OMG અજબ ગજબ

ભંગારવાળાને જુના બોક્સમાંથી મળ્યો નોટોનો ખજાનો, ખોલતા જ ખુલ્લું રહી ગયું મોં

ઈમાનદારીની જો કે તમે પણ ઘણી વાતો સાંભળી હશે, પણ જ્યારે ખિસ્સામાં પૈસા ન હોય તો બધી જ ઈમાનદારી ઘરના પાછળના રસ્તેથી નીકળી જાય છે. કહેવાય છે કે તમારી પાસે કેટલા પણ પૈસા કેમ ન હોય પણ છતાં પણ ફ્રી માં મળેલા પૈસા જોતા જ ઈમાન બગડી જાય છે, પણ આજે પણ કદાચ આ જ ઈમાનદારી ઘણા લોકોમાં કાયમ છે.

Image Source

આ કહાની ઇંગ્લેન્ડના એક ભંગારવાળાની છે જેને ઇંગ્લેન્ડ ગ્રેટ બ્લેકનહમ રસ્તા પર ચાર જુના અને તૂટેલા બોક્સ મળ્યા હતા અને તેને રીસાઇકલ કરવા માટે દુકાને લઈને ગયો. દુકાને પહોંચીને બોક્સને ખોલતા જ આ કચરાવાળાના જાણે કે હોંશ જ ઉડી ગયા.

આ ભંગારવાળાએ જ્યારે બોક્સને ખોલીને જોયુ તો તે પૈસાના બંડલથી લથપથ હતું. આ જોઈને ભંગારવાળાના તો હોંશ જ ઉડી ગયા. આ દરેક નોટ જૂની હતી જેને જોઈને લાગી રહ્યું હતું કે કોઈએ ઘણા વર્ષો પહેલા ના નોટને આ બોક્સમાં મુક્યા હશે.

Image Source

જણાવી દઈએ કે આ બોક્સમાં કુલ 19 લાખ રૂપિયાની રોકડ રકમ હતી. જો કે પૈસાથી લથપથ આ બોક્સને જોતા ભંગારવાળાનું ઈમાન જરા પણ ડગમગ્યું ન હતું અને આ બોક્સ પોલીસને સોંપી દેવાનો નિર્ણય લીધો.

ભંગારવાળો ઈચ્છતો હતો કે આ બધા બોક્સ તેના સાચા માલિકને પહોંચાડવામાં આવે માટે બધા બોક્સને પોલીસના હવાલે કરી નાખ્યા.જેના પછી પોલીસે પણ લગભગ છ મહિના સુધી આ પૈસાના માલિકની શોધ કરી પણ કઈ હાથે ન લાગ્યું.

Image Source

જો કે ઘણા સમય પછી એક વ્યક્તિ સામે આવ્યો, પણ જાંચ કરતા માલુમ પડ્યું કે આ વ્યક્તિ ખોટો છે અને ફ્રોડ કરે છે. એવામાં પોલીસે નિર્ણય લીધો કે આ પૈસાને દાનમાં આપી દેવામાં આવે.

જેના પછી મળેલી જાણકારીના આધારે પૈસાને ઇંગ્લેન્ડના સંત એલિઝાબેથ અને ઈંચ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યા. જણાવી દઈએ કે અહીં તે દર્દીઓનો ઈલાજ કરવામાં આવે છે જેઓ માનસિક રૂપથી બીમાર હોય.

Image Source

આ ઘટના સામે આવ્યા પછી ચારે તરફ આ ભંગારવાળાના વખાણ કરવામાં આવી રહ્યા છે. ભંગારવાળાએ આ કામ કરીને ઈમાનદારીની એક અનોખી મિસાલ કાયમ કરી છે.

Author: TheGujjuRocks.in