જાણવા જેવું/ટીપ્સ

કિસ કરવાના છે આ અધધધધ ફાયદાઓ, કોઈ ડોક્ટર પણ નહિ કહે આ વાત-જાણો વિગતે

પ્રેમ બે વ્યક્તિઓનું જ નહિ પણ બે મનનું મિલન પણ માનવામાં આવે છે આવે છે. લોકો મોટાભાગે પોતાના ચાહનારાઓને કિસ કરીને પોતાના પ્રેમની ભાવના વ્યક્ત કરતા હોય છે તે પછી પોતાનો જીવનસાથી હોય, બાળકો હોય કે માતા-પિતા હોય.પ્રાચીન સમયથી જ લોકો પોતાના પ્રેમની લાગણીને દર્શવાવા માટે કિસ કરતા આવ્યા છે.જે એકબીજાને પ્રેમની લાગણીના અનુભવની સાથે સાથે શાંતિ અને શુકુનનો પણ અનુભવ કરાવે છે.

Image Source

જો કે કિસ અનેક પ્રકારે કરી શકાય છે જેમ કે મસ્તક પર, હાથ પર, ગાલ પર,લિપ કિસ વગેરે. મસ્તકના વચ્ચેના ભાગને કેન્દ્ર બિંદુ પણ કહેવામાં આવે છે માટે જ આ જગ્યા પર ચાંદલો કે તિલક કરવામાં આવે છે, મસ્તકના વચ્ચેના આ ભાગમાં કિસ કરવાથી એક ભાવનાત્મક લાગણીનો અનુભવ થાય છે.

Image Source

વૈજ્ઞાનિકો દ્વારા પણ એ વાત સાબિત થઇ છે કે કિસ કરવાના ઘણા ફાયદાઓ છે જે વ્યક્તિને માત્ર ને માત્ર સુખની જ અનુભૂતિ કરાવે છે.એક પ્રેમભરી કિસ ક્ષણવારમાં પોતાના પાર્ટનર કે અન્ય વ્યક્તિની મનની સ્થિતિને શાંત કરી શકે છે.

Image Source

રિસર્ચમાં પણ એ વાત સાબિત થઈને બહાર આવી છે કે કિસ કરવાથી ઘણી કેલેરી વપરાઈ જાય છે જે શરીરને તંદુરસ્ત રાખવા માટે મદદ કરે છે. આ સિવાય એકબીજા પ્રત્યે પ્રેમ-લાગણી,માન-સમ્માનની સાથે-સાથે એકબીજાન પ્રત્યે આકર્ષણમાં પણ વધારો થાય છે.પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં કિસ કરવી આકર્ષણમાં અનેક ગણો વધારો કરે છે. કિસ કરવાથી તણાવ કે ડિપ્રેશન દૂર થાવાની સાથે સાથે માનસકિ સ્થિતિ પણ સુધરે છે.

Image Source

આ સિવાય વિવાહિત લોકો કે પ્રેમ કરનારા યુગલો  માટે કિસ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આવા લોકોના કિસ કરવાથી શરીરમાં ઓક્સીટોસિન નામનું હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જેને ‘લવ હોર્મોન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.જે એકબીજા પ્રત્યે પ્રેમ, લાગણી અને આકર્ષણને વધારવાનું કામ કરે છે.આ સિવાય કિસ કરવાથી શરીરમાંથી ઉત્પન્ન થાતા અન્ય હોર્મોન્સ બંન્ને વ્યક્તિને ખુશીનો અનુભવ કરાવે છે.

Image Source

તણાવ કે ડિપ્રેશનમાં રહેનારા લોકો માટે કિસ કરવી અનેક ફાયદો આપે છે.જેનાથી તેઓ તણાવમુક્ત બને છે અને સાથે જ ભાવનાત્મક લાગણીનો પણ અનુભવ કરાવે છે. આ સિવાય કિસ કરવાથી લોકોનો દિવસભરનો થાક પણ દૂર થઇ જાય છે.

Image Source

વર્ષ 2009 માં થયેલા રિસર્ચ દ્વારા ‘અફેક્શન એક્સચેન્જ થિયરી’ના લેખમાં પણ એ વાત સાબિત થઇ છે કે પોતાના મનગમતા કે પ્રિય વ્યક્તિને કિસ કરવાથી બંન્ને વ્યક્તિના શરીરમાં હોર્મોનનું વહન થાય છે જે ડિપ્રેશન કે તણાવ દૂર કરવા માટે પૂરતા છે અને સુખની અનુભૂતિ કરાવે છે.

Author: TheGujjuRocks.in