાકી ગઈ છે. બધા મારી પાસે એક પ્રકારની જ અપેક્ષાઓ લઈને આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે હું કેમેરા સામે કપડા ઉતારું.

ફિલ્મ ફેમિલી ઓફ ઠાકુરમાં તેની ભૂમિકા વિશે વાત કરતા માહીએ કહ્યું કે તેના તેનું પાત્ર ખૂબ જ રોચક અને અલગ છે. ફિલ્મમાં તે એક રંગબાજ વહુ બની છે જે ઘરમાં એક મા, પત્ની અને વહુ છે, પણ ઘરની બહાર હાથમાં તમંચો લઈને દબંગાઈ દેખાડે છે અને રંગબાજી કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Mahie Gill (@mahieg) on

માહી અનુસાર, તે આ ભૂમિકા આભજવીને ખૂબ જ ખુશ છે. આ ફિલ્મ મનોજ ઝાએ નિર્દેશિત કરી છે. ફિલ્મમાં સૌરભ શુક્લા અને જિમી શેરગિર પણ જોવા મળશે. જણાવી દઈએ કે માહીએ વર્ષ 2003માં પંજાબી ફિલ્મથી અભિનયમાં પોતાની પર્દાર્પણ કર્યું હતું. તેને ગુલાલ, દેવ ડી, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર જેવી ફિલ્મોથી પ્રસિદ્ધિ મળી. આ સિવાય તે થોડા સમય પહેલા જ અલ્ટ બાલાજીની વેબસિરીઝ અપહરણમાં જોવા મળી હતી.

Author: thegujjurocks.in